android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: આમોદ તાલુકાના કોલવણા ગામે કેનાલમાં ડૂબી જવાથી 39 વર્ષીય યુવકનું કરુણ મોત
calendar_today January 2, 2026

Bharuch: આમોદ તાલુકાના કોલવણા ગામે કેનાલમાં ડૂબી જવાથી 39 વર્ષીય યુવકનું કરુણ મોત

ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં 39 વર્ષીય સુરેશભાઈ રામુભાઈ રાઠોડનું કેનાલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાથી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.કોલવણા ગામની કેનાલમાં સુરેશભાઈને પડ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ, સુરેશભાઈ ખેતી મજૂરીનું કામ કરતા હતા. સાંજના લગભગ 5:30 વાગ્યાની આસપાસગામમાં બકરા ચરાવતા એક વ્યક્તિએ કોલવણા ગામની કેનાલમાં સુરેશભાઈને પડેલા જોઈ તાત્કાલિક ગામલોકોને જાણ કરી હતી. જેથી ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખેંચ આવી હોય અને તેઓ ત્યાં પડી ગયા હોય તેવી શક્યતા સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે કેનાલમાં ઘૂંટણ જેટલું ઓછું પાણી હોવા છતાં તેઓ તેમાં ડૂબી ગયા હતા. તેમના સગા-સંબંધીઓએ જણાવ્યું હતું કે સુરેશભાઈને ખેંચ (ફિટ્સ) આવવાની બીમારી હતી, જેના કારણે તેમને અચાનક ખેંચ આવી હોય અને તેઓ ત્યાં પડી ગયા હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરિવારજનોમાં શોકનું વાતાવરણ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું, જ્યારે ગામના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પણ વાંચો----   ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
Gandhinagar: 2027 સુધીમાં એસટી બસોમાં મુસાફરોની સંખ્યા 30 લાખ સુધી પહોંચાડાશે
calendar_today January 2, 2026

Gandhinagar: 2027 સુધીમાં એસટી બસોમાં મુસાફરોની સંખ્યા 30 લાખ સુધી પહોંચાડાશે

રાજ્યના નાગરિકોની સુખાકારી માટે 365 દિવસ અને 24 કલાક કાર્યરત વિભાગોના કર્મચારીઓને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જ્યારે આખું જગત તહેવારો ઉજવતું હોય છે. ત્યારે ગુજરાતના કેટલાક વિભાગો એક મિનિટ માટે પણ અટકતા નથી.તેમણે ગર્વ સાથે કહ્યું કે હોસ્પિટલો,પોલીસ સ્ટેશનો,ફાયર બ્રિગેડ અને વીજળી વિભાગની જેમ એસ.ટી.નિગમના સૌ કર્મચારીઓની સેવાઓ વર્ષના 365 દિવસ અને 24 કલાક કાર્યરત રહે છે. મુસાફરોને સેવા પૂરી પાડવા એક લક્ષ્યાંક નક્કી કર્યો નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પર કક્ષાના નવનિયુક્ત ઉમેદવારોની આ ભરતી પ્રક્રિયા દ્વારા નિગમને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.પરિવહન ક્ષેત્રે ભવિષ્યના લક્ષ્યાંકો નિર્ધારિત કરતા સંઘવીએ જણાવ્યું કે,દૈનિક અંદાજિત ૨૪ લાખ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડતા એસટી નિગમે વર્ષ 2025 સુધી 27 લાખ મુસાફરોને સેવા પૂરી પાડવા એક લક્ષ્યાંક નક્કી કર્યો હતો. એસ.ટી. નિગમ દ્વારા નિર્ધારિત સમયમાં દૈનિક 27 લાખ મુસાફરોને સેવા આપવા કરેલો લક્ષ્યાંક સિદ્ધ કરી દીધો છે તે ગર્વની વાત છે.હવે 2027 સુધીમાં આ લક્ષ્યાંકને વધારીને 30 લાખ સુધી પહોંચાડવાનો સરકારનો સંકલ્પ છે. બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આપણું યોગદાન તેમણે કહ્યું હતું કે, એક અભ્યાસ મુજબ આ લક્ષ્યાંક સિધ્ધ થશે તો હાઈવે લોડમાં તો ઘટાડો થશે જ, સાથે સાથે જાહેર માર્ગો પર ફરતા ફોર વ્હીલર અંદાજે ૨૫ હજાર અને ટુ વ્હીલર અંદાજે 1 લાખ ઘટશે. જે પ્રદૂષણની સાથે સાથે ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.આ ઉપરાંત,હાલમાં 9 લાખ વિદ્યાર્થીઓ એસ.ટી. બસોનો લાભ લઈ રહ્યા છે જેને વધારીને 10 લાખ સુધી લઈ જવાનું લક્ષ્ય છે.જો આપણે 10 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીશું તો વધુ એક લાખ પરિવારોને સીધી મદદ મળશે અને તે એક લાખ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આપણું યોગદાન ઉમેરશે. ભવિષ્ય માટે 29 નવા કામોના ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યા 2025માં એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલા કાર્યોથી માહિતગાર કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે,માત્ર એક વર્ષમાં 1714 નવી નક્કોર બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. જેમાં 962 સુપર એક્સપ્રેસ, 272 સેમી લક્ઝરી, 350 મિડી બસો તથા 30 વોલ્વો અને 100 એસી બસોનો સમાવેશ થાય છે.આ સાથે જ મુસાફરોની સુવિધા માટે 2025માં 27 નવા બસ સ્ટેન્ડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ભવિષ્ય માટે 29 નવા કામોના ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યા છે.તેમણે તમામ કર્મચારીઓને બસો અને બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી. આ પણ વાંચોઃ Amreli : જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર વ્યાજખોરોના ત્રાસથી ગુમ, ઘરેથી સ્યુસાઇડ નોટ લખીને નીકળી ગયો

Read Full Story arrow_forward
Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
calendar_today January 2, 2026

Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. EDએ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ઉલ્લેખનિય છે કે રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર હતા જ્યારે જમીન કૌંભાડ સર્જાયું હતું.EDની ટીમ રાજેન્દ્ર પટેલને લઇને સ્પેશિયલ કોર્ટમાં આવી હતી EDની ટીમ રાજેન્દ્ર પટેલને લઇને સ્પેશિયલ કોર્ટમાં આવી હતી અને પૂછપરછ સહિતની તપાસ માટેની કાનૂની કાર્યવાહી શરુ કરી હતી. ઉલ્લેખનિય છે કે તત્કાલિન કલેક્ટર પર જમીન સંબંધિત ગેરકાયદેસર કામગીરીના અનેક મુદ્દા સામે આવ્યા છે. મોબાઈલ ડીકોડ કરવાની જરૂર જપ્ત કરાયેલા મોબાઈલ ડીકોડ કરવાની જરૂર છે તો 2 ફોન સાથે 12 ઇલેક્ટ્રોનિક ડીવાઈસ રિકવર કરાયા છે. તપાસ માટે આઇપેડ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઇવ જપ્ત કરાઇ છે. ઉપરાંત ઇડીને લેપટોપ સહિત જપ્ત કરાયેલો મુદ્દામાલ ડીકોડની જરૂર છે. લાંચ માટે રૂ.5 - 10 પ્રતિ સ્કેવર મીટર ચાર્જ ફીક્સ હતો તપાસમાં ઘટસ્ફોટ થયો કે લાંચ માટે રૂ.5 - 10 પ્રતિ સ્કેવર મીટર ચાર્જ ફીક્સ હતો. કાર્યકાળ દરમ્યાન 10 કરોડથી વધુના ભ્રષ્ટાચારની શંકા છે અને તપાસ દરમ્યાન આરોપીનો રોલ સામે આવ્યો છે. ચેતન કણજારીયાએ રૂ.65 લાખ મોરીને ચૂકવ્યાની કબૂલાત કરી છે તો મોરીએ કબૂલાત કરી કે લાંચની 50 ટકા રકમ કલેક્ટરને ચૂકવાતી હતી. આ પણ વાંચો----   Vadodara: નામચીન બુટલેગર અશોક બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ઘાયલ અવસ્થામાં કોર્ટમાં લવાયો

Read Full Story arrow_forward