android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indian railway news : 1લી જાન્યુઆરીથી Ahmedabadથી આવતી જતી અનેક ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર, આ રહ્યું સમય પત્રક
calendar_today January 1, 2026

Indian railway news : 1લી જાન્યુઆરીથી Ahmedabadથી આવતી જતી અનેક ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર, આ રહ્યું સમય પત્રક

અમદાવાદ ડિવિઝનથી જતી 85 ટ્રેનોની ગતિ વધારી દેવામાં આવી છે. સાથે જ 23 ટ્રેનોના સમયમાં 5 મિનિટથી લઇને 40 મિનિટ સુધીનો સુધારો કરવામા આવ્યો છે. એટલે કે જે ટ્રેનો તેના સમય કરતા મોડી આવતી હતી તે તેના નિર્ધારિત સમય પ્રમાણે જ સ્ટેશન પર આવશે.ટ્રેનો તેના સમય કરતા 5 થી 40 મિનિટ સુધી વહેલી આવશે અમદાવાદ ડિવિઝન પર આ સમય દરમિયાન અલગ અલગ સ્ટેશનો પર 110 ટ્રેનોનો સમય પ્રિપોન કરવામાં આવ્યો છે. એટલે કે ટ્રેનો તેના સમય કરતા 5 થી 40 મિનિટ સુધી વહેલી આવશે. આ સિવાય 57 એવી ટ્રેનો છે જે તેના સમય કરતા 5 મિનિટથી લઇન 40 મિનિટ સુધી લેટ આવશે. અલગ અલગ સ્ટેશનો પરનો સમય બદલાયોઅમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઉંજા, સિદ્ધપુર, ગાંધીનગર,કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધાંગધ્રા, સામાખ્યાળી, ભૂજ સહિતના અન્ય સ્ટેશનોના સમયમાં બદલાવ થશે, જેમાં આ ટ્રેનો પોતાના સમય કરતા વહેલા અથવા થોડી લેટ પહોચશે. આવન જાવનમાં ફેરફાર કરેલી ટ્રેનોનું લિસ્ટ 1. 12932 અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી 5.50 ની જગ્યાએ 5.45 ઉપડશે. 2.22962 અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી 6.10ની જગ્યાએ 6.05 કલાકે ઉપડશે. 3.19316 અસારવા ઇન્દોર વીરભૂમિ એક્સપ્રેસ અસારવાથી 14.25 ની જગ્યાએ 14.10 કલાકે ઉપડશે. 4. 12982 અસારવા જયપુર એક્સપ્રેસ અસારવાથી 20.00ની જગ્યાએ 19.55 કલાકે ઉપડશે. 5.69249 સાબરમતી કટોસન રોડ મેમૂ સાબરમતીથી 06.45ની જગ્યાએ 6.30 કલાકે ઉપડશે. 6. 79435 સાબરમતી પાટણ ડેમૂ સાબરમતીથી 09.05 ની જગ્યાએ 09.00 કલાકે ઉપડશે. 7. 20492 સાબરમતી જેસલમેર એક્સપ્રેસ સાબરમતીથી 22.15ની જગ્યાએ 22.05 એ ઉપડશે. 8. 15270 સાબરમતી મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતીથી 18.10ની જગ્યાએ 17.55 કલાકે ઉપડશે. 9. 79433 સાબરમતી પાટણ ડેમૂ સાબરમતીથી 18.20ની જગ્યાએ 18.05 કલાકે ઉપડશે. 10. 69207 ગાંધીનગર કેપિટલ વારેઠા મેમૂ ગાંધીનગર કેપિટલથી 18.00 ની જગ્યાએ 17.50 કલાકે ઉપડશે. 11. 19119 ગાંધીનગર કેપિટલ વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 10.25ની જગ્યાએ 10.20 ઉપડશે. 12. 19411 ગાંધીનગર કેપિટલ દોલતપુર ચોક એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 10.05ની જગ્યાએ 10.00 કલાકે ઉપડશે. 13. 22484 ગાંધીધાં ભગતકી કોઠી એક્સપ્રેસ ગાંધીધામથી 21.40 ની જગ્યાએ 21.30 કલાકે ઉપડશે. 14. 14894 પાલનપુર જોધપુર એક્સપ્રેસ પાલનપુરથી 4.35ની જગ્યાએ 4.30 કલાકે પ્રસ્થાન કરશે. 15. 82902 અમદાવાદ મુંબઇ સેન્ટ્રેલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 6.40ની જગ્યાએ 6.35 એ ઉપડશે. મોડી ઉપડનારી ટ્રેનોનું લિસ્ટ 1. 12957 સાબરમતી નવી દિલ્હી સ્વર્ણજંયતિ રાજધાની એક્સપ્રેસ સાબરમતીથી 19.10ની જગ્યાએ 19.20 કલાકે ઉપડશે. 2. 19145 સાબરમતી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સાબરમતીથી 20.55ની જગ્યાએ 21.35 કલાકે ઉપડશે. 3.78842 ભીલડી જોધપુર ડેમૂ ભીલડીથી 14.45ની જગ્યાએ 15.10 કલાકે ઉપડશે. ટર્મિનલ સ્ટેશન પર સમય પહેલા આવતી ટ્રેનોનું લિસ્ટ 1.12901 દાદર અમદાવાદ ગુજરાત મેલ એક્સપ્રેસ અમદાવાર સ્ટેશન પર 5.50ની જગ્યાએ 5.40એ આવી જશે. 2.19315 ઇન્દોર અસારવા વીરભૂમિ એક્સપ્રેસ અસારવા પર 10.50ની જગ્યાએ 10.15 કલાકે આવી જશે. 3. 69249 સાબરમતી કટોસન રોડ મેમૂ કટોસન રોડ પર 8.05ની જગ્યાએ 7.45 કલાકે આવી જશે. 4. 69207 ગાંધીનગર કેપિટલ વારેઠા મેમૂ ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર 20.50ની જગ્યાએ 20.30 કલાકે આવી જશે. આ પણ વાંચોઃ  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી, કહ્યું, આજે કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ

Read Full Story arrow_forward
Bharat Taxi Launch: આજથી દિલ્હીમાં ભારત ટેક્સી કેબ સેવા શરૂ થશે, જાણો વિગત
calendar_today January 1, 2026

Bharat Taxi Launch: આજથી દિલ્હીમાં ભારત ટેક્સી કેબ સેવા શરૂ થશે, જાણો વિગત

નવા વર્ષમાં રાજધાની દિલ્હીના રસ્તાઓ પર એક નવી સરકારી કેબ સેવા, ભારત ટેક્સી શરૂ થવાની તૈયારીમાં છે. આ નવી સરકારી કેબ સેવા ખાનગી કંપનીઓના એકાધિકારને સીધી રીતે પડકાર આપવા માટે તૈયાર છે. આ કેબ સેવા સરકાર સમર્થિત સહકારી પ્લેટફોર્મ દ્વારા શરૂ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને સસ્તું, સલામત અને વધુ સારી ટેક્સી સેવા પૂરી પાડવાનો છે. વધતા ભાડા,ભાવ વધારા અને ફરિયાદોથી હેરાન મુસાફરો માટે ભારત ટેક્સીને એક મજબૂત વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે અને તે ખાનગી કેબ કંપનીઓ માટે એક મુશ્કેલ પડકાર ઉભો કરી શકે છે. સૌથી મોટા ડ્રાઇવર-માલિકી નેટવર્ક ભારત ટેક્સીને વિશ્વના સૌથી મોટા ડ્રાઇવર-માલિકી નેટવર્ક તરીકે ઓળખવામાં આવી રહી છે. દિલ્હી અને ગુજરાતમાં કાર,ઓટો અને બાઇક ત્રણેયના 56,000 થી વધુ ડ્રાઇવરોએ આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી છે. જ્યારે આ સહકારી કેબ સેવા હજુ સુધી દેશભરમાં લાગુ કરવામાં આવી નથી, તે આજે દિલ્હીમાં સત્તાવાર રીતે શરૂ થાય છે. તો, ચાલો જાણીએ કે તમે આ સરકારી માલિકીની કેબ સેવાનો લાભ કેવી રીતે લઈ શકો છો. બંન્ને એપ પર ઉપલબ્ધ ભારત ટેક્સીની સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. ભારત ટેક્સી બુકિંગ સત્તાવાર ભારત ટેક્સી મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરી શકાય છે. રાઇડર અને ડ્રાઇવર બંને મોબાઇલ એપ્લિકેશન્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. જો તમે કેબ સેવા માટે રાઇડનો લાભ લેવા માંગતા હો, તો રાઇડર એપ ડાઉનલોડ કરો. સેવામાં જોડાવા માંગતા ડ્રાઇવરોએ ડ્રાઇવર એપ ડાઉનલોડ કરવી આવશ્યક છે. આ વાતની નોંધ લેવી એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે, સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલ ભારત ટેક્સી એપ ડાઉનલોડ કરવી આવશ્યક છે. એપ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર પર ભારત ટેક્સી નામ સાથે ઘણી અન્ય કેબ સર્વિસ એપ ઉપલબ્ધ છે. યોગ્ય એપ પસંદ કરવા માટે, ઉપર બતાવેલ ફોટો સાથે મોબાઇલ એપ લોગોની તુલના કરો. મુસાફરોને સરળ ઇન્ટરફેસ સાથે રીઅલ-ટાઇમ કેબ ટ્રેકિંગ, ડ્રાઇવરની વિગતો અને ભાડાની સંપૂર્ણ માહિતી અગાઉથી મળશે, જેથી મુસાફરી દરમિયાન કોઈ મૂંઝવણ ન થાય. આ કેબ સેવાની ખાસ વાત આ સરકારી કેબ સેવાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેનું ભાડું માળખું છે. ભારત ટેક્સીમાં વધારાની કિંમત નહીં હોય, જેનાથી મુસાફરોને પીક અવર્સ અથવા ખરાબ હવામાન દરમિયાન પણ મનસ્વી ભાડાનો ભોગ બનવું ન પડે તે સુનિશ્ચિત થાય છે. આ પહેલને ખાનગી કેબ કંપનીઓ માટે સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. એવું જોવા મળ્યું છે કે બીજી ખાનગી રાઇડ-હેલિંગ કંપનીઓ વધારાની કિંમતના નામે મનસ્વી ભાડા વસૂલ કરે છે. ડ્રાઇવરોને 80% ભાડું મળશે ટેક્સી સહકારી સંસ્થાના જણાવ્યા મુજબ, આ પ્લેટફોર્મ પર ડ્રાઇવરોને ગ્રાહકો દ્વારા કરવામાં આવતી સંપૂર્ણ ચુકવણી પ્રાપ્ત થશે. તેનો દાવો છે કે ડ્રાઇવરોને તેમના ભાડાના 80 ટકાથી વધુ રકમ મળશે. આનાથી ડ્રાઇવરોની આવક વધશે અને તેઓ કોઈપણ વધારાના દબાણ વિના વધુ સારી સેવા પૂરી પાડી શકશે. આ મોડેલને ડ્રાઇવરોને આર્થિક રીતે સશક્ત બનાવવા તરફ એક મોટું પગલું માનવામાં આવે છે ઓટો, કાર અને બાઇક ભારત ટેક્સી એપ મુસાફરોને ઓટો, કાર અને બાઇક ટેક્સીની સુવિધા આપે છે. આ ટૂંકા અંતરથી લઈને લાંબા અંતરની મુસાફરી સુધીની બધી જરૂરિયાતો માટે એક જ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આનો અર્થ એ છે કે ગ્રાહકો તેમના બજેટ અને જરૂરિયાતોના આધારે કાર, ઓટો અને બાઇક રાઇડ્સમાંથી કોઈ એક પસંદ કરી શકે છે. ભારત ટેક્સી મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. બધા ડ્રાઇવરોએ પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી રહેશે અને આ એપ ઇમરજન્સી બટન, લાઇવ લોકેશન શેરિંગ અને ટ્રિપ હિસ્ટ્રી જેવી સુવિધાઓ પણ પ્રદાન કરશે, જેથી તમે અને તમારો પરિવાર માનસિક શાંતિથી મુસાફરી કરી શકો.આ પણ વાંચો : Highest Civilian Award: કોને મળે છે દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન? જાણો શું છે તેની સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : પાટણમાં યોજાઇ ઠાકોર સમાજની બેઠક, કુરિવાજોને દૂર કરવા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે
calendar_today January 1, 2026

Gujarat Latest News Live : પાટણમાં યોજાઇ ઠાકોર સમાજની બેઠક, કુરિવાજોને દૂર કરવા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward