android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો વિવાદ શમ્યો, માતા પિતા વચ્ચે મનમેળ થતા કેસ પાછો ખેંચાયો
calendar_today January 2, 2026

Suratમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો વિવાદ શમ્યો, માતા પિતા વચ્ચે મનમેળ થતા કેસ પાછો ખેંચાયો

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા 7 વર્ષની દીકરીના દીક્ષા ગ્રહણ કરવાના મામલે આખરે સુખદ અંત આવ્યો છે. સુરતની ફેમિલી કોર્ટમાં આ કેસમાં કાયદાકીય લડાઇ લડવાને બદલે માતા પિતાએ પરસ્પર સમજૂતી સાધીને સમાધાનનો માર્ગ અપનાવ્યો છે. આ સાથે જ દીકરીની દીક્ષા હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ દીકરીને નહી અપાય દીક્ષા મળતી માહિતી પ્રમાણે થોડાં સમય પહેલાં 7 વર્ષની બાળકીને દીક્ષા અપાવવા મુદ્દે તેના માતા પિતા વચ્ચે મતભેદ સર્જાયા હતા. પત્ની દીકરીને દીક્ષા અપાવવા માગતી હતી, જ્યારે પિતાએ આટલી નાની ઉંમરે દીક્ષા આપવાને લઇને વિરોધ કર્યો હતો અને સુરત ફેમિલી કોર્ટના દ્વારે ગયા હતા. પિતાની દલીલ હતી કે બાળકી હજુ સમજણી નથી, તેથી તેને સંસાર ત્યાગનો નિર્ણય યોગ્ય નથી. આ મામલે કોર્ટે અગાઉ દીક્ષા પર સ્ટે પણ આપ્યો હતો. માતા પિતા વચ્ચે થયું સમાધાન ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષોના વકીલો અને જજની હાજરીમાં લાંબી ચર્ચા વિચારણ બાદ હકારાત્મક પરિણામ આવ્યુ હતુ. પતિ અને પત્નીએ પોતાના અંગત મતભેદો બાજુ પર મૂકીને દીકરીના ભવિષ્ય માટે સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. સામાધાનની શરતો પ્રમાણે દીકરીને ત્યારે જ દીક્ષા આપવામાં આવશે જ્યારે દીકરીના માતા પિતા બંનેની સંયુક્ત સંમતિ હશે. આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
Bharuch News : પ્રેમિકાની સગીર દીકરી સાથે આચર્યું દુષ્કર્મ પછી કર્યું કંઇક આવું..., કોર્ટે આપી આજીવન કેદની સજા
calendar_today January 2, 2026

Bharuch News : પ્રેમિકાની સગીર દીકરી સાથે આચર્યું દુષ્કર્મ પછી કર્યું કંઇક આવું..., કોર્ટે આપી આજીવન કેદની સજા

ભરૂચમાં એક ચોંકાવનારા દુષ્કર્મ કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપી અલ્તાફહુસેન દીવાનને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસની વિગતો મુજબ, આરોપીએ પોતાની પરણિત પ્રેમિકાની સગીર પુત્રીને જ પોતાની હવસનો શિકાર બનાવી હતી. નરાધમ અલ્તાફહુસેને માત્ર દુષ્કર્મ જ નહોતું આચર્યું, પરંતુ તેણે માસૂમ સગીરાને વેચી દેવાનું પણ ગુનાહિત કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. અદાલતે આ કૃત્યને ગંભીર ગણીને આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાનો આદેશ આપ્યો છે.દુષ્કર્મ અને વેચવાનું કાવતરું આ કેસમાં પીડિતાની માતા પર પણ સહ-આરોપી તરીકેના ગંભીર આક્ષેપો હતા, પરંતુ સુનાવણી દરમિયાન તેની વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળી આવતા અદાલતે તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, મુખ્ય આરોપી અલ્તાફહુસેન વિરુદ્ધ વૈજ્ઞાનિક અને મૌખિક પુરાવા મજબૂત હોવાથી તેને કડક સજા કરવામાં આવી છે. ભરૂચ કોર્ટના આ ચુકાદાથી મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધ ગુના આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિતાને ન્યાય મળ્યો છે. આ પણ વાંચો : Ahmedabad News : વાડજ બ્રિજ પર આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ, જાળી કૂદીને નીચે પડેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બોપલમાં પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા
calendar_today January 2, 2026

Ahmedabad News : અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બોપલમાં પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા

બોપલમાં પિતરાઇ ભાઇએ ભાઈની હત્યા કરી નાખી છે અને તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા, રામુ કુશવાહની વિષ્ણુ કુશવાહે કરી હત્યા અને સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, આ ઘટના ગઈકાલે સાંજે બની છે અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.મૃતક અને આરોપી કલર કામ કરતા હતા બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે હત્યાની એક ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આરોપીની પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ મામલે બોપલ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS)કલમ 103 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. છરી વડે હુમલો કરતા ભાઈનું મોત થયું મૃતકનું નામ રામુ કુશવાહ છે જે મૂળ રહેવાસી મોરેના, મધ્યપ્રદેશનો છે અને આરોપીનું નામ વિષ્ણુ કુશવાહ છે અને મૂળ રહેવાસી મોરેના, મધ્યપ્રદેશ છે. મૃતક અને આરોપી બંને માસીયાઈ ભાઈઓ છે. બંનેનો વ્યવસાય કલરકામનો હતો અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, પ્રાથમિક તપાસ મુજબ જમવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન આરોપી વિષ્ણુ કુશવાહે રસોડામાં વપરાતી છરી વડે પોતાના ભાઈ રામુ કુશવાહ પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે વધુ રક્તસ્ત્રાવ થતા રામુ કુશવાહનું મૃત્યુ થયું હતું.આ પણ વાંચો : Arvalli News : અરવલ્લી જિલ્લા એલસીબીએ બાઈક ચોર ગેંગને ઝડપી પાડી, ઝડપાયેલા આરોપીઓ રાજસ્થાનના રહેવાસી

Read Full Story arrow_forward