android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : તરસાલીમાં ઘરકામ માટે રાખેલી યુવતીએ દાગીના અને રોકડની ચોરી કરતા ફરિયાદ
calendar_today January 1, 2026

Vadodara : તરસાલીમાં ઘરકામ માટે રાખેલી યુવતીએ દાગીના અને રોકડની ચોરી કરતા ફરિયાદ

વડોદરાના તરસાલી વિસ્તારમાં સોમા તળાવ રોડ પર આવેલ મારૂતિધામમાં રહેતા નિમિતાબેન ચેતનભાઈ ગુજ્જરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઘરચોરીની ફરિયાદ નોંધાવી છે.ઘરમાં કામ કરવા યુવતીને રાખી હતી નિમિતાબેન ખાનગી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે, જ્યારે તેમના પતિ ખાનગી કંપનીમાં કાર્યરત છે. તેમના સાસુ-સસરા ઉંમરલાયક હોવાથી ઘરકામ માટે છાયાબેન મનોજભાઈ બારીયા (રહે. ઘાઘરેટિયા ગામ)ને કામે રાખવામાં આવી હતી. દાગીના ગાયબ ફરિયાદ મુજબ, લગ્નમાં જવાનું હોવાથી દાગીનાની તપાસ કરતા તિજોરીમાંથી 17 તોલા વજનના સોનાના દાગીના, ચાંદીના દાગીના તેમજ રૂ. 28,000 રોકડ રકમ ગાયબ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત, પતિએ પ્રથમ લગ્ન વર્ષગાંઠે આપેલી સોનાની વીંટી પણ મળી ન હતી.  નિમિતાબેનને શંકા ગઈ ગઈકાલે છાયાબેન તે જ સોનાની વીંટી પહેરીને આવતા નિમિતાબેનને શંકા ગઈ હતી. આ બાબતે પૂછપરછ કરતા છાયાબેન કોઈ જવાબ આપ્યા વિના ત્યાંથી નીકળી ગયા હતા. આરોપીની શોધખોળ મકરપુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Kutch News: સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે અનિરુદ્ધ દવેની નિમણૂક, ભૂજ કમલમ ખાતે યોજાયો અભિવાદન સમારોહ
calendar_today January 1, 2026

Kutch News: સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે અનિરુદ્ધ દવેની નિમણૂક, ભૂજ કમલમ ખાતે યોજાયો અભિવાદન સમારોહ

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનમાં કચ્છના કદાવર નેતા અને નવનિયુક્ત મહામંત્રી અનિરુદ્ધ દવેને મહત્વનું સ્થાન મળતા જ સમગ્ર જિલ્લાના કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. તાજેતરમાં ભુજ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેમનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી કચ્છનું વધતું કદ અને નવી જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા અનિરુદ્ધ દવેને સંગઠનના મહામંત્રી બનાવવા સાથે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે. કચ્છના પ્રતિનિધિને પ્રદેશ સ્તરે આટલું મહત્વનું સ્થાન મળતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આતશબાજી અને ફૂલહાર સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકકલ્યાણકારી યોજનાઓ મારી પ્રાથમિકતાઃઅનિરુદ્ધ દવે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા અનિરુદ્ધ દવેએ કહ્યુ કે હું પક્ષના નેતૃત્વનો આભાર માનું છું, ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું આભારી છું. આગામી દિવસોમાં સંગઠનને પાયાના સ્તરથી વધુ મજબૂત બનાવવું અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવી એ મારી પ્રાથમિકતા રહેશે. કચ્છ ભાજપમાં નવી ઉર્જાનો સંચાર કર્યો સંગઠન મજબૂતી પર ભાર તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે તેઓ સંગઠનના માળખાને વધુ ચુસ્ત બનાવશે અને કાર્યકરો સાથે સીધો સંવાદ સ્થાપિત કરશે. અભિવાદન સમારોહમાં હાજર રહેલા આગેવાનોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અનિરુદ્ધ દવેના બહોળા અનુભવનો લાભ ગુજરાત ભાજપને ચોક્કસપણે મળશે. આ કાર્યક્રમે કચ્છ ભાજપમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે.આ પણ વાંચોઃ Junagadh News : જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ‘મિની કુંભ’ તરીકે ઉજવાશે

Read Full Story arrow_forward
Bharuch News : ભરૂચના જંબુસરમાં 12 બાળકો પર રખડતા શ્વાને કર્યો હુમલો, ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
calendar_today January 1, 2026

Bharuch News : ભરૂચના જંબુસરમાં 12 બાળકો પર રખડતા શ્વાને કર્યો હુમલો, ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના જંબુસરમાં રખડતા શ્વાને બાળકો પર હુમલો કર્યો છે અને હુમલામાં બાળકોને પગ તેમજ ગાલ પર ગંભીર ઇજા પહોંચી છે, ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે અને રખડતા શ્વાનને પાલિકા ઝડપથી પકડે તેને લઈ રજૂઆત પણ કરવામાં આવી છે, પણ તંત્રના કાને હજી સુધી આ રજૂઆત પહોંચી નથી. જંબુસરમાં રખડતા શ્વાનનો આંતક ભરૂચના જંબુસરના કસ્બા અને કુંભારવાડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેના કારણે બાળકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે, રખડતા શ્વાનના કારણે બહાર નીકળતા બીક લાગે છે, શ્વાન ગમે ત્યારે આવીને બચકું ભરી દે છે, તો બાળકોને ઘરની બહાર પણ નીકળવામાં બીક લાગે છે, ત્યારે જંબુસર પાલિકા જરા આ સ્થિતિ જુઓ અને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવો તે જરૂરી બન્યું છે. જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ? સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો. ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો. તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો. પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ? તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો. તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો. તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો.. જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ. જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો. આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ‘મિની કુંભ’ તરીકે ઉજવાશે

Read Full Story arrow_forward