android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jetpur: ધોરાજી રોડ પર દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
calendar_today January 1, 2026

Jetpur: ધોરાજી રોડ પર દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર લાંબા સમયથી ચાલી રહેલા દેશી દારૂના અડ્ડાઓથી કંટાળીને સ્થાનિક મહિલાઓએ જાતે જ મોરચો સંભાળ્યો હતો અને 'જનતા રેડ' પાડીને દારૂનું વેચાણ ખુલ્લું પાડ્યું હતું. જેતપુરના ધોરાજી રોડ વિસ્તારમાં એક મહિલા દ્વારા સંચાલિત દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિક રહીશો, ખાસ કરીને મહિલાઓ, આ અસામાજિક પ્રવૃત્તિથી અત્યંત પરેશાન હતી. વારંવારની રજૂઆતો છતાં વેચાણ બંધ ન થતા, આજે મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઈને આ અડ્ડા પર અચાનક દરોડો પાડ્યો હતો.દેશી દારૂના અડ્ડા પર જનતા રેડજ્યારે મહિલાઓએ આ અડ્ડા પર જનતા રેડ કરી ત્યારે ત્યાંથી મોટી માત્રામાં દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. મહિલાઓએ આ દારૂનો જથ્થો પકડી પાડીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરોડાને કારણે વિસ્તારના બુટલેગરોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ જેતપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાઓની ફરિયાદના આધારે સ્થળ પરથી મહિલા બુટલેગરની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સ્થાનિક લોકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો: Patan : હારીજના અડિયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, હોટલમાં જમ્યા બાદ પૈસાની લેતી દેતી બાબતે થઇ બબાલ, 2ને ઇજા

Read Full Story arrow_forward
Jamnagar News: પૈસાની લેતી દેતીમાં થયેલા હુમલામાં એકનુ મોત નિપજ્યું, પોલીસે સાત આરોપીઓને રાઉન્ડઅપ કર્યા
calendar_today January 1, 2026

Jamnagar News: પૈસાની લેતી દેતીમાં થયેલા હુમલામાં એકનુ મોત નિપજ્યું, પોલીસે સાત આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

જામનગર તાલુકાના સચાણા ગામમાં 2026ના પ્રારંભે જ એક માછીમાર આધેડની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. માછીમારી ઝાળના પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ થયા બાદ સચાણામા 10 સભ્યો પર હુમલો થતાં તંગદિલી સર્જાઈ હતી.જેમાં એક વ્યક્તિનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.જ્યારે અન્ય 9 ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયા છે.પોલીસે ફરિયાદના આધારે 14 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે 7 આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.જેમાં 6 શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. માછીમારીની જાળના પૈસા બાબતે વિવાદ જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા માછીમારી સાથે જોડાયેલા હાજી બચુભાઈએ અકબર દાઉદ બુચડ પાસે માછીમારીની ઝાળ ખરીદી હતી.જેના પાંચ લાખ રૂપિયા આપવાના હતા. જેમાંથી 4 લાખ રૂપિયા આપી દીધા હતા અને બાકીની રકમ તા.1 જાન્યુઆરીના રોજ આપવાનું નક્કી કરાયુ હતું.જોકે આ દરમિયાન અકબર દાઉદ બુચડને રૂપિયા 31 તારીખે જ જોઈતા હોવાથી માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખીને આરોપી ગઈકાલે સાંજે તેના અન્ય સાગરીતો સાથે હાજી બચુ કકલ અને તેના પરિવારની ત્રણ મહિલા સહિતના અન્ય સભ્યો પર હુમલો કર્યો હતો. 14 પૈકી સાત આરોપીઓને રાઉન્ડઅપ કરાયા જેમાં આરોપીઓએ માર મારતાં હાજી બચુ કક્કલને ઇજા થઇ હતી.આ દરમ્યાન ઘરના સભ્યો બચાવવા માટે ત્યા આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના પરિવારજનો પર પણ છરી, તલવાર અને ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં તમામને નાની મોટી ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર ઈજા પામેલા ઈસ્માઈલભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હાજી બચુ કક્કલે પોલીસ સમક્ષ 14 આરોપીઓ સામે હુમલા તેમજ હત્યા અંગેની ફરીયાદ નોંધાવી છે. જે 14 આરોપીઓ પૈકી પોલીસે સાતને રાઉન્ડઅપ કરી દીધા છે.જ્યારે બાકીના આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Patan માં ઠાકોર સમાજની બેઠક, કુરિવાજોને દૂર કરવા લેવાયા આ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો

Read Full Story arrow_forward
Ambaji શિખર પર હવે માત્ર 5 મીટરની જ ધજા ચડશે, સુવર્ણ શિખરની જાળવણી માટે મોટો નિર્ણય
calendar_today January 1, 2026

Ambaji શિખર પર હવે માત્ર 5 મીટરની જ ધજા ચડશે, સુવર્ણ શિખરની જાળવણી માટે મોટો નિર્ણય

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શિખર પર ચડાવવામાં આવતી ધજાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો જૂના ધ્વજદંડ અને લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સુવર્ણ શિખરની જાળવણી અને સુરક્ષાના હેતુથી હવે મંદિરના શિખર પર માત્ર 5 મીટર સુધીની લંબાઈ ધરાવતી ધજા જ ચડાવી શકાશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અતિશય લાંબી અને વજનદાર ધજાઓને કારણે પવનના દબાણથી ધ્વજદંડ અને સુવર્ણ શિખરની મજબૂતી પર વિપરીત અસર પડવાની શક્યતા રહેતી હોય છે, જેના નિવારણ માટે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે.ભક્તોની આસ્થા અને સુરક્ષાનો સમન્વય નવા નિયમ મુજબ, જો કોઈ શ્રદ્ધાળુ 5 મીટરથી વધુ લંબાઈ ધરાવતી ધજા લઈને આવશે, તો તે ધજા શિખર પર ચડાવી શકાશે નહીં. જોકે, ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ટ્રસ્ટ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે આવી લાંબી ધજાઓ માતાજીના ચરણોમાં અર્પણ કરી શકાશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિરની ઐતિહાસિક ધરોહર અને સુવર્ણ કામગીરીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાનો છે. શ્રદ્ધાળુઓએ પણ મંદિરના આ વહીવટી નિર્ણયને આવકારીને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો : Surat માં હાઈટેક ડ્રગ્સ રેકેટ ઝડપાયું, વોટ્સએપ-ઇન્સ્ટાથી વેચાતું હતું 'મોતનું સસ્તું બળતણ'

Read Full Story arrow_forward