Surat News: કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા ફફડાટ
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ નગરી ગણાતા સુરતના સચિન વિસ્તારમાં ફરી એકવાર કેમિકલ માફિયાઓની કરતૂત સામે આવી હોય તેમ જણાય છે. સચિનમાં આલ્ફા હોટેલ પાછળ આવેલી ખાડી નજીક શંકાસ્પદ કેમિકલ ભરેલું એક ટેન્કર લીક થવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સદનસીબે સમય રહેતા જાણ થતા મોટી જાનહાનિ ટળી છે.શું છે સમગ્ર ઘટના? ઘટના મળતી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારમાં આલ્ફા હોટેલની પાછળ ખાડી કિનારે એક ટેન્કર ઉભું હતું, જેમાંથી ઝેરી કેમિકલ લીક થઈ રહ્યું હોવાનું સ્થાનિકોના ધ્યાનમાં આવ્યું હતું. કેમિકલની તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જે બાદ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને FSLનો કાફલો ઘટનાસ્થળે ઘટનાની ગંભીરતા જોતા સચિન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ અગાઉ પણ સચિન GIDCમાં કેમિકલ લીકેજને કારણે માસૂમ લોકોના મોત થયા હોવાની ઘટનાઓ બની ચૂકી છે, જેને ધ્યાને રાખીને તંત્ર સજ્જ બન્યું છે. કેમિકલ કયા પ્રકારનું છે, અને તે કેટલું ઘાતક છે તેની તપાસ માટે FSLની ટીમને બોલાવવામાં આવી છે. FSL દ્વારા સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેમિકલ માફિયાઓ ફરી સક્રિય? સુરતની ખાડીઓમાં રાતના અંધારામાં અથવા નિર્જન સ્થળે ઝેરી કેમિકલ ઠાલવતા 'લેભાગુ' તત્વો ફરી સક્રિય થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા કેમિકલ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. જો આ ટેન્કર વધુ લીક થયું હોત અથવા ગેસ ફેલાયો હોત તો અગાઉની જેમ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. હાલ પોલીસે ટેન્કર ચાલક અને માલિકની શોધખોળ શરૂ કરી છે. આ પણ વાંચો - Surat Crime News: ઉનમાં બે સગા ભાઈ પર હુમલો, એકનું મોત
Read Full Story arrow_forward