Chhotaudaypur:નસવાડીના ચાર ડુંગર વિસ્તારની સગર્ભાઓની આરોગ્ય ચકાસણી
નસવાડી તાલુકા હેઠળના સબ સેન્ટર વાડિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધારસીમલ દ્વારા આજરોજ ગણિયાબારી, ખેંદા, પીપલવાણી અને વાડિયા એમ ચાર ગામોની સગર્ભા બહેનો માટે વિશેષ આરોગ્ય તપાસ તથા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જેનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસૂતિ દરમિયાન થતાં જોખમ ઘટાડવા અને આધુનિક આરોગ્ય સુવિધા અંગે જાગૃતિ લાવવાનો હતો. શિબિરમાં 25થી વધુ સગર્ભાની નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરાઇ હતી. જેમાં હિમોગ્લોબિન ચકાસણી, બ્લડ પ્રેશર સહિત જરૂરી તપાસનો સમાવેશ થયો હતો. કાર્યક્રમમાં ઝોળી મુક્ત અભિયાન અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં જોખમી ઝોળીમાં લઈ જવાની પ્રથા બંધ કરવા અપીલ કરાઇ હતી. ઈમરજન્સીમાં સ્ટ્રેચરનો ઉપયોગ કરવા, 108 એમ્બ્યુલન્સ સેવા સંપર્ક કરવાની સમજ અપાઇ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward