Kutch News : ગાંધીધામ ખાતે રિજનલ વાઈબ્રન્ટ સમિટનો કરાયો ભવ્ય પ્રારંભ, ₹8,700 કરોડના કરાયા MOU
ગુજરાતમાં 11 મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી મુખ્ય વાઈબ્રન્ટ સમિટ પૂર્વે, કચ્છના ગાંધીધામ ખાતે 'રિજનલ વાઈબ્રન્ટ સમિટ'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક જ દિવસીય ઇવેન્ટમાં કચ્છના વિકાસને નવી ગતિ આપવા માટે અંદાજે ₹8,700 કરોડના MOU કરવામાં આવ્યા હતા. અર્જુન મોઢવાડિયાના હસ્તે કરાયો પ્રારંભ ઉદ્યોગ જગત માટે નવો સૂર્યોદય ગણવાતા મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો રાજ્યના ઔદ્યોગિક નકશા પર અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સ્ટીલ, સિમેન્ટ, કેમિકલ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં કચ્છ પહેલેથી જ અગ્રેસર છે. કંડલા ખાતે આકાર લઈ રહેલા મેગા કન્ટેનર ટર્મિનલ અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ્સને કારણે આગામી પાંચથી સાત વર્ષમાં અહીં જંગી રોકાણો આવવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરાશેઃ આનંદ પટેલ કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આયોજનની વિગતો આપતા જણાવ્યું કે, આ વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ'માં કચ્છના અર્થતંત્રના મુખ્ય સ્તંભ એવા પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ તેમજ મિનરલ પ્રોસેસિંગ માટે મજબૂત આયોજન કરવામાં આવ્યુ છે. કચ્છી હસ્તકલા અને પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક મંચ પૂરું પાડવાની પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સાથે જ ગ્રીન પ્રોજેક્ટ્સ દ્વારા પર્યાવરણની જાળવણી સાથે આર્થિક સમૃદ્ધિ લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સમિટ દ્વારા સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે એક મજબૂત સમન્વય સાધવામાં આવ્યો છે. જે આગામી સમયમાં કચ્છને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવામાં આવશે. આ પણ વાંચોઃ Demonetisation : શું 500ની નોટ બંધ થઇ જશે? જાણો સરકારે શું કહ્યું?
Read Full Story arrow_forward