android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana News: ભીમપુર વરસંગ તળાવમાંથી પાણી છોડાયું, સતલાસણા અને ખેરાલુના 29 તળાવ ભરાશે
calendar_today September 9, 2026

Mehsana News: ભીમપુર વરસંગ તળાવમાંથી પાણી છોડાયું, સતલાસણા અને ખેરાલુના 29 તળાવ ભરાશે

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભીમપુર વરસંગ તળાવમાંથી પાઈપલાઈન મારફતે પાણી છોડવામાં આવતા સતલાસણા અને ખેરાલુ તાલુકાના 29 જેટલા તળાવ ભરાશે.જેનાથી જળસંચયને અભૂતપૂર્વ વેગ મળશે અને આ વિસ્તારના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.હાલના સમયમાં સમયસર વરસાદ ન ખેંચાવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા અને પાકને બચાવવા તથા સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સ્થાનિક ધારાસભ્ય સમક્ષ તળાવો ભરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. 317 કરોડના ખર્ચે આ પાઈપલાઈન નંખાઈ હતીખેડૂતોની આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને અને પાઈપલાઈનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું હોવાથી સક્રિય પહેલ કરીને સરકારમાંથી જરૂરી મંજૂરી મેળવવામાં આવી હતી અને તળાવમાં પાણી છોડાવવામાં આવ્યું હતું.આ મહત્વપૂર્ણ અને રાહતદાયક પ્રસંગે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધરોઈ વિભાગના જવાબદાર અધિકારીઓ,ખેરાલુ તથા સતલાસણા તાલુકાના વિવિધ ગામોના સરપંચો,પંચાયતના ડેલીગેટો,અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગામોના ખેડૂતો જોડાયા હતા.અગાઉ આ સમગ્ર વિસ્તારમાં પાણીની કાયમી સમસ્યા હલ કરવા માટે અને જળસંચયના ભાગરૂપે 317 કરોડના ખર્ચે આ પાઈપલાઈન નાખવામાં આવી હતી.નર્મદાનું પાણી સૌપ્રથમ વરસંગ તળાવમાં નંખાય છેઆ યોજના અંતર્ગત નર્મદાનું પાણી સૌપ્રથમ વરસંગ તળાવમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ ત્યાંથી પાઈપલાઈન મારફતે આથમણા ભાગના ગામો તરફ પાણી છોડવામાં આવે છે.હાલમાં વરસાદ ખેંચાવાની વિકટ પરિસ્થિતિ વચ્ચે પાઈપલાઈન દ્વારા તળાવોમાં પાણી પહોંચાડવામાં આવતા ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને પશુધન તથા ખેતી માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.પોતાના વિસ્તારના ખેડૂતોની રજૂઆતને માન આપીને ત્વરિત ધોરણે પાણી છોડાવવાની વ્યવસ્થા કરવા બદલ ખેડૂતોએ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.સરકારના આ પગલાથી ખેડૂતોના ચહેરા પર ફરી રોનક પાછી આવી છે.આ પણ વાંચોઃ Rajkot News: લોધિકા સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણીનો પરાજય, માધાપર બેઠક પર વિજય સખીયાની જીત

Read Full Story arrow_forward
Suratમાં ‘શેરબજાર ફ્રોડ’નો મોટો શિકાર! 200 ટકા રિટર્નની લાલચમાં એન્જિનિયરે રૂ.37.15 લાખ ગુમાવ્યા
calendar_today September 9, 2026

Suratમાં ‘શેરબજાર ફ્રોડ’નો મોટો શિકાર! 200 ટકા રિટર્નની લાલચમાં એન્જિનિયરે રૂ.37.15 લાખ ગુમાવ્યા

સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા એક ઈજનેર યુવક સાથે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ.37.15 લાખની મસમોટી સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગબાજોએ યુવકને શેરબજારમાં ટૂંકા સમયમાં 200 ટકાથી વધુ નફો અપાવવાની કથિત લાલચ આપી પોતાની જાળમાં ફસાવ્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર ઈજનેરે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.બોગસ ટ્રેડિંગ એપ મારફતે રૂ. 37.15 લાખ ટ્રાન્સફર કરાવી લીધાબનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ઠગબાજોએ પ્રથમ ઈજનેર યુવકને વ્હોટ્સએપ પર સ્ટોક માર્કેટ ટિપ્સ આપતા એક શંકાસ્પદ ગ્રૂપમાં ઉમેર્યો હતો. ત્યાર બાદ યુવકનો વિશ્વાસ જીતીને તેના મોબાઈલમાં એક વિશેષ ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. એપ ડાઉનલોડ કરાવ્યા બાદ કૌભાંડીઓએ યુવકને આકર્ષક IPO મેળવવા તેમજ શેરબજારની વિવિધ યોજનાઓમાં રોકાણ કરવાના નામે તબક્કાવાર અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.37.15 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઈજનેરે રકમ રોક્યા બાદ જ્યારે નફો કે મૂળ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગબાજોએ સંપર્ક વિહોણા થઈ ફોન બંધ કરી દીધા હતા.સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી ડિજિટલ તપાસ તેજ કરીઠગબાજો દ્વારા સંપર્ક તોડી નાખવામાં આવતાં યુવકને પોતાની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આથી યુવકે ત્વરિત ધોરણે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને બનાવ અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ઈજનેરની ફરિયાદના આધારે ગુનો નોંધીને જે વ્હોટ્સએપ નંબર અને બેંક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર થયા હતા તેની તાંત્રિક અને ડિજિટલ છાનબીન શરૂ કરી છે. આ સાથે જ પોલીસે નાગરિકોને અજાણ્યા વ્હોટ્સએપ ગ્રૂપ કે સોશિયલ મીડિયા પર શેરબજારમાં અવાસ્તવિક વળતરની લાલચ આપતી એપ્સથી સતર્ક રહેવા અપીલ કરી છે.આ પણ વાંચો : Surat News : પેપર ચેકિંગમાં ગુલ્લી મારનારા શિક્ષકો સામે DEO લાલઘૂમ, 197 શિક્ષકોને રૂ.3000 નો દંડ અને નોટિસ ફટકારી...

Read Full Story arrow_forward
Ambaji News : ભાદરવી પૂનમે 52 ગજની ધજા લઈને અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે
calendar_today September 9, 2026

Ambaji News : ભાદરવી પૂનમે 52 ગજની ધજા લઈને અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે

માં અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 સુધી યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ સાત દિવસીય મહામેળામાં ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી માતાના દર્શનાર્થે પદયાત્રા કરીને આવે છે.આ મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. માં અંબાના ભક્તો માટે મંદિર ટ્રસ્ટ તરફથી એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. માં અંબાના મંદિરના શીખર પર ચઢાવવામાં આવતી 52 ગજની ધજા હવે નહીં ચઢાવી શકાય.ધજા માટે અગાઉ લેવાયેલો નિર્ણય યથાવતઅંબાજી મંદિરમાં અગાઉ લેવાયેલો મહત્વનો નિર્ણય આગામી ભાદરવી પૂનમ મહામેળામાં પણ સંપૂર્ણપણે યથાવત રાખવામાં આવશે. જેથી શ્રદ્ધાળુઓ નિયમોનું પાલન કરીને સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે.ધજા દંડ અને યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા 5 મીટરથી મોટી ધજા મંદિરના શિખર પર ચડાવવા પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે, અને માનતા મુજબ મોટી ધજા લાવનાર યાત્રિકોની ધજા સીધી માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને ૫ મીટરથી મોટી ધજા શિખર માટે ન લાવવા અનુરોધ કરાયો છે તેમજ શ્રદ્ધાની ધજાનું સન્માન જાળવી તેની પવિત્રતા સુરક્ષિત રહે તથા ધજા જમીન પર ન ઢસડાય તેનું વિશેષ ધ્યાન રાખવા તાકીદ કરાઈ છે.સેવા કેમ્પો માટે ઓનલાઈન નોંધણી ફરજિયાતઆગામી ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓની સેવા માટે રસ્તામાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહામેળા દરમિયાન જે સંસ્થાઓ, ટ્રસ્ટો કે મંડળોએ સેવા કેમ્પ યોજવા હોય તેમણે ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.આ માટે અંબાજી મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ www.ambajitemple.in પર ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આયોજકોએ રજિસ્ટ્રેશન ફોર્મ તેમજ ફાયર સેફ્ટીનું સ્વ બાંહેધરી પત્રક પ્રિન્ટ કરીને SDM કચેરી, દાંતા ખાતે સમયસર જમા કરાવવાનું રહેશે.ત્યારબાદ એસ.ડી.એમ.કચેરી દ્વારા સેવા કેમ્પના પ્રસ્તાવિત સ્થળ અને રજૂ કરાયેલા દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. તમામ નિયમો અને શરતોનું યોગ્ય પાલન કરનાર અધિકૃત સેવા કેમ્પોને જ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. આ પણ વાંચોઃ Rajkot News: લોધિકા સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણીનો પરાજય, માધાપર બેઠક પર વિજય સખીયાની જીત

Read Full Story arrow_forward