calendar_today
August 31, 2026
Sandesh Digital Explainer: વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં અનામતની માગ, શું ચૂંટણીમાં ભાજપને અસર કરી શકે?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાને હજી દોઢ વર્ષ જેટલો સમય બાકી છે. આ ચૂંટણી પહેલા જ રાજ્યમાં ફરીવાર અનામતનું ભૂત ધૂણવા માંડ્યું છે. રાજ્યમાં સવર્ણ સમાજે એક થઈને સરકાર પાસે કેટલીક માગ રજૂ કરી છે. આ માગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં સવર્ણ મતદારો ખાસ કરીને ભાજપના મતદારો હોવાનો દાવો કરવામાં આવે છે. જો આ મતદારોમાં ફાંટા પડે તો આગામી ચૂંટણીમાં મતદાન પર અસર થઈ શકે છે. જો સવર્ણ સમાજના મત ભાજપમાંથી તૂટે તો રાજકીય ચિંત્ર બદલાઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ જાગ્યું અનામતનું ભૂતગુજરાતમાં સવર્ણ જ્ઞાતિઓ પૈકીની પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિતના સમાજોના અગ્રણીઓ ગાંધીનગરમાં એક થયા હતાં અને એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં કેટલીક માગ સરકાર સમક્ષ રજૂ કરાઈ હતી. આ બેઠકમાં જેટલા સવર્ણ સમાજ ભેગા થયા હતાં તેમાંથી મોટાભાગના સમાજના મત ભાજપ તરફી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી દિવસે દિવસે નજીક આવી રહી છે. જેના કારણે આ સમાજના નેતાઓ પોતાની માગ પૂરી કરવા સરકાર સામે બાંયો ચડાવી રહ્યા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. આ સવર્ણ સમાજમાંથી કેટલીક જ્ઞાતિઓ ભાજપથી વિમુખ થાય તો રાજકીય સ્થિતિ શું થાય તેની ચર્ચાઓ થઈ રહી છે. મતોની ટકાવારી અને જ્ઞાતિગત મતદાનની ટકાવારીમાં મોટો ઉલટફેર સર્જાય એમ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. કેટલાક સમાજ કોંગ્રેસથી વિમુખ થયા હતાંગુજરાતમાં વર્ષ 2026માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને 51 ટકા અને કોંગ્રેસને 30 ટકા જેટલા વોટ મળ્યા હતાં. આ ચૂંટણીઓમાં ભાજપને 1.19 કરોડથી વધુ અને કોંગ્રેસને 53 લાખથી વધુ મત મળ્યા હતાં. એ જ રીતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 61 અને કોંગ્રેસને 31 ટકા મત મળ્યા હતાં. લોકસભામાં ભાજપને 1.78 કરોડ અને કોંગ્રેસને 90 લાખ જેટલા મત મળ્યા હતાં. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપને 52 અને કોંગ્રેસને 27 ટકા મત મળ્યા હતાં. ભાજપને કૂલ મળેલા મત 1.63 કરોડ અને કોંગ્રેસને 86 લાખ 83 હજાર મત મળ્યા હતાં. આ ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં મોટાભાગના સમાજના મત મળ્યા હતાં. આ દરમિયાન કેટલાક સમાજ કોંગ્રેસથી વિમુખ થયા હોવાનું સામે આવ્યું હતું. રાજકીય વિશ્લેષક શું કહે છે?આ અંગે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ કહ્યું હતું કે, અનામત એ ચૂંટણી ટાણે ધૂણતો એવો એક ભુવો છે કે જે ચોક્કસ ચૂંટણી સમયે ધૂણવા મંડે છે. અને એનું કારણ એ છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક જ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. છેલ્લા ઘણા સમયથી અનામત નામનું પોટલું એક બંધ બોક્સમાં પડ્યું હતું, જે 2015 પછી પાછું એ બક્ષામાંથી બહાર આવ્યું છે 2015માં પાટીદાર આંદોલન થયું અને પછી એના જે છાંટા ઊડ્યા તો 2017નું પરિણામ આપણા સૌની સામે છે કે ભાજપ ભીંસમાં આવ્યું હતું. ભાજપ એટલે પાટીદાર અથવા તો સવર્ણ વર્ગ અને સવર્ણ વર્ગ એટલે ભાજપ. એ સવર્ણ વર્ગ જો ક્યાંક ને ક્યાંક નારાજ થાય તો ભાજપમાં એ આવડત પણ છે કે એમને ક્યાંકને ક્યાંક સાચવી લે અથવા એને કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવું એ પણ ભાજપને આવડે છે. હવેના પરિસ્થિતિમાં હું એવું નથી માનતો કે સવર્ણ વર્ગ નારાજ થાય અથવા અનામતને લઈને વળી પાછા ક્યાંક જો ઊભા થાય તો ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડે એવા દિવસો હવે હું નથી જોઈ રહ્યો ગુજરાતમાં.ભાજપનું શું કહેવું છે?ભાજપના પ્રવક્તા ડો અનિલ પટેલે કહ્યું હતું કે, ભાજપના ભારતીય જનતા પાર્ટીને હંમેશાં સર્વ સમાજનું સમર્થન મળે છે. ભાજપાનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ છે અને સામાજિક સશક્તિકરણમાં ભારતીય જનતા પાર્ટી માને છે. દેશના વડાપ્રધાન મોદીનો મંત્ર પણ દેશમાં GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીનું સશક્તિકરણ એ મૂળ મંત્ર છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશાં બંધારણને વરેલી છે અને સરકાર હંમેશાં બંધારણ પ્રમાણે જ નિર્ણય લેતી હોય છે અને બંધારણના આધારે કામ કરતી હોય છે.ગુજરાતમાં જ્ઞાતિગત મતદારોની સ્થિતિ શું છે?હવે વાત કરીએ જ્ઞાતિ ગત મતદાનની પેટર્નની તો ગુજરાતમાં ભાજપ સાથે સવર્ણ માં આવતા બ્રાહ્મણ , પાટીદાર , લેઉવા , વણિક ક્ષત્રિય સમાજ પૈકીના 85 ટકા મતદારો ભાજપ સાથે રહે છે. તો ઓબીસી માથી નાના સમાજ , જેવા કે સઈ, સુથાર , પંચાલ , નાયક જેવી નાની જ્ઞાતિઓ કે જેના 15 ટકા જેટલા વોટ છે જેને ભાજપે કબજે કરી રાખી છે. તો બીજી તરફ ઠાકોર , કોળી , આહીર , ગઢવી, રબારી , ચૌધરી , નાડોદા , અને કારડીયા રાજપૂત જેવા સમજો છે જેમાં મતદાન માટે 2 ભાગ છે.. જેમાં ઘણા ભાજપ જોડે તો ઘણા કોંગ્રેસ જોડે રહે છે. હવે સ્થિતિ એ છે કે જો સવર્ણ સમાજ પૈકી માત્ર 4 થી 5 ટકા મતો ખસકે તો કદાચ સરકાર પર સંકટ આવે તેવી પણ સ્થિતિ થઈ શકે .. કારણ કે સવર્ણ સમાજના 25 ટકા મતો પૈકી 85 ટકા એટલે કે 18 થી 19 ટકા મતો ભાજપ પાસે છે.. જેમાં જો 4 થી 5 ટકાનો ફરક પડે તો ચોક્કસ ભાજપ માથે સંકટ ઊભું થઈ શકે અને સવર્ણ સમાજ નારાજ થાય તે ભાજપને કોઈ સંજોગોમાં પોસાય તેવી સ્થિતિ નથીહવે જોવું રહ્યું ભાજપની શું રણનીતિ હશે?કોંગ્રેસ અનામત અને બિન અનામતને લઈને સરકાર પર હાવી થઈ ગઈ છે અને ગંભીર આક્ષેપો કરતાં કહે છે કે ભાજપે પહેલેથી જ તમામ સમાજ સાથે ઠગાઈ કરી છે. અનામત વર્ગ હોય કે બિન અનામત વર્ગ તમામ સમાજને રોજગાર મેળવવાનો અધિકાર છે કોઈપણ સમાજ હોય તેને ન્યાય મળવો જોઈએ વર્ષ 2017માં કોંગ્રેસે આર્થિક રીતે અનામત આપવા અંગે કહ્યું હતું પરંતુ ભાજપ કહી રહ્યું હતું કે કોઈપણ સંજોગોમાં અનામત ના મળી શકે પરંતુ આજ ભાજપની કેન્દ્ર સરકારે આર્થિક અનામત આપી છે ત્યારે ભાજપની સરકારમાં લોકો સાથે હંમેશા અન્યાય થયો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી એટલે આંદોલન અને માગણીઓ શરૂ થઈ ગઈ છે. હવે ભાજપ આગામી સમયમાં પોતાની રણનીતિ શું રાખે છે એ જોવું રહ્યું. આ પણ વાંચોઃ Explainer: શું નબળું ચોમાસું તમારી થાળી મોંઘી કરશે? ખેતી અને મોંઘવારીનું કનેક્શન સમજો
Read Full Story
arrow_forward