android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે લોકોને રૂ. 2.33 લાખનો મુદ્દામાલ પરત કર્યો
calendar_today January 2, 2026

Junagadh: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે લોકોને રૂ. 2.33 લાખનો મુદ્દામાલ પરત કર્યો

જૂનાગઢ શહેરમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતી કામગીરી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે. લાંબા સમયથી ગુમ થયેલા મોબાઈલ ફોન અને ફસાયેલા નાણાં પરત અપાવી પોલીસે પ્રજાનો વિશ્વાસ જીત્યો છે. એક ખાસ કાર્યક્રમ યોજીને પોલીસે મૂળ માલિકોને તેમનો સામાન સુપરત કર્યો હતો.ટેકનોલોજીની મદદથી 10 મોબાઈલ શોધાયા'સી' ડિવિઝન પી.આઈ. એ.બી. ગોહિલ અને તેમની ટીમ દ્વારા ગુમ થયેલા મોબાઈલ ફોનની ફરિયાદો પર ગંભીરતાથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારત સરકારના CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે કુલ 10 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કિંમત રૂ. 2,13,565 થાય છે. વર્ષોની મહેનતની કમાણીથી ખરીદેલા ફોન પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.ફસાયેલા નાણાં પણ પરત અપાવ્યામાત્ર મોબાઈલ જ નહીં, પોલીસે એક નાણાકીય વિવાદમાં પણ સફળ મધ્યસ્થી કરી હતી. એક અરજદારે આપેલા રૂ. 20,000 હાથ ઉછીના નાણાં પરત મળતા ન હતા. પોલીસે સામાવાળા પક્ષને સમજાવટથી મામલો ઉકેલવા પ્રેર્યા અને અરજદારને તેમની પૂરેપૂરી રકમ પરત અપાવી ન્યાય અપાવ્યો હતો. આમ, કુલ રૂ. 2,33,565નો મુદ્દામાલ લોકોને પરત સોંપવામાં આવ્યો હતો.પોલીસ ટીમની પ્રશંસાઆ કામગીરીમાં પી.આઈ. એ.બી. ગોહિલની સાથે હેડ કોન્સ્ટેબલ ડી.એલ. બકોત્રા, વુમન કોન્સ્ટેબલ રિદ્ધિબેન અને સાયબર એક્સપર્ટ વિશ્વાબેન કાનાણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે ખાતરી આપી છે કે હજુ પણ બાકી રહેલા ગુમ મોબાઈલો શોધવાની પ્રક્રિયા ચાલુ છે અને તે પણ તબક્કાવાર પરત કરવામાં આવશે. આ પોઝિટિવ અભિગમથી જૂનાગઢ પોલીસની છબી વધુ સુદ્રઢ બની છે.આ પણ વાંચો: ખાપટ ગામની વાડીમાં ભરબપોરે સિંહોની એન્ટ્રી, ખેતરોમાં કામ કરતા શ્રમિકોમાં ફફડાટ

Read Full Story arrow_forward
Vadodara: એસ.ટી. તંત્ર, આરટીઓ અને પોલીસના સહયોગથી સઘન ચેકિંગ ડ્રાઈવ, 88 વાહનો ડીટેઈન, રૂ. 2.43 લાખ દંડ વસૂલ
calendar_today January 2, 2026

Vadodara: એસ.ટી. તંત્ર, આરટીઓ અને પોલીસના સહયોગથી સઘન ચેકિંગ ડ્રાઈવ, 88 વાહનો ડીટેઈન, રૂ. 2.43 લાખ દંડ વસૂલ

વડોદરા એસ.ટી. તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં આરટીઓ અને પોલીસના સહયોગથી સઘન સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નિયમોનો ભંગ કરતા કુલ 88 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે 266 વાહનચાલકોને મેમો ફટકારી રૂ. 2,43,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી વડોદરા એસ.ટી. વિભાગની સુરક્ષા શાખા, વડોદરા આરટીઓ તથા પોલીસ દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં સંયુક્ત રીતે આ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ અંતર્ગત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 55 વાહનો ડીટેઈન ચેકિંગ દરમિયાન પરમિટનો ભંગ કરી પેસેન્જરોનું ગેરકાયદે વહન કરતા તેમજ અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા 55 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. સાથે જ 154 વાહનચાલકોને મેમો આપી રૂ. 1.78 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 112 વાહનચાલકોને આરટીઓ અને પોલીસ દ્વારા મેમો અપાયો આ ઉપરાંત, એસ.ટી. ડેપો આસપાસ નો પાર્કિંગ ઝોનમાં વાહનો ઉભા રાખનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 33 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે 112 વાહનચાલકોને આરટીઓ અને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યા હતા. નો પાર્કિંગ ઝોનના ભંગ બદલ કુલ રૂ. 65,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ પણ વાંચો----  Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward
Surendranagarમાં થાનગઢના ખાખરાળીમાં તંત્રનો સપાટો, બિનકાયદેસર કોલસાના કૂવાઓનું પુરાણ શરૂ
calendar_today January 2, 2026

Surendranagarમાં થાનગઢના ખાખરાળીમાં તંત્રનો સપાટો, બિનકાયદેસર કોલસાના કૂવાઓનું પુરાણ શરૂ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલી બિનકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ પર વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. થાનગઢના ખાખરાળી ગામે પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર રીતે ખોદાયેલા કોલસાના કૂવાઓ પૂરી દેવાની (પુરાણ) કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવી છે. થાનગઢ વિસ્તારમાં કાર્બોસેલ (કોલસો) કાઢવા માટે ભૂમાફિયાઓ દ્વારા ઉંડા જોખમી કૂવાઓ ખોદવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિ માત્ર સરકારી સંપત્તિની ચોરી જ નથી, પરંતુ જમીન અને પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થઈ રહી હતી.કાર્બોસેલના ખનન કરાયેલા કુવાઓનું પુરાણ કરાયુંઆ ફરિયાદને ધ્યાને લઈ પ્રાંત અધિકારી દ્વારા જાતે સ્થળ પર પહોંચીને જેસીબી અને અન્ય મશીનરીની મદદથી આ કૂવાઓનું પુરાણ શરૂ કરાવાયું છે. તંત્ર દ્વારા તમામ બિનકાયદેસર ખનન કરાયેલા કૂવાઓને એક પછી એક બુરી દેવાની સૂચના આપવામાં આવી છે. આ ઓપરેશનને પગલે ગેરકાયદે ખનન સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પ્રકારના ખુલ્લા કૂવાઓ અકસ્માત અને પશુઓના મૃત્યુનું કારણ પણ બનતા હતા, જેને પગલે આ કાર્યવાહી અત્યંત જરૂરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward