Ahmedabad માં આજે થી શરૂ થયો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026, સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે
અમદાવાદમાં આજથી 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 શરૂ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફ્લાવર શોની થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી આ વર્ષના ફ્લાવર શોની થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી છે. આ થીમ હેઠળ ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફર રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરી રજૂ કરવામાં આવી છે. સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ ખાસ આકર્ષણ તરીકે 30 મીટરનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ ગિનિસ બુક માટે તૈયાર કરાયું છે. 6 ઝોનમાં ફ્લાવરથી બનેલા પ્રકલ્પો શોમાં કાશ્મીર જેવા અદ્ભુત નજારા, રાષ્ટ્રીય એકતા અને પૌરાણિક કથાઓ પણ દર્શાવવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ, નૃત્યો અને બાળકો માટે વિશેષ ઝોન પણ બનાવવામાં આવી છે. કુલ 6 ઝોનમાં ફ્લાવરથી બનેલા પ્રકલ્પો મુલાકાતીઓનું મન મોહી લેશે. ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પણ વાંચો----- LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો
Read Full Story arrow_forward