android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viral Video: દર્દીઓના જીવ જોખમમાં... હોસ્પિટલમાં નથી લાઈટ, ડોક્ટરો મીણબત્તીના પ્રકાશમાં કામ કરવા મજબૂર!
calendar_today September 9, 2026

Viral Video: દર્દીઓના જીવ જોખમમાં... હોસ્પિટલમાં નથી લાઈટ, ડોક્ટરો મીણબત્તીના પ્રકાશમાં કામ કરવા મજબૂર!

Viral Video: કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જનતાને સારી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવાના મોટા દાવાઓ કરી રહી હોય એમ લાગી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉધમ સિંહ નગર જિલ્લાના કાશીપુરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં સરકારના દાવાઓ પાછળની વાસ્તવિકતા છતી થઈ છે. વીજળી ગુલ થવાને કારણે એક ડૉક્ટર મીણબત્તીથી દર્દીઓની સારવાર કરતો જોવા મળ્યો હતો.કાશીપુરની એલ.ડી. ભટ્ટ સરકારી હોસ્પિટલમાં આ ઘટના બની હતી. વીજળી ગુલ થવાને કારણે હોસ્પિટલમાં અંધારપટ છવાઈ ગયો હતો. ગુણવત્તાયુક્ત સંભાળની આશા રાખતા દર્દીઓએ OPDમાં મીણબત્તીના પ્રકાશમાં તેમની સારવાર કરતા ડૉક્ટરને જોયો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખતા અને ઝાંખા મીણબત્તીના પ્રકાશમાં દર્દીઓની તપાસ કરતા જોવા મળે છે. આ વીડિયોએ સમગ્ર પ્રદેશમાં વ્યાપક ચર્ચા અને લોકોનો રોષ જોવા મળી રહ્યો છે કે આતો દર્દીઓના જીવ જોખમમાં મૂકવા બરાબર છે.હોસ્પિટલના મુદ્દાઓની સ્પષ્ટતાજેમ જેમ આ મુદ્દો ચર્ચામાં આવ્યો, તેમ તેમ એલ.ડી. ભટ્ટ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક (CMS) ડૉ. એસ.કે. દિક્ષિતે સ્પષ્ટતા જારી કરી. તેમણે એવા દાવાઓને નકારી કાઢ્યા કે હોસ્પિટલમાં પાવર બેકઅપ સિસ્ટમનો અભાવ હતો. ડૉ. એસ.કે. દીક્ષિતે જણાવ્યું હતું કે, "અમારી હોસ્પિટલ બે જનરેટર અને પાવર બેકઅપ માટે પૂરતા ઇન્વર્ટરથી સજ્જ છે. ઇમરજન્સી દરમિયાન, જનરેટર સમગ્ર હોસ્પિટલ માટે બેકઅપ પૂરું પાડે છે. સોશિયલ મીડિયા પર ફરતો વીડિયો ઓપીડીનો છે. તે વીજળી ગુલ થવા દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હતો જ્યારે વૈકલ્પિક પાવર સિસ્ટમ શરૂ થવામાં લગભગ 10 મિનિટ લાગી હતી. ભવિષ્યમાં આવી અસુવિધા ટાળવા માટે અમે ટૂંક સમયમાં ઓનલાઈન યુપીએસ સિસ્ટમની વ્યવસ્થા કરી રહ્યા છીએ."શું થશે હવે કાર્યવાહી?જિલ્લા વહીવટીતંત્રે પણ આ ઘટનાની નોંધ લીધી છે. ઉધમ સિંહ નગરના એસડીએમ પંકજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ મામલો હમણાં જ તેમના ધ્યાન પર આવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ કાશીપુરના મુખ્ય તબીબી અધિક્ષક સાથે વાત કરીને સમગ્ર ઘટનાક્રમ વિશે વિગતો એકત્રિત કરશે. જો તપાસમાં કોઈ બેદરકારી જણાશે, તો જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાયદાકીય અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો: Traffic Rules: જો ભૂલથી પણ તોડ્યો ટ્રાફિક નિયમ... તો થશે હવે આવી સજા, નહીં ચલાવી શકો ક્યારેય વાહન!

Read Full Story arrow_forward
India News : ‘AAP મારી Ex છે, હજુ પીછો છોડતી નથી’! રાઘવ ચઢ્ઢાએ જૂની પાર્ટી પર કર્યો કટાક્ષ...
calendar_today September 9, 2026

India News : ‘AAP મારી Ex છે, હજુ પીછો છોડતી નથી’! રાઘવ ચઢ્ઢાએ જૂની પાર્ટી પર કર્યો કટાક્ષ...

આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જૂની પાર્ટી પર જોરદાર તંજના પ્રહાર કર્યા છે. રાઘવ ચઢ્ઢાએ AAP ને પોતાની 'Ex' (પૂર્વ પાર્ટનર) ગણાવતા કહ્યું કે, પાર્ટી છોડ્યા પછી પણ તે કડવાશ ભરેલા 'Ex' ની જેમ વર્તન કરી રહી છે અને તેમનો પીછો છોડતી નથી. તેમણે ઉમેર્યું કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી હજુ પણ તેમના મગજમાંથી નીકળી શક્યા નથી.દિલ્હીની ડ્રાફ્ટ વોટર લિસ્ટ પર AAP ના ગંભીર આરોપોઆ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે AAPના મીડિયા ઈનચાર્જ અનુરાગ ઢાન્ડાએ દિલ્હીના રાજેન્દ્ર નગર બૂથની ડ્રાફ્ટ વોટર લિસ્ટ પર સવાલો ઉઠાવ્યા. આપનો આરોપ હતો કે 31 ઓગસ્ટે જાહેર થયેલી યાદીમાં 746 મતદારો હતા, પણ અચાનક રાઘવ ચઢ્ઢાનું નામ 747મા મતદાર તરીકે ઉમેરી દેવામાં આવ્યું. આપે આરોપ લગાવ્યો કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને નિયમોને નેવે મૂકીને ગેરરીતિ આચરી રહી છે.ચૂંટણી પંચ અને રાઘવ ચઢ્ઢાની સ્પષ્ટતાઆપના તમામ આરોપોને ફગાવતા રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું કે તેમણે ચૂંટણી પંચના તમામ નિયમો અને પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કર્યું છે. બીજી તરફ દિલ્હીના મુખ્ય નિર્વાચન અધિકારીના કાર્યાલય દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખાસ સંકલિત સુધારણા (SIR) પ્રક્રિયા હેઠળ નિયમાનુસાર જ ફોર્મ-6 મંજૂર કરવામાં આવ્યું હતું. મંજૂર થયેલા 700 ફોર્મ-6 પૈકી રાઘવ ચઢ્ઢાનું નામ પણ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જ યાદીમાં શામેલ કરાયું છે.આ પણ વાંચો : PM Modi Birthday 2026: 17 સપ્ટેમ્બરે સેવા દિવસની ઉજવણી, PMના જન્મ દિવસ અને કાર્યકાળને લઇને BJPનો પ્લાન

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: સુરતના સારોલીમાં માર્કેટમાં લાગેલી આગ હજી યથાવત, ફાયરના 200 કર્મચારીઓ 8 કલાકથી ખડેપગે
calendar_today September 9, 2026

Gujarat Latest News Live: સુરતના સારોલીમાં માર્કેટમાં લાગેલી આગ હજી યથાવત, ફાયરના 200 કર્મચારીઓ 8 કલાકથી ખડેપગે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward