android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad માં આજે થી શરૂ થયો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026, સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે
calendar_today January 1, 2026

Ahmedabad માં આજે થી શરૂ થયો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026, સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે

અમદાવાદમાં આજથી 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 શરૂ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફ્લાવર શોની થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી આ વર્ષના ફ્લાવર શોની થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી છે. આ થીમ હેઠળ ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફર રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરી રજૂ કરવામાં આવી છે. સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ ખાસ આકર્ષણ તરીકે 30 મીટરનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ ગિનિસ બુક માટે તૈયાર કરાયું છે. 6 ઝોનમાં ફ્લાવરથી બનેલા પ્રકલ્પો શોમાં કાશ્મીર જેવા અદ્ભુત નજારા, રાષ્ટ્રીય એકતા અને પૌરાણિક કથાઓ પણ દર્શાવવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ, નૃત્યો અને બાળકો માટે વિશેષ ઝોન પણ બનાવવામાં આવી છે. કુલ 6 ઝોનમાં ફ્લાવરથી બનેલા પ્રકલ્પો મુલાકાતીઓનું મન મોહી લેશે. ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પણ વાંચો-----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Rajkot : સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાનો આરોપી ન ઝડપાતા તબીબો હડતાળ પર ઉતર્યા, ઈમરજન્સી સિવાયની સેવાઓ બંધ
calendar_today January 1, 2026

Rajkot : સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાનો આરોપી ન ઝડપાતા તબીબો હડતાળ પર ઉતર્યા, ઈમરજન્સી સિવાયની સેવાઓ બંધ

રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં તબીબો આજે હડતાળ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ત્યારે ફૂટ્યો જયારે ન્યુરો વિભાગમાં તબીબ પર થયેલા હુમલાનો આરોપી હજુ પકડાયો નથી.જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાળ પર છે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાળ પર છે જેમાં જવાબદાર આરોપીની ધરપકડ કરવી, એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરીને તબીબોની સુરક્ષા મજબૂત કરવી, આરોપીના PMJAY કાર્ડ રદ કરવાની કાર્યવાહી કરાય અને આરોપીની જાહેર માફી સાથે ડોક્ટરોની સુરક્ષા અંગેની ગેરંટી અપાય તેનો સમાવેશ થાય છે. ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ આ હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહી છે, જેના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. તબીબોએ કાયમી સુરક્ષાની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. દર્દીના સગાએ ડોક્ટર પર હુમલો કર્યો હુંમલાનો મામલો ખાસ કરીને ન્યુરો વિભાગમાં થયો હતો, જ્યાં દર્દીના સગાએ ડોક્ટર પર હુમલો કર્યો હતો. તબીબો આશા રાખે છે કે સરકાર અને પોલીસ ઝડપી પગલાં લઈને હોસ્પિટલમાં સુરક્ષા વધારશે. આ પણ વાંચો----  LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Happy New Year 2026 : શક્તિ, શિવ અને કૃષ્ણના શરણોમાં નૂતન વર્ષનો પ્રારંભ, પાવાગઢ, સોમનાથ અને દ્વારકામાં માનવ મહેરામણ
calendar_today January 1, 2026

Happy New Year 2026 : શક્તિ, શિવ અને કૃષ્ણના શરણોમાં નૂતન વર્ષનો પ્રારંભ, પાવાગઢ, સોમનાથ અને દ્વારકામાં માનવ મહેરામણ

નવા વર્ષના મંગલ પ્રારંભે પાવાગઢ શક્તિપીઠ ખાતે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મા મહાકાળીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. નિજ મંદિરમાં માતાજીને અત્યંત મનોહર અને અદ્દભૂત શણગાર કરવામાં આવ્યો હતો. માઈભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી નવા વર્ષમાં સુખ-શાંતિની પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.સોમનાથ મહાદેવના કરો દર્શન બીજી તરફ, ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. નવા વર્ષના પ્રથમ સૂર્યોદય સાથે જ હજારો ભાવિકો મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા. "હર હર મહાદેવ"ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ મહાદેવના દર્શન અને અભિષેક કરી નવા વર્ષની મંગલમય શરૂઆત કરી હતી. દ્રકાધીરના કરો દર્શ દ્વારકા નગરીમાં જગતગુરુ ભગવાન દ્વારકાધીશના મંગલા દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી હતી. કૃષ્ણભક્તિમાં લીન થઈને ભક્તો દુર-દુરથી કાળિયા ઠાકોરના દર્શનાર્થે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પોતાની જાતને કૃતાર્થ માની હતી. આમ, ગુજરાતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આ પણ વાંચો : Junagadh News : ગિરનારના ગઢ જીતવા યુવાશક્તિ સજ્જ, 4 જાન્યુઆરીએ યોજાશે રાજ્યકક્ષાની સ્પર્ધા

Read Full Story arrow_forward