android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જામ્યો ફૂલોનો મેળો, આ ફૂલડાંની સુંગધ તમારૂ મન મોહી લેશે, વાંચો Inside Story
calendar_today January 1, 2026

Ahmedabad News : અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જામ્યો ફૂલોનો મેળો, આ ફૂલડાંની સુંગધ તમારૂ મન મોહી લેશે, વાંચો Inside Story

ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતાં આ ભવ્ય ઉત્સવને આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી માણી શકાશે. આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬’ના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શૉનાં વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત, અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને સૌએ બિરદાવ્યા પણ હતા.સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવ્યું સ્કલ્પચર આ પ્રદર્શનમાં ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયું હતું. વધુમાં, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે. તદુપરાંત, યુનેસ્કો દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર- દિવાળી’ પર વિશેષ કૃતિ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ-અલગ આયામોને ઉજાગર કરશે. ચાઇલ્ડ કૅર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બની રહેશે જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વિતા અને આધુનિક વિકાસની ગાથા સામેલ છે. મુલાકાતીઓને એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધવાની સાથે પ્રાચીનથી અર્વાચીન ભારતની સમગ્ર સમયયાત્રાનો અનુભવ થશે. અહીં ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને નજીકથી અનુભવી શકશે. વધુમાં, ખાસ ઑડિયો ગાઇડ પણ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શૉમાં વિવિધ સ્થળ પર ક્યૂઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિષેની માહિતી મેળવી શકાશે. આ સિવાય, સોવેનિયર શોપ, નર્સરી, ચાઇલ્ડ કૅર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બની રહેશે. જનભાગીદારીથી આયોજિત આ ફ્લાવર શૉમાં ઘણા સ્વતંત્ર કોર્પોરેટ અને સરકારી એકમો આ આયોજનમાં ભાગીદાર બન્યા છે આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, અમદાવાદના ધારાસભ્યો સર્વ અમિત ઠાકર, જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ તથા કોર્પોરેટ એકમોના પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬નાં મહત્ત્વનાં આકર્ષણો •ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન અને ૩૦ મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ ફ્લાવર શૉના મહત્ત્વનાં આકર્ષણો •દેશની હાઈ-સ્પીડ રેલ, નવીનીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને ફૂલોના માધ્યમથી રજૂ કરાઈ વિશ્વકક્ષાનો અમદાવાદ ફ્લાવર શૉ-૨૦૨૬ ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિની સુંદરતાનો સંગમ રજૂ કરે છે આ વાર્ષિક રંગોત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિપ્રેમીઓ મુલાકાત લે છે. એટલું જ નહીં, ફૂલોની ફોરમની સાથે માનવીય કલાકારીગીરીની અગણિત યાદો પણ સાથે લઈને જાય છે. આ ફૂલ મહોત્સવ એક પ્રદર્શન ન રહેતા, પર્યાવરણીય જાગૃતિ અને સસ્ટેનેબિલિટી તેમજ અમદાવાદ શહેરની જૈવવિવિધતા અને ઈકોફ્રેન્ડલી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. જે નાગરિકોને પણ પર્યાવરણ અંગે જાગૃત કરી, તેમને આ ફ્લાવર શૉમાં સંસ્કૃતિ અને પ્રકૃતિના સંવર્ધન માટે ભાગીદાર બનવા પ્રોત્સાહન પૂરું પાડે છે. ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશદ્વારથી શરૂ થશે જ્યાં બે વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે. પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જશે. પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ફૂલકળાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ, હોળીના રંગો અને ઉલ્લાસ, ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જિવંત સ્વરૂપ આપવામાં આવશે. આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે. ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો ‘શાશ્વત ભારત’ ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે આ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્ર મંથન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામસેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રીતે પુનઃરચિત કરવામાં આવ્યા છે. જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે જોડે છે. આ સાથે ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્ય પરંપરાઓને સમર્પિત ઝોનમાં કુચિપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવાં નૃત્ય સ્વરૂપોની સૌમ્યતા રજૂ થશે. આ ઝોનના કેન્દ્રમાં ભગવાન નટરાજની પ્રતિમા ભારતની કલાત્મક સમૃદ્ધિ, પરંપરાની સતતતા અને તાલની સર્વવ્યાપી ભાષાનું પ્રતીક બની રહેશે. સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન આધુનિક ભારતની પ્રગતિને દર્શાવતો ‘ભારતની સિદ્ધિઓ’ ઝોન ફૂલોના માધ્યમથી દેશની હાઈ-સ્પીડ રેલ, નવીવીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે. આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી નવીનતાના સંતુલિત વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરશે. પ્રદર્શનનું એક મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતાનું પ્રતીકાત્મક ઝોન રહેશે, જેમાં ૩૦ મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ કરવામાં આવશે. સ્પ્રિન્કલિંગ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ લગાવવામાં આવી ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવર શો-૨૦૨૬ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડમાં ડિસ્પ્લે માટે લગાવવામાં આવેલા સીઝનલ પ્લાન્ટ્સની જાળવણી માટે ટ્રેક્ટર કે પાઈપ જેવી પરંપરાગત વોટરિંગ પદ્ધતિના બદલે ૧૦,૫૨૪ ચો.મીટર એરીયામાં સ્પ્રિન્કલિંગ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ લગાવવામાં આવી છે. મુલાકાતીઓની સુગમતા માટે ચાર ખાસ પ્રવેશદ્વાર -ગેટ નંબર ૧ – ફ્લાવર પાર્ક, એલિસબ્રિજ પાસે, રિવરફ્રન્ટ વેસ્ટ -મલ્ટિલેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવર બ્રિજ ઉપરથી -ગેટ નંબર ૪ – ઇવેન્ટ સેન્ટર, રિવરફ્રન્ટ વેસ્ટ -પૂર્વ પ્રવેશ, અટલ બ્રિજનો પૂર્વ છેડો, રિવરફ્રન્ટ પૂર્વ ટિકિટના દર તથા સમય મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર પ્રવેશ દર રૂ. ૮૦/- તથા શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પ્રવેશ દર રૂ. ૧૦૦/- રહેશે. વધુમાં, તમામ પ્રકારના દિવ્યાંગો, સૈનિકો, ૧૨ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરનાં બાળકો તથા અ.મ્યુ.કો. હસ્તકની શાળાનાં વિદ્યાર્થીઓ માટે તમામ દિવસોએ નિ:શુલ્ક પ્રવેશ રહેશે. અ.મ્યુ.કો. સિવાયની શાળાઓનાં બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે ૯:૦૦ થી ૧:૦૦ સુધી પ્રવેશ દર રૂ.૧૦/- રહેશે. વધુમાં, મુલાકાતીઓ માટે સવારે ૮ થી ૯ તેમજ રાત્રે ૧૦ થી ૧૧ સુધી પ્રાઈમ ટાઈમ સ્લોટમાં રૂ. ૫૦૦/- પ્રવેશ દર રહેશે. આ પણ વાંચો : Agriculture News : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ

Read Full Story arrow_forward
Surat News : લિંબાયતમાં નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા, કાયદો અને વ્યવસ્થા સામે સવાલ
calendar_today January 1, 2026

Surat News : લિંબાયતમાં નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા, કાયદો અને વ્યવસ્થા સામે સવાલ

ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારમાં જયેશ પટેલ નામના યુવકની ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘાતકી ખેલને અંજામ આપનાર આરોપીઓ વિશાલ વાઘ અને રાકેશ ગંગે હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. સરેઆમ થયેલી આ હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.લિબાયત મર્ડર કેસ સુરત શહેરમાં ક્રાઈમ રેટ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, કારણ કે એક જ દિવસમાં હત્યાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. લિંબાયતની આ ઘટનામાં માથાભારે શખ્સોએ અંગત અદાવત અથવા સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈને જયેશ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું કરુણ મોત નીપજ્યું છે. પોલીસ હાલ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના આક્ષેપો વચ્ચે આ ડબલ મર્ડરની ઘટનાઓએ પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. આ પણ વાંચો : Navsari માં કુદરતનો મિજાજ બદલાયો, વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા

Read Full Story arrow_forward
Ahmedabad News: પોલીસનો સપાટો, દારૂ પીધેલા 123 લોકો પકડાયા
calendar_today January 1, 2026

Ahmedabad News: પોલીસનો સપાટો, દારૂ પીધેલા 123 લોકો પકડાયા

ગત રાત્રી વર્ષ 2025ની અંતિમ રાત્રી હતી. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી ખુબ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આવામાં ઘણા લોકો નશો કરીને નવા વર્ષને આવકારતા હોય છે. આવા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ઘણા લોકો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે.123 લોકોના સેમ્પલ લઇને FSLમાં મોકલાયામાં આવ્યા અમદાવાદ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની રાત્રીએ નશાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા દારૂ પીધેલી હાલતમાં 123 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. 31 ડિસેમ્બરની ઉજવણી નશાખોરી કરીને કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા 123 લોકોના સેમ્પલ લઇને FSLમાં મોકલાયામાં આવ્યા છે. ઘણા લોકો દારૂ પીને 31ની ઉજવણી કરવા જાહેરમાં રોડ રસ્તા પર નીકળી પડે છે. આવા લોકો લોકો સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સઘન ચેંકિંગ કરવામાં આવ્યું પીધેલા લોકોને પકડ્યા બાદ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ માટે લાવવમાં આવ્યા હતા.અસારવા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલ સાંજથી સવારના 8 વાગ્યા સુધીમાં દારૂ પીધેલા 123 લોકોને સિવિલ લાવવમાં આવ્યા હતા. આ 123 લોકોના સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે. દારૂબંધીનો કડક અમલ કરવા માટે 31 ડિસેમ્બરની રાત્રીએ સમગ્ર ગુજરાતમાં સઘન ચેંકિંગ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો - Ahmedabad News : નવા વર્ષની ભેટ, ગુજરાતમાં CNG ના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવા રેટ

Read Full Story arrow_forward