android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat માં નવા વર્ષે મંદિરમાં ચોરી, ઉધનાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક
calendar_today January 1, 2026

Surat માં નવા વર્ષે મંદિરમાં ચોરી, ઉધનાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ભગવતી નગરના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ ચોરીની ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026ના પ્રારંભે જ્યારે લોકો મંદિરે દર્શન કરવા જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તસ્કરોએ આ પવિત્ર સ્થાનને નિશાન બનાવ્યું હતું. મંદિરમાં પ્રવેશેલા તસ્કરોએ દાનપેટી અને અન્ય જગ્યાએ રોકડ રકમ શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા તેઓએ મંદિરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.રોકડ ન મળી તો તોડફોડ કરી તસ્કરો એટલા સાતિર હતા કે પકડાઈ જવાની બીકે તેઓ મંદિરમાં લાગેલા CCTV કેમેરા અને DVR પણ પોતાની સાથે ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસને કોઈ પુરાવા ન મળી શકે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને એફએસએલ (FSL) તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે. નવા વર્ષની વહેલી સવારે જ આંતક મચાવનાર આ તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે આસપાસના રસ્તાઓના ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. આ પણ વાંચો : Surat News : લિંબાયતમાં નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા, કાયદો અને વ્યવસ્થા સામે સવાલ

Read Full Story arrow_forward
Gold Silver Price Today: નવા વર્ષે સોનું સસ્તુ કે મોંઘુ? જાણો 1લી જાન્યુઆરીનો લેટેસ્ટ રેટ
calendar_today January 1, 2026

Gold Silver Price Today: નવા વર્ષે સોનું સસ્તુ કે મોંઘુ? જાણો 1લી જાન્યુઆરીનો લેટેસ્ટ રેટ

આજે 1લી જાન્યુઆરી 2026ના રોજ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં જ સોના અને ચાંદીના ભાવ એમસીએક્સ પર ઘટ્યા છે. જ્યારે દેશના વિવિધ શહેરોમાં પણ 1લી જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. આપણે જાણીએ છીએ કે સોનું એક લાખને પાર જ્યારે ચાંદી 2 લાખને પાર પહોંચી ગયુ છે. તેવામાં સોનું અને ચાંદી ખરીદવુ આજના સમયમાં ઘણુ જ મુશ્કેલ છે. ત્યારે આવો જાણીએ શું છે આજનો લેટેસ્ટ રેટઆજે સોનાનો ભાવદેશના વાયદા બજાર, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું અને ચાંદી બંને સુસ્તીથી કારોબાર કરી રહ્યા છે. સવારે 10:30 વાગ્યે સોનું ₹1,35,225 પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે, જે ₹222 ઘટીને ₹1,35,208 પર પહોંચી ગયું છે. ટ્રેડિંગ સત્ર દરમિયાન, સોનું ₹1,35,208 ની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે, એક દિવસ પહેલા, સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે ₹1,35,447 પર પહોંચ્યો હતો.આજે ચાંદીનો ભાવ  બજારમાં ચાંદીના ભાવ પણ ઘટી રહ્યા છે. માહિતી અનુસાર, સવારે 10:30 વાગ્યે ચાંદી ₹780 ઘટીને ₹234,921 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. ચાંદી અગાઉ ટ્રેડિંગ સત્ર દરમિયાન ₹850 ઘટીને ₹234,855 પર પહોંચી હતી, જે દિવસના સૌથી નીચા સ્તરે પહોંચી હતી. ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ચાંદી ₹235,701 પર બંધ થઈ હતી, જે નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ 1,35,110 ₹123,850બેંગ્લોર ₹1,35,060 ₹1,23,800ચેન્નાઇ ₹1,36,140 ₹124,400 મુંબઇ ₹1,35,060 ₹123,800દિલ્હી ₹1,35,350 ₹123,950કોલકાતા ₹1,35,060 ₹123,800વડોદરા ₹1,35,110 ₹123,850ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે?ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાંથી સૌથી મુખ્ય છે સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ, ડોલર-રૂપિયાનો વિનિમય દર, આયાત જકાત અને કર, સ્થાનિક માંગ અને પુરવઠો અને લગ્ન અને તહેવારોની મોસમ. મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો.આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ

Read Full Story arrow_forward
Highest Civilian Award: કોને મળે છે દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન? જાણો શું છે તેની સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા
calendar_today January 1, 2026

Highest Civilian Award: કોને મળે છે દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન? જાણો શું છે તેની સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા

ભારત રત્ન એ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ એક એવો પુરસ્કાર છે જે સમાજમાં અસાધારણ યોગદાન આપનારા વ્યક્તિઓ પ્રત્યે રાષ્ટ્રની ઊંડી કૃતજ્ઞતાનું પ્રતીક છે. 1954માં શરૂ કરાયેલ ભારત રત્ન એવોર્ડ ફક્ત રાજકારણ કે શાસન પૂરતો મર્યાદિત નથી. તે કલા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા, રમતગમત અને માનવીય પ્રયાસના કોઈપણ અન્ય ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરે શ્રેષ્ઠતા અને સેવાને માન્યતા આપે છે. ભારત રત્નથી સન્માનિત થવું એ ભારતના કોઈપણ વ્યક્તિ માટે સૌથી મોટા સન્માનોમાંનું એક માનવામાં આવે છે. ભારત રત્ન શું છે? ભારત રત્ન એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેમના કાર્યનો રાષ્ટ્ર પર ઊંડો અને નોંધપાત્ર પ્રભાવ પડ્યો હોય. તે વાર્ષિક ધોરણે આપવામાં આવતો નથી. તે ત્યારે જ આપવામાં આવે છે જ્યારે સરકાર કોઈ વ્યક્તિના યોગદાનને અસાધારણ રાષ્ટ્રીય મહત્વ માને છે. કેવી રીતે થાય છે પસંદગી? અન્ય પુરસ્કારોથી વિપરીત, ભારત રત્ન માટે કોઈ ઔપચારિક નામાંકન કે અરજી પ્રક્રિયા નથી હોતી. પસંદગી પ્રક્રિયા ખૂબ જ વિશિષ્ટ છે. ભારતના પ્રધાનમંત્રી આ પુરસ્કાર માટે નામોની ભલામણ કરે છે. આ ભલામણો પછી ભારતના રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે, જે ઔપચારિક રીતે સન્માન પ્રદાન કરે છે. એવોર્ડ માટે પસંદગી પર છે કોઈ મર્યાદા? આ પુરસ્કારની પ્રતિષ્ઠા જાળવવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન એનાયત કરી શકાય છે. આ સાથે, તમને જણાવી દઈએ કે શરૂઆતમાં આ પુરસ્કાર કલા, સાહિત્ય, વિજ્ઞાન અને જાહેર સેવા જેવા ક્ષેત્રો સુધી મર્યાદિત હતો. પરંતુ 2011થી તેમાં માનવીય પ્રયાસોના તમામ ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે આ એવોર્ડ માટે ભારતીય નાગરિકતા જ હોવી જરૂરી નથી, વિદેશી નાગરિકો પણ પાત્ર છે. ભારત રત્ન સાથે કયા કયા મળે છે વિશેષ અધિકાર? આ એવોર્ડની સાથે કોઈ રોકડ પુરસ્કાર નથી મળતો, પરંતુ સન્માનિત લોકોને અનેક ઉચ્ચસ્તરીય વિશેષાધિકારો આપવામાં આવે છે. તેમને ઇન્ડિયન ઓર્ડર ઓફ પ્રેસિડેન્સીમાં 7A સ્થાન પર મૂકવામાં આવે છે. આ કારણે, તેમને કેબિનેટ મંત્રી અને રાજ્યપાલ જેવો દરજ્જો મળે છે. પુરસ્કાર વિજેતાઓને રાજદ્વારી પાસપોર્ટ, VIP એરપોર્ટ ઍક્સેસ, એર ઇન્ડિયા પર મફત એક્ઝિક્યુટિવ ક્લાસમાં હવાઈ મુસાફરી અને જીવનભર ફર્સ્ટ ક્લાસ રેલ્વે મુસાફરીની સુવિધા મળે છે. આ પણ વાંચો: Happy New Year 2026: જાણો શા માટે 1 જાન્યુઆરીથી શરૂ થાય છે નવું વર્ષ? શું છે આ પ્રથા પાછળનું કારણ અને મહત્વ

Read Full Story arrow_forward