android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરત શહેરમાં ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકયો, ખેડૂતોને ફરી પડતા પર પાટુ જેવી સ્થિતિ
calendar_today January 1, 2026

Surat News : સુરત શહેરમાં ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકયો, ખેડૂતોને ફરી પડતા પર પાટુ જેવી સ્થિતિ

સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. ધુમ્મસભર્યા વાતાવરણને લઈ સ્થાનિકો પણ ચિંતામાં મૂકાયા છે અને વિઝીબિલીટી ઝીરો થઈ હોવાની વાત સામે આવી છે.ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકયો બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ભરશિયાળે અનેક વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક ભોગમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા છે. કમોસમી વરસાદના પગલે જીરું, રાયડો, એરંડા, ઘઉં, ચણા, તુવેર, ધાણા, ઈસબગુલ સહિતના રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કચ્છના રાપર તાલુકામાં ચોમાસા જેવો વરસાદ પડતા પાણી વહેવા લાગ્યા હતા. સૌરાષ્ટ્રમાં ધોરાજી પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો પોરબંદર, દ્વારકા, કલ્યાણપુર, જુનાગઢ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડયાં હતાં. ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ, લખપત, અબડાસા અને ગાંધીધામ તાલુકાનાં ગામોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડયાં હતાં. કમોસમી વરસાદને લીધે રવિ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. બનાસકાંઠાના ભાભર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભર બપોરે આકાશમાં વાદળો ઘેરાયા હતા અને અચાનક કમૌસમી વરસાદ શરૂ થયો હતો. વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટાં પડયાં વાવ, થરાદ, સુઈગામ અને ધરણીધર સહિતના પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટાં પડયાં છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરમાં સાંજે ૫ વાગ્યાથી કાલાવડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડયો હતો. એ સિવાય ધોરાજી પંથકમાં સાંજે ૪ વાગ્યા બાદ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના ગેલેક્સી ચોક, અવેડા ચોક, સ્ટેશન રોડ, જમનાવાડ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયાં હતાં. એ સિવાય પોરબંદર, દ્વારકા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ થયો હતો. જૂનાગઢના માળિયાહાટીના પંથકમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા પડયાં હતાં. આ પણ વાંચો : Agriculture News : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ

Read Full Story arrow_forward
Rajkot ના ન્યારા ગામમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, ખેતરમાં ઊભા રહેલા ઘઉં ઢળી પડ્યા
calendar_today January 1, 2026

Rajkot ના ન્યારા ગામમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, ખેતરમાં ઊભા રહેલા ઘઉં ઢળી પડ્યા

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પલટાયેલા હવામાનના કારણે વિવિધ વિસ્તારોમાં માવઠું થઇ રહ્યું છે અને તેના કારણે શિયાળુ પાકને નુકશાન થઇ રહ્યું છે જેથી ખેડૂતોને ફરી એક વાર નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.રાજકોટના ન્યારા ગામમાં કમોસમી વરસાદ  રાજકોટના ન્યારા ગામમાં ગઈકાલે બપોર બાદ આવેલા કમોસમી વરસાદને કારણે ખેતપાકને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ઉભા રહેલા ઘઉંના પાક ઢળી પડતા ખેડૂતોને ગંભીર ચિંતાનો સામનો કરવો પડ્યો છે. ધાણાના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઘઉં સિવાયના ધાણાના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે આ અચાનક વરસાદથી તેમને આ સિઝનમાં મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે. આ પણ વાંચો---   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Banaskantha News : અંબાજીમાં વહેલી સવારથી 'બોલ માડી અંબે'ના નાદ સાથે મંદિર ગૂંજી ઉઠ્યું
calendar_today January 1, 2026

Banaskantha News : અંબાજીમાં વહેલી સવારથી 'બોલ માડી અંબે'ના નાદ સાથે મંદિર ગૂંજી ઉઠ્યું

નવા વર્ષ 2026 ના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વર્ષના પ્રારંભે જ માતાજીના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. "બોલ માડી અંબે, જય જય અંબે" ના ગગનભેદી નાદ સાથે સમગ્ર મંદિર પરિસર અને અંબાજીના માર્ગો ભક્તિમય બની ગયા હતા. ભક્તોએ ભારે ઉત્સાહ સાથે માતાજીના દર્શન કરી નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.અંબાજી ધામમાં શ્રદ્ધાનો ઘોષ સ્થાનિક વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની ભારે ભીડને જોતા દર્શનની વ્યવસ્થા સુચારૂ જળવાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારની મંગળા આરતીથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થયો હતો, જે મોડી સાંજ સુધી અવિરત રહ્યો હતો. ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા યાત્રાળુઓએ ચાચર ચોકમાં ગરબે રમી અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. રજાનો માહોલ અને નવા વર્ષનો ઉત્સાહ હોવાથી અંબાજીના બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી રહી છે. આ પણ વાંચો : Ahmedabad News : નવા વર્ષની ભેટ, ગુજરાતમાં CNG ના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવા રેટ

Read Full Story arrow_forward