android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના DDOઓને કહ્યું, ગામડામાં ટુકડે-ટુકડે ગટર બનાવવાને બદલે એક સંકલિત ગટર વ્યવસ્થા ઊભી કરવી
calendar_today January 3, 2026

Gandhinagar News : મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના DDOઓને કહ્યું, ગામડામાં ટુકડે-ટુકડે ગટર બનાવવાને બદલે એક સંકલિત ગટર વ્યવસ્થા ઊભી કરવી

આ બેઠકમાં પંચાયત મંત્રી તેમજ પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ગ્રામીણ સ્તરે ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી તેને વેગ આપવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક દરમિયાન પંચાયત મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, જિલ્લાના આયોજનની ગ્રાન્ટમાંથી સવા ગણું એટલે કે, ૧૨૫ ટકા આયોજન કરવું, જેથી કોઈ કામ રદ થાય તો અન્ય કામો તુરંત હાથ ધરી શકાય. સોલર રૂફટોપ લગાવવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો વધુમાં મંત્રીએ જિલ્લાના સરકારી મકાનો પર સ્માર્ટ મીટર અને સોલર રૂફટોપ લગાવવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં રોડ, પાણી અને ગટરના કામોની સમીક્ષા કરતા તેમણે જણાવ્યું હતું કે, ટુકડે-ટુકડે ગટર બનાવવાને બદલે એક સંકલિત ગટર વ્યવસ્થા ઊભી કરવી. વહીવટી તંત્રને વધુ પારદર્શી બનાવવા માટે મંત્રીએ 'ઈ-સરકાર' એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણ અને પડતર ફાઈલોના ત્વરિત નિકાલ માટે બેઠકમાં આદેશો આપ્યા હતા. વધુમાં, સીડીપી-૫ યોજના અંતર્ગત બાકી રહેલા ગ્રામ પંચાયત ભવનો અને રાજીવ ગાંધી ભવનની દરખાસ્તો વહેલી તકે પૂર્ણ કરવા પણ મંત્રીએ જણાવ્યું હતું. જૂથ ગ્રામ પંચાયતોના વિભાજનને લઈ ચર્ચા કરાઈ આ ઉપરાંત, જનતાને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે જન્મ-મરણની ઓનલાઈન નોંધણીમાં આવતી ટેકનિકલ ખામીઓને સત્વરે દૂર કરવા પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જૂથ ગ્રામ પંચાયતોનું વિભાજન, નવા પંચાયત ઘરનું નિર્માણ અને પાણી પુરવઠા યોજનાઓ જેવી ધારાસભ્યો અને પદાધિકારીઓ તરફથી મળેલી વિવિધ રજૂઆતોની સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોને અફોર્ડેબલ હાઉસિંગ સુવિધા પૂરી પાડવા બાબતે પણ સમીક્ષા કરવામાં આવી ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી ગ્રામ પંચાયતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના વિસ્તારોમાં પાયાની માળખાગત સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં મંત્રીએ રાજ્યની અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજના માટે ગામતળ અને પ્લોટની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરી હતી. સાથે જ, તેમણે ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની જિલ્લામાં આવેલી ખુલ્લી જમીનો પર દબાણ ન થાય અને નાગરિકોને અફોર્ડેબલ હાઉસિંગ સુવિધા પૂરી પાડવા બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ પણ વાંચો : Surat News : સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026’ની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

Read Full Story arrow_forward
Weather News : ઠંડીથી મળશે છુટકારો! ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે
calendar_today January 3, 2026

Weather News : ઠંડીથી મળશે છુટકારો! ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે

નલિયા અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો પ્રકોપ ગુજરાતમાં હાલ શિયાળાએ બરાબરનો મિજાજ દેખાડ્યો છે, જેમાં કચ્છનું નલિયા 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગત વર્ષની સરખામણીએ (જ્યારે તાપમાન 3 ડિગ્રી હતું) આ વખતે ઠંડી થોડી ઓછી છે, પરંતુ હજુ પણ જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, જ્યાં રાજકોટમાં પારો 9.4 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ હોવાને કારણે રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે.ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ફેરફારની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીનું જોર હવે ધીમે-ધીમે ઘટવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાથી લોકોને કાતિલ ઠંડીમાંથી થોડી રાહ મળશે. સૌથી રાહતની વાત એ છે કે હાલમાં રાજ્યમાં માવઠાની કોઈ જ શક્યતા નથી, જેનાથી ખેડૂતોમાં પણ નિરાંત જોવા મળી રહી છે. પવનની બદલાતી ગતિ અને તાપમાનમાં થતો વધારો આગામી દિવસોમાં શિયાળાની તીવ્રતામાં ઘટાડો લાવશે. આ પણ વાંચો : Ahmedabad News : પોલીસ કમિશનરની લાલ આંખ, નિયમ તોડનારા 1330 સરકારી કર્મચારીઓ દંડાયા, પોલીસકર્મીઓ પણ ન બચ્યા!

Read Full Story arrow_forward
Ahmedabad News : પોલીસ કમિશનરની લાલ આંખ, નિયમ તોડનારા 1330 સરકારી કર્મચારીઓ દંડાયા, પોલીસકર્મીઓ પણ ન બચ્યા!
calendar_today January 3, 2026

Ahmedabad News : પોલીસ કમિશનરની લાલ આંખ, નિયમ તોડનારા 1330 સરકારી કર્મચારીઓ દંડાયા, પોલીસકર્મીઓ પણ ન બચ્યા!

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કમિશનર દ્વારા એક અભૂતપૂર્વ અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ પોતે જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાન પર આવતા, ગત તા. 02/01/2026 ના રોજ શહેરની તમામ સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આ ખાસ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવતા, કારમાં ડાર્ક ફિલ્મ લગાડનારા અને નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો સૌના માટે સમાન છે તેવો સંદેશ પહોંચાડવાનો હતો.હેલ્મેટ વગરના 1200થી વધુ કેસ આ ઝુંબેશના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે, જેમાં કુલ 1330 થી વધુ કેસો નોંધવામાં આવ્યા છે. સિવિલિયન સરકારી કર્મચારીઓ વિરુદ્ધ 1250 કેસ કરી રૂ. 5,77,400નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 10 વાહનો ડિટેઈન કરાયા હતા. બીજી તરફ, શિસ્તબદ્ધ ગણાતા પોલીસ વિભાગના 80 કર્મચારીઓ પણ નિયમભંગ કરતા ઝડપાયા હતા, જેમની પાસેથી રૂ. 38,800નો દંડ વસૂલાયો હતો. સૌથી વધુ કેસો હેલ્મેટ વગરના નોંધાયા હતા. પોલીસ કમિશનરની આ કડક કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નિયમોનું પાલન ન કરનારા 'બાબુઓ' હવે પોલીસની રડારમાં આવી ગયા છે. આ પણ વાંચો : Valsad News : ભારતીય એકેડેમી સ્કૂલની દુખદ ઘટના, મેરેથોન દોડ બની દીકરી માટે અંતિમ સફર

Read Full Story arrow_forward