android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: જર્જરિત મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 5 લોકો ફસાયા, કોઇ જાનહાનિ નહીં
calendar_today January 2, 2026

Surendranagar: જર્જરિત મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 5 લોકો ફસાયા, કોઇ જાનહાનિ નહીં

સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન ગણાતા શ્રવણ ટોકીઝ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. લાંબા સમયથી જર્જરિક હાલતમાં રહેલા એક જૂના મકાનનું ધાબુ અચાનક ધડાકાભેર તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ દુર્ઘટના સમયે મકાનમાં પરિવારના સભ્યો હાજર હતા, જેઓ કાટમાળ નીચે ફસાઇ ગયા હતા. કાટમાળ નીચે એક જ પરિવારના 5 સભ્યો ફસાયા મળતી માહિતી પ્રમાણે, શ્રવણ ટોકીઝ પાસે આવેલું આ મકાન ઘણું જૂનું હતુ. અચાનક મકાનનો ઉપરનો ભાગ અને ધાબુ ધરશાયી થતા જોરદાર અવાજ આવ્યો હતો. જેને સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. કાટમાળ નીચે એક જ પરિવારના 5 સભ્યો દબાયા હોવાની જાણ થતા જ સ્થાનિકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. મોટી જાનહાનિ ટળી ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ફાયર ટીમે ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને તમામ 5 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદ્દનસીબે આ ઘટનામાં કોઇ મોટી જાનહાનિ થવા પામી નથી.આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદના શીલજમાં બન્યું હાઈટેક સ્મશાન, જાણો શું નવી મળશે સુવિધા

Read Full Story arrow_forward
Ahmedabad News : વાડજ બ્રિજ પર આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ, જાળી કૂદીને નીચે પડેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ
calendar_today January 2, 2026

Ahmedabad News : વાડજ બ્રિજ પર આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ, જાળી કૂદીને નીચે પડેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ

અમદાવાદના વ્યસ્ત એવા વાડજ બ્રિજ પર આજે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક યુવકે જીવન ટૂંકાવવાના ઈરાદે બ્રિજ પર લગાવેલી સુરક્ષા જાળી પરથી નીચે ઝંપલાવ્યું હતું. જોકે, આ ઘટના સમયે બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. યુવક જેવો નીચે કૂદ્યો કે તરત જ લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને સમયસૂચકતા વાપરીને દોરડાની વ્યવસ્થા કરી હતી. યુવકે હવામાં લટકતી હાલતમાં દોરડું પકડી રાખ્યું હતું, જેને કારણે તે નીચે નદીમાં કે જમીન પર પટકાતા બચી ગયો હતો.ફાયર ટીમ પહોંચે તે પહેલા જ લોકોએ જીવ બચાવ્યો આ ઘટના અંગે તુરંત જ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધી સ્થાનિક લોકો અને વાહનચાલકોએ દોરડું પકડી રાખી યુવકને હિંમત આપી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે અત્યાધુનિક સાધનોની મદદથી યુવકને સુરક્ષિત રીતે ઉપર ખેંચી લીધો હતો. આ નાટ્યાત્મક રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે બ્રિજ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, પરંતુ લોકોની માનવતાએ આજે એક અમૂલ્ય જીવ બચાવી લીધો હતો. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતીઓ તૈયાર રહેજો! રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

Read Full Story arrow_forward
Jamnagar News: 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા
calendar_today January 2, 2026

Jamnagar News: 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

જામનગર શહેરમાંથી 5 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાદે વસવાટ કરતા હોવાના કારણે પોલીસે ઝડપી લીધા છે. બાંગ્લાદેશી નાગરિકો ઝડપાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે હાલ જામનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ 5 બાંગ્લાદેશી નાગરિકોમાં 3 મહિલા અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે.જામનગર પોલીસ દ્વારા અટકાયત જામનગર શહેરમાંથી 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. જેમાં 3 મહિલા અને 2 પુરૂષની જામનગર પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસની તપાસમાં કંઇ વાંધાજનક વિગતો સામે આવી નથી. તેમ છતા સાવચેતીના ભાગ રૂપે હજુ પણ તેમની ગહન પૂછપરછ અને તપાસ કરવામાં આવશે. આ પણ વાંચો - Jamnagar News: પૈસાની લેતી દેતીમાં થયેલા હુમલામાં એકનુ મોત નિપજ્યું, પોલીસે સાત આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

Read Full Story arrow_forward