android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat વેસુ હિટ એન્ડ રન: BMW ચાલક બીજા નબીરાની ધરપકડ
calendar_today January 2, 2026

Surat વેસુ હિટ એન્ડ રન: BMW ચાલક બીજા નબીરાની ધરપકડ

સુરતના વેસુ વિસ્તારમાં રફતારના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માત મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે હવે બીજી લક્ઝુરિયસ કારના ચાલકની પણ ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં એક નિર્દોષ પરિવાર ભોગ બન્યો હતો, જેમાં બે માસનું માસૂમ બાળક પણ ફંગોળાઈ ગયું હતું. અગાઉ આ કેસમાં BE-6 કારના ચાલક મંથન પટેલની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે BMW કાર ચાલકની ધરપકડ કરીહવે પોલીસે આ રેસમાં સામેલ બીજી BMW કારના ચાલક ઝલક નકુમની પણ સત્તાવાર ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સમયે બંને કાર ચાલકો વચ્ચે રસ્તા પર રેસ ચાલી રહી હતી, જેના કારણે આ હોનારત સર્જાઈ હતી. પોલીસ હવે આ બંને નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.પોલીસે બંને કાર ચાલક સામે તપાસ શરૂ કરીતપાસ દરમિયાન નીચે મુજબના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે: સ્પીડ લિમિટ: અકસ્માત સમયે કારની ચોક્કસ ગતિ કેટલી હતી તેની ટેકનિકલ તપાસ થશે. CCTV ફૂટેજ: રસ્તા પરના સીસીટીવી ફૂટેજ દ્વારા રેસિંગના પુરાવા એકત્ર કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન: ટ્રાફિકના કયા કયા નિયમો તોડવામાં આવ્યા છે તેની વિગતો મેળવી ગુનો મજબૂત કરવામાં આવશે. સુરત પોલીસે બંને કાર ચાલકોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સુરતના શાંત વિસ્તારોમાં રાત્રિના સમયે રેસિંગ કરતા નબીરાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: અમરોલીમાં ચાલુ સીટી બસમાં અચાનક આગ, બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા, તમામનો આબાદ બચાવ
calendar_today January 2, 2026

Surat: અમરોલીમાં ચાલુ સીટી બસમાં અચાનક આગ, બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા, તમામનો આબાદ બચાવ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે એક મોટી દૂર્ઘટના ટળી હતી, જ્યાં ચાલુ સીટી બસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ વિસ્તારમાં *અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાના સમયે બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાના સમયે બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા. આગ લાગ્યાની જાણ થતાં જ બસમાં સવાર તમામ મુસાફરો સમયસર જીવ બચાવી બસમાંથી નીચે ઉતરી ગયા જેથી કોઈ જાનહાની થઈ નથી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે સીટી બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ જો કે, આગના કારણે સીટી બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક પર પણ અસર પડી હતી. આ પણ વાંચો----    Vadodara: નામચીન બુટલેગર અશોક બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ઘાયલ અવસ્થામાં કોર્ટમાં લવાયો

Read Full Story arrow_forward
Navsari: મંત્રી મનીષા વકીલનો સંવેદનશીલ અભિગમ, દિવ્યાંગ બાળકોને તિલક કરી ભાવભીનું વાતાવરણ સર્જ્યું
calendar_today January 2, 2026

Navsari: મંત્રી મનીષા વકીલનો સંવેદનશીલ અભિગમ, દિવ્યાંગ બાળકોને તિલક કરી ભાવભીનું વાતાવરણ સર્જ્યું

સામાન્ય રીતે જ્યારે કોઈ મંત્રી કાર્યક્રમમાં આવે ત્યારે તેમનું સ્વાગત ફૂલહાર કે તિલક કરીને કરવામાં આવતું હોય છે, પરંતુ નવસારીમાં આનાથી વિપરીત અને અત્યંત હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ જ્યારે દિવ્યાંગ બાળકોની મુલાકાતે પહોંચ્યા, ત્યારે પ્રોટોકોલને બાજુ પર મૂકી તેમનો માતૃત્વસભર અને ભાવનાત્મક અભિગમ સામે આવ્યો હતો.સ્વાગત લેવાને બદલે બાળકોનું સ્વાગત કર્યુંનવસારીમાં મંત્રીના સ્વાગત માટે દિવ્યાંગ બાળકો તિલક લઈને ઉભા હતા. આ બાળકો મંત્રીનું સ્વાગત કરે તે પહેલા જ મનીષા વકીલે જાતે આગળ વધીને બાળકોને તિલક કરી તેમને વધાવ્યા હતા. એક મંત્રી તરીકે સ્વાગત સ્વીકારવાને બદલે દિવ્યાંગ બાળકોને માન આપી તેમનું સન્માન કરવાની આ ચેષ્ટાએ વાતાવરણને ભાવનાત્મક બનાવી દીધું હતું.સાંકેતિક ભાષામાં સાધ્યો સંવાદમાત્ર તિલક જ નહીં, પરંતુ મંત્રીએ આ બાળકોની મર્યાદાઓને સમજીને તેમની સાથે તેમની જ શૈલીમાં વાતચીત કરી હતી. મનીષા વકીલે દિવ્યાંગ બાળકો સાથે સાંકેતિક ભાષા (Sign Language) માં સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. બાળકો સાથે આત્મીયતા કેળવી તેમણે બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.આ પણ વાંચો:વનસ્પતિ તેલમાંથી પનીર બનાવતા કૌભાંડનો પર્દાફાશ, બે ડેરીમાંથી 2.72 લાખનો જથ્થો જપ્ત

Read Full Story arrow_forward