android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indore Water Contamination: લોકો પાણી પીને મરી રહ્યા છે...ઇન્દોર HCએ પ્રશાસનને લગાવી ફટકાર
calendar_today January 2, 2026

Indore Water Contamination: લોકો પાણી પીને મરી રહ્યા છે...ઇન્દોર HCએ પ્રશાસનને લગાવી ફટકાર

કોર્ટે કહ્યું કે ઈન્દોર એક ખૂબ જ સુંદર શહેર છે તેની સ્વચ્છતાની સમગ્ર દેશમાં પ્રશંસા થાય છે. આ સુંદરતા અને પ્રતિષ્ઠા જાળવી રાખવાની જવાબદારી અધિકારીઓની છે. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે કોર્ટને જાણ કરી કે સ્થાનિક લોકોમાં હજુ પણ સ્વચ્છ પાણીનો અભાવ છે. એક ટેન્કરથી શું થાય? - HCસેંકડો પરિવારો પાણી માટે એક જ ટેન્કર પર આધાર રાખે છે. કોર્ટે પ્રશ્ન કર્યો ફક્ત એક ટેન્કર શું કરશે? અને તાત્કાલિક વધારાના પાણીના ટેન્કર મોકલવાનો આદેશ આપ્યો. કોર્ટે આદેશ આપ્યો કે આગામી 10 મિનિટમાં વધારાના ટેન્કર વિસ્તારમાં પહોંચવા જોઈએ, અને તેમના ફોટા વકીલો સાથે શેર કરવા જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે કલેક્ટર અથવા એસડીએમ જેને પણ જરૂર હોય, તેને બોલાવવા જોઈએ, પરંતુ પાણીના ટેન્કર દરેક કિંમતે પહોંચવા જોઈએ. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટને જાણ કરી હતી કે અત્યાર સુધીમાં 30 પાણીના ટેન્કર મોકલવામાં આવ્યા છે અને તાત્કાલિક ચાર વધુ મોકલવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ પણ દાખલ કર્યો હતો. મફત તબીબી સારવાર અને સ્વચ્છ પાણી પુરુ પાડવા આપ્યા હતા નિર્દેશ આ મામલે 31 ડિસેમ્બરે બે જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પહેલી અરજી હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ રિતેશ ઇનાની દ્વારા અને બીજી અરજી ભૂતપૂર્વ કાઉન્સિલર મહેશ ગર્ગ અને કોંગ્રેસના પ્રવક્તા પ્રમોદ કુમાર દ્વિવેદી દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેનું પ્રતિનિધિત્વ એડવોકેટ મનીષ યાદવે કર્યું હતું. 31 ડિસેમ્બરની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ અસરગ્રસ્ત લોકોને મફત તબીબી સારવાર અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવા માટે વચગાળાના નિર્દેશો આપ્યા હતા. 2 જાન્યુઆરીના રોજ આ આદેશોના પાલન અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. હવે 6 અને 19 જાન્યુઆરીએ કરાશે વધુ સુનાવણી ત્રીજી જાહેર હિતની અરજીની પણ સુનાવણી કરવામાં આવી હતી, જેના પર હાઇકોર્ટે ઇન્દોર કલેક્ટર શિવમ વર્મા અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દિલીપ કુમાર યાદવને નોટિસ ફટકારી કરી હતી. ત્રીજી અરજી પર આગામી સુનાવણી 19 જાન્યુઆરીએ થશે, જ્યારે પહેલી બે અરજીઓ પર 6 જાન્યુઆરીએ થવાની છે. સુનાવણી દરમિયાન એડવોકેટ મનીષ યાદવે મૃતકોના પરિવારોને આપવામાં આવતી વળતર રકમમાં વધારો કરવાની માંગ કરી હતી, અને દલીલ કરી હતી કે સ્ટેટસ રિપોર્ટમાં ફક્ત ચાર મૃત્યુનો ઉલ્લેખ છે, જ્યારે વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે.

Read Full Story arrow_forward
Arvalli News : અરવલ્લી જિલ્લા એલસીબીએ બાઈક ચોર ગેંગને ઝડપી પાડી, ઝડપાયેલા આરોપીઓ રાજસ્થાનના રહેવાસી
calendar_today January 2, 2026

Arvalli News : અરવલ્લી જિલ્લા એલસીબીએ બાઈક ચોર ગેંગને ઝડપી પાડી, ઝડપાયેલા આરોપીઓ રાજસ્થાનના રહેવાસી

અરવલ્લી જિલ્લા પોલીસે બાઈક ચોર ગેંગ ઝડપી પાડી છે અને અમદાવાદ-ગાંધીનગરમાં બાઈક ચોરી કરતા હોવાની વાત સામે આવી છે, રાજસ્થાનના ચાર યુવકો GIDCમાં નોકરી કરી ચોરી કરતા અને પોલીસે 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, ચોરીના બાઈકો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને બાઈક ચોર ગેંગ ઝડપી અમદાવાદ અને ગાંધીનગરમાં બાઈક ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે, રાજસ્થાનના યુવકો બાઈક ચોરીમાં ઝડપાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોડાસાના ગાજણ પાસે શંકાસ્પદ હાલતમાં યુવકો હતા અને તેને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા બાઈક ચોરીનો ગુનો ઉકેલાયો છે, પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ નોકરી કરીને ચોરી કરતા હતા. અમદાવાદ-ગાંધીનગરમાં બાઈક ચોરતી ગેંગ ઝડપાઈ રાજસ્થાનના ચાર યુવકો જીઆઇડીસીની હોટલ પર નોકરી કરતા હતા અને નોકરી બાદ ચોરીને અંજામ આપતા હતા, પોલીસે 8 બાઈક ચોરીના ઝડપી પાડયા છે, અને અન્ય કંઈ કઈ જગ્યાએ ચોરી કરી છે તેને લઈ તપાસ શરૂ કરી છે, મહત્વની વાત છે કે, બાઈકની ચોરી કરી આ લોકો કોને બાઈક વેચતા હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ અમદાવાદમાં પણ ચોરી કરી છે અને તેનો ભેદ પણ અરવલ્લી પોલીસે ઉકેલ્યો છે. મોડાસા ટાઉન પીઆઈ આગળની તપાસ ચલાવી રહ્યાં છે ગાજણ ગામની સીમમાં સર્વોતમ હોટલ આગળ શામળાજીથી મોડાસા તરફ આવતા હાઈ-વે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા દ૨મ્યાન મળેલ બાતમી હકીકત મુજબ આ કામના મુખ્ય સુત્રધાર ગજવિરસિંહ સ/ઓફ કાલુસિંહ ૨ણજીતસિંહ ચૌહાણ હાલ રહે.હેબતપુર થલતેજ અમદાવાદ મુળ ૨હે.ચુંડાવાડા તા.વિંછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન) નાઓ તેના ત્રણ સાગરીતો સાથે કુલ-૪ નંબર વગરની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલો લઇ આવતા સદરી ઇસમોને મોટર સાયકલોના કાગળો કે કોઈ આધાર પુરાવા કે બીલ રજુ કરવા જણાવતાં પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ અને આ મોટર સાયકલો સહીત બીજી ચાર મળી કુલ-૮ મોટર સાયકલો અમદાવાદ શહે૨ના નારણપુરા, વસ્ત્રાપુર, સોલા, રાણીપ, સરગાસણ (ગાંધીનગર) વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ જેથી સદરી ઇસમો લઇ આવેલ ચાર મોટર સાયકલો તથા બીજી ચાર મોટર સાયકલો સહીત કુલ-૮ મોટર સાયકલો કિ.રૂ.૪,૦૦,૦૦૦/- નો મુદામાલ તેમજ સદરી ઇસમોની અંગ ઝડતી દ૨મ્યાન મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૨૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને સોપેલ છે. પકડાયેલ આરોપીઓ(૧) ગજવિરસિંહ સ/ઓફ કાલુસિંહ રણજીતસિંહ ચૌહાણ હાલ રહે.હેબતપુર થલતેજ અમદાવાદ મુળ ૨હે. ચુંડાવાડા તા.વિંછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન) (२) હર્ષ સ/ઓફ અક૨ચંદ શંકરસિંગ દરોગા હાલ ૨હે.કઠવાડા જી.આઈ.ડી.સી.ઓઢવ, અમદાવાદ મુળ ૨હે.ચુંડાવાડા તા. વિંછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન) (૩) મહાવીરસિંગ ભુપેન્દ્રસિંગ ચૌહાણ હાલ રહે. કઠવાડા GIDC ઓઢવ અમદાવાદ મુળ રહે. ચુંડાવાડા તા.વિંછીવાડા જી.ડુંગરપુર (४) ખુશપાલ હરીરામ મીણા હાલ રહે.કઠવાડા જી.આઈ.ડી.સી.ઓઢવ, અમદાવાદ મુળ રહે.ભાટોલી તા.સાબલા જી.ડુંગરપુર શોધી કાઢવામાં આવેલ ગુનાવસ્ત્રાપુર પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં.૧૧૧૯૧૦૨ ૦૨૫૦૫૩૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની ક.303(૨) મુજબ વસ્ત્રાપુર પો.સ્ટે. ઇ-એફ.આઈ.આર. નં.૨૦૨૫૧૨૨૨૯૬૬૧૪૦ ની દાખલ થયેલ છે. સોલા હાઈકોર્ટ પો.૨સ્ટે. ગુ.૨.નં.૧૧૧૯૧૦૪૫૨૫૦૯૬૯/૨૦૨૫ ભા૨તીય ન્યાય સંહીતા- ૨૦૨૩ ની ક.૩૦૩(૨) મુજબ. સોલા હાઈકોર્ટ પો.સ્ટે. પાર્ટ ગુ.૨.નં.૧૧૧૯૧૦૪૫૨૫૦૯૭૪/૨૦૨૫ ભા૨તીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની ક.૩૦૩(૨) મુજબ. રાણીપ પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૧૯૧૦૦ ૨૨૫૦૫૭૫/૨૦૨૫ ભા૨તીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની ક.૩૦૩(૨) મુજબ. નારણપુરા પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૧૯૧૦૩૪૨૫૦૨૦૧/૨૦૨૫ ભા૨તીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની ક.૩૦૩(૨) મુજબ. નારણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નારણપુરા પલ્લવ ચાર રસ્તા ખાતે બનેલ નવા બ્રિજની નીચેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. સેકટ૨-૭ ગાંધીનગર પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૨૧૬૦૦૮૨૫૦૮૪૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની ક.૩૦૩(૨) મુજબ.   આ પણ વાંચો : Surendranagarના સાયલાના કસવાડીની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, જુઓ Video

Read Full Story arrow_forward
Surat news: ડીંડોલીમાં 12 સાયન્સની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા
calendar_today January 2, 2026

Surat news: ડીંડોલીમાં 12 સાયન્સની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

સુરતમાં એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થિની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિની ઘણા સમયથી હતાશ રહેતી હતી, તેવો દાવો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે પરિવાર દ્વારા ટ્યુશન ક્લાસ સંચાલક પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જે બાદ હવે પોલીસ ટ્યુશન ક્લાસ સંચાલકની પૂછપરછ કરશે.https://x.com/sandeshnews/status/2007003856509829627ટ્યુશન ક્લાસીસ સંચાલકની પૂછપરછ કરશે પોલીસ ડીંડોલી વિસ્તારમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા શિક્ષણ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આજે સવારે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થિની ડિંડોલીના મહાદેવ નગર ખાતે રહેતી હતી. આ મામલે પોલીસ દ્વારા પરિવારનું નિવેદન લેવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થિનીના પરિવારે ટ્યુશન ક્લાસિસ સંચાલક પર ગંભીર આક્ષેપ કર્યો છે. પોલીસ દ્વારા તેના આધરે ટ્યુશન ક્લાસીસ સંચાલકની પણ પૂછપરછ કરવામાં આવશે. આ પણ વાંચો - Surat માં BMW અને BE-6 વચ્ચેની જીવલેણ રેસના CCTV આવ્યા સામે, પોલીસ કારચાલકના ઘરે પહોંચી...

Read Full Story arrow_forward