android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhujમાં તંત્રનું બુલડોઝર ફર્યું: RTO સર્કલ અને ફાયર સ્ટેશન પાસેના ગેરકાયદે દબાણોનો સફાયો
calendar_today January 1, 2026

Bhujમાં તંત્રનું બુલડોઝર ફર્યું: RTO સર્કલ અને ફાયર સ્ટેશન પાસેના ગેરકાયદે દબાણોનો સફાયો

કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં ટ્રાફિક અને જાહેર માર્ગો પર થતી અડચણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા RTO સર્કલ અને ફાયર સ્ટેશન આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ખાસ કરીને ફાયર સ્ટેશનની બિલકુલ સામે આવેલા ગેરકાયદેસર દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા.દુકાનની બહારના પતરાના શેડ તોડાયાઅનેક દુકાનદારોએ રસ્તા અને ફૂટપાથ પર અતિક્રમણ કરીને જે પતરાના શેડ બનાવ્યા હતા, તેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફૂટપાથ પર પથરાયેલા ગેરકાયદે ઓટલા અને અન્ય કાચા-પાકા બાંધકામોનો પણ સફાયો કરવામાં આવ્યો હતો. RTO સર્કલ એ શહેરનો વ્યસ્ત વિસ્તાર હોવાથી ત્યાં દબાણોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. ફૂટપાથ પરના ગેરકાયદે બાંધકામ તોડાયાફૂટપાથ ખુલ્લી થવાથી રાહદારીઓને ચાલવામાં સરળતા રહેશે અને રોડની પહોળાઈ વધતા વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફાળ પડી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ગેરકાયદે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે જેથી શહેરના સૌંદર્ય અને વ્યવસ્થા જળવાઈ રહે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi: મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકે કારને 50 ફૂટ સુધી ઢસડી, અકસ્માતના હચમચાવી દેતા CCTV વાયરલ
calendar_today January 1, 2026

Morbi: મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકે કારને 50 ફૂટ સુધી ઢસડી, અકસ્માતના હચમચાવી દેતા CCTV વાયરલ

મોરબી શહેરની વ્યસ્ત ગણાતી મહેન્દ્રનગર ચોકડી પાસે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરવા માટે ઉભેલી એક કારને પાછળથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા કાર પચાસ ફૂટ સુધી રોડ પર ઢસડાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.ટ્રકે કારને 50 ફૂટ સુધી ઢસડીમળતી માહિતી મુજબ, મહેન્દ્રનગર ચોકડી પાસે એક કાર ચાલક રોડ ક્રોસ કરવા માટે પોતાની કાર ઉભી રાખીને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ટ્રેલરે આગળ ઉભેલા ટ્રક ટ્રેલરને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે આગળ રહેલો ટ્રક સીધો જ કાર સાથે અથડાયો હતો.ટ્રકની ટક્કર લાગતા જ કાર આગળની તરફ ધકેલાઈટ્રકની ટક્કર લાગતા જ કાર આગળની તરફ ધકેલાઈ હતી અને લગભગ 50 ફૂટ દૂર સુધી રોડ પર ઢસડાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હતો. જોકે, સદનસીબે આટલા મોટા અકસ્માતમાં પણ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે એક ચમત્કાર સમાન માનવામાં આવે છે.વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલઆ અકસ્માત કઈ તારીખે અને કયા સમયે બન્યો હતો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ હાલમાં આ સીસીટીવી ફૂટેજ મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં વાયરલ થઈ રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતી મહેન્દ્રનગર ચોકડી પર આ પ્રકારના અકસ્માતો વધતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: ઇન્કમટેક્સ બચાવવાના બહાને મિત્રનું બેંક એકાઉન્ટ વાપરી 25 લાખનું સાયબર ફ્રોડ કરનાર બંટી-બબલી ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabad News : 30 લાખ ફૂલો સાથે ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
calendar_today January 1, 2026

Ahmedabad News : 30 લાખ ફૂલો સાથે ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

અમદાવાદમાં દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. અઢળક રંગબેરંગી ફૂલોથી આબેહૂબ પ્રતિકૃતિઓને બનાવવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોએ વૈશ્વિક સ્તરે પોતાનો ડંકો વગાડ્યો છે. સતત ત્રીજા વર્શે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડર્સમાં સ્થાન મેળવ્યુ છે. આ સિદ્ધિ બદલ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ તરફથી સત્તાવાર સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે, જે શહેર માટે ગૌરવની ક્ષણ છે. ફ્લાવર શોમાં ફ્લાવર મંડળ રહ્યુ આકર્ષણનું કેન્દ્ર 30 મીટરનું ફ્લાવર મંડળ આ વર્ષના ફ્લાવર શોમાં એન્જિનિયરિંગ અને આર્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. અહીં અંદાજે 30 મીટર લાંબુ વિશાળ ફ્લાવર મંડળ તૈયાર કરવામાં આવ્યું છે. આ મંડળ તેની ભવ્યતા અને ફૂલોની સજાવટના કારણે મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ જ વિશેષતાએ તેને વર્લ્ડ રેકોર્ડની યાદીમાં સ્થાન અપાવ્યું છે. લોખંડી પુરુષને પુષ્પાંજલિ: સરદાર પટેલનું ફૂલ ચિત્ર વર્લ્ડ રેકોર્ડની સાથે સાથે કળાના ક્ષેત્રમાં પણ આ શોએ એક અલગ છાપ ઉભી કરી છે. શોમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અત્યંત સુંદર અને આબેહૂબ ફ્લાવર પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. વિવિધ રંગના જીવંત ફૂલો દ્વારા તૈયાર કરાયેલ આ ચિત્ર રાષ્ટ્રીય ગૌરવની સાથે પ્રકૃતિના અદભૂત સમન્વયને દર્શાવે છે. સતત ત્રીજા વર્ષે મેળવી સફળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ દર વર્ષે નવા શિખરો સર કરી રહ્યો છે. સતત ત્રણ વર્ષથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એન્ટ્રી મેળવવી એ આયોજકોની મહેનત અને સર્જનાત્મકતાનું પરિણામ છે. આ રેકોર્ડથી માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું નામ વિશ્વના પ્રવાસન નકશા પર વધુ મજબૂત બન્યું છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા મુલાકાતીઓ માટે આ વર્ષનો ફ્લાવર શો માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ એક ઉત્સવ બની રહ્યો છે. આ પણ વાચોઃ  Viramgam: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલા હસ્તે નવા વર્ષની ભેટ, 497 કરોડના વિવિધ વિકાસકાર્યોનું કરાયું ખાતમુહૂર્ત

Read Full Story arrow_forward