android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India : ગિગ વર્કર્સને મળશે સામાજિક સુરક્ષા લાભ, પરંતુ આ શરતો કરવી પડશે પૂરી
calendar_today January 2, 2026

India : ગિગ વર્કર્સને મળશે સામાજિક સુરક્ષા લાભ, પરંતુ આ શરતો કરવી પડશે પૂરી

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે સામાજિક સુરક્ષા સંહિતા (કેન્દ્રીય) નિયમો, 2025નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. આ નિયમોનો મુખ્ય હેતુ ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાનો છે. આજકાલ ડિલિવરી બોય, કેબ ડ્રાઈવર, ફ્રીલાન્સર અને અન્ય ગિગ કામદારો મોટી સંખ્યામાં કાર્યરત છે, પરંતુ તેમને અત્યાર સુધી નિયમિત કર્મચારીઓ જેવી સુરક્ષા મળતી ન હતી. પાત્રતા માટેની મુખ્ય શરતો નવા નિયમો મુજબ, જો કોઈ ગિગ કામદાર એક જ એગ્રીગેટર (જેમ કે ફૂડ ડિલિવરી અથવા રાઈડ હેલિંગ કંપની) સાથે કામ કરે છે, તો તેને ઓછામાં ઓછા 90 દિવસ કામ કરેલું હોવું જરૂરી છે. જો તે એકથી વધુ એગ્રીગેટર સાથે કામ કરે છે, તો પાછલા નાણાકીય વર્ષમાં કુલ 120 દિવસનું કામ પૂર્ણ કરેલું હોવું જોઈએ.  દિવસથી જ તે એગ્રીગેટર આ નિયમોમાં એક મહત્વપૂર્ણ વાત એ છે કે કામદાર જે દિવસે કમાણી શરૂ કરે છે, તે દિવસથી જ તે એગ્રીગેટર સાથે સંકળાયેલ ગણાશે. કમાણી કેટલી છે તે મહત્વનું નથી, કોઈપણ કેલેન્ડર દિવસે કમાયેલી આવક પાત્રતામાં ગણાશે. જો કોઈ ગિગ કામદાર એક જ દિવસે ત્રણ અલગ-અલગ એગ્રીગેટર્સ માટે કામ કરે, તો તે દિવસની ગણતરી ત્રણ દિવસ તરીકે થશે. નોંધણી અને ઓળખ 16 વર્ષથી વધુ ઉંમરના ગિગ કામદારો તેમના આધાર નંબર અને જરૂરી દસ્તાવેજો દ્વારા નોંધણી કરાવી શકશે. એગ્રીગેટર્સે કામદારોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે, જેના આધારે યુનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા યુનિક આઈડી બનાવવામાં આવશે. નોંધાયેલા દરેક કામદારોને ફોટા સહિતનું ડિજિટલ અથવા ભૌતિક ઓળખ કાર્ડ મળશે. સામાજિક સુરક્ષા લાભો આ નિયમો હેઠળ આરોગ્ય વીમા, જીવન વીમા અને વ્યક્તિગત અકસ્માત વીમા જેવા લાભો આપવામાં આવશે. એગ્રીગેટર્સ પાસેથી એકત્રિત થનારા યોગદાન માટે એક અલગ સામાજિક સુરક્ષા ભંડોળ બનાવવામાં આવશે, જેમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે રકમ જમા થશે. લાભોની મર્યાદા જો કોઈ નોંધાયેલ કામદાર 60 વર્ષની ઉંમર પાર કરે છે, તો તે સામાજિક સુરક્ષા યોજનાના નવા લાભો માટે પાત્ર રહેશે નહીં. જોકે, નિયમો મુજબ કામના દિવસોની પાત્રતા પૂરી થાય ત્યાં સુધી લાભો મળતા રહેશે. કેન્દ્ર સરકાર અસંગઠિત કામદારો માટેના રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડમાં વિવિધ કેટેગરીના ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સનું પ્રતિનિધિત્વ કરતા 5 સભ્યોને રોટેશનલ ધોરણે નોમિનેટ કરશે. આ ડ્રાફ્ટ નિયમો ગિગ કામદારો માટે એક મોટું અને સકારાત્મક પગલું છે, જે તેમને આર્થિક સુરક્ષા, ઓળખ અને ભવિષ્ય માટે વિશ્વાસ આપશે.આ પણ વાંચો : PM Modi Oman Visit: ભારત-ઓમાન બિઝનેસ ફોરમમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યુ બન્ને દેશ વચ્ચે નવી તકોનું થશે નિર્માણ

Read Full Story arrow_forward
Indiaમાં બુલેટ ટ્રેનનો યુગ: 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે પહેલો સફર
calendar_today January 2, 2026

Indiaમાં બુલેટ ટ્રેનનો યુગ: 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે પહેલો સફર

ભારતીય રેલ્વે જે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે, તે હવે એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. નવા વર્ષના અવસરે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેનને લઈને મહત્વની જાહેરાત કરી છે. ભારતની પ્રથમ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2027 સુધીમાં પાટા પર દોડતી જોવા મળશે.કયા શહેરો વચ્ચે દોડશે પ્રથમ બુલેટ ટ્રેન? રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સેવાની શરૂઆત તબક્કાવાર કરવામાં આવશે. પ્રથમ તબક્કો: શરૂઆતમાં આ ટ્રેન ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે. બીજો તબક્કો: ત્યારબાદ વાપીથી સુરત સુધીનો સેક્શન ખોલવામાં આવશે. અંતિમ લક્ષ્ય: ક્રમશઃ થાણે-અમદાવાદ સેક્શન ઉમેરાશે અને છેલ્લે મુંબઈથી અમદાવાદ સુધીનો આખો હાઈ-સ્પીડ કોરિડોર કાર્યરત થશે. કેટલું હશે ટિકિટનું ભાડું? બુલેટ ટ્રેનના ભાડાને લઈને સામાન્ય જનતામાં ભારે ઉત્સુકતા છે. જોકે સત્તાવાર દર હજુ જાહેર થયા નથી, પરંતુ પ્રારંભિક અંદાજો મુજબ; મુંબઈથી અમદાવાદ સુધીની મુસાફરીનું ભાડું ₹3,000 થી ₹5,000 ની વચ્ચે હોઈ શકે છે. સરકારનો પ્રયાસ છે કે ભાડું મધ્યમ વર્ગની પહોંચમાં રહે અને હવાઈ મુસાફરી કરતા સસ્તું હોય. સમયની બચત અને લક્ઝરી સુવિધાઓને ધ્યાને રાખીને ભાડાનું માળખું એ રીતે નક્કી કરવામાં આવશે કે મુસાફરોના ખિસ્સા પર વધુ ભાર ન પડે. રેલવે મંત્રીનો આશાવાદ અશ્વિની વૈષ્ણવે હળવાશથી લોકોને તૈયારી કરી લેવા જણાવ્યું છે કારણ કે બુલેટ ટ્રેન હવે દૂર નથી. આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીનો સમય જ નહીં ઘટાડે, પરંતુ બે મોટા રાજ્યો (ગુજરાત અને મહારાષ્ટ્ર) વચ્ચેના આર્થિક જોડાણને પણ નવી ગતિ આપશે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot: જસદણમાં સંદેશ ન્યૂના અહેવાલની ધારદાર અસર, રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી નબળી જણાતા તંત્ર આવ્યું હરકતમાં
calendar_today January 2, 2026

Rajkot: જસદણમાં સંદેશ ન્યૂના અહેવાલની ધારદાર અસર, રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી નબળી જણાતા તંત્ર આવ્યું હરકતમાં

જસદણ શહેરમાં રિવરફ્રન્ટના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને લોલમલોલ કામગીરી સામે સંદેશ ન્યૂઝ દ્વારા જે સત્ય બહાર લાવવામાં આવ્યુ હતુ. તેની આજે ધારાર અસર જોવા મળી છે. જસદણ નગરપાલિકા દ્વારા આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થઇ રહેલા આ પ્રોજેક્ટમાં અત્યંત નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાની ફરિયાદ બાદ જ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી હાલ બંધ કરી દેવામાં આવી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરતતમાં આવ્યું સમગ્ર મામલો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હરકતમાં આવતા નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેને રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી. ચેરમેને જ્યારે બાંધકામની ગુણવત્તા ચકાસી ત્યારે લોટ-પાણીને લાકડા જેવી સ્થિતિ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. લોકોની સુખાકારી માટે બની રહેલા આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હતી, જેનો પર્દાફાશ થતા ચેરમેને જાહેરમાં જ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. ગુણવત્તામાં નબળાઇ આવતા કામ બંધ કરાયું સામાન્ય રીતે સરકારી કામોમાં પેચવર્ક કરીને મામલો થાળે પાડવામાં આવતો હોય છે, પરંતુ આ કિસ્સામાં સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. ચેરમેને આદેશ આપ્યો છે કે અત્યાર સુધી કરવામાં આવેલું નબળું કામ સંપૂર્ણપણે ખોદીને ફરીથી નવેસરથી બનાવવામાં આવશે. કોન્ટ્રાક્ટરને કડક સૂચના અપાઈ છે કે જો ગુણવત્તામાં સહેજ પણ બાંધછોડ થશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે. આ પણ વાંચોઃ Suratમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો વિવાદ શમ્યો, માતા પિતા વચ્ચે મનમેળ થતા કેસ પાછો ખેંચાયો

Read Full Story arrow_forward