android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ગુજરાત ATS એ પકડેલા 3 આતંકીઓની તપાસ NIA ને સોંપાઇ, ડો.અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન, સુહૈલ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા હતા
calendar_today January 3, 2026

Ahmedabad: ગુજરાત ATS એ પકડેલા 3 આતંકીઓની તપાસ NIA ને સોંપાઇ, ડો.અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન, સુહૈલ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા હતા

નવેમ્બર 2025માં ગુજરાત ATS દ્વારા પકડાયેલા ડો. અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહૈલ નામના 3 આતંકીઓની તપાસ હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અમદાવાદ યુનિટને સોંપવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, કારણ કે કેસની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને વધુ વિશેષ તપાસ જરૂરી છે.આતંકીઓ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા આ આતંકીઓ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા હતા. ATSને મળેલી માહિતી પ્રમાણે આ આતંકીઓ ISKP હેન્ડલર અબુ ખદીજાના સૂચનો હેઠળ હથિયારો અને ઝેરના ઉપયોગની હેરાફેરીમાં સંડોવાયેલા હતા. ખોરાક કે પાણીમાં ઝેર ભેળવી અનેક લોકોને નુકસાન પહોંચાડવાનો કારસો અબુ ખદીજાના આદેશ મુજબ, આ હુમલા દ્વારા ખોરાક કે પાણીમાં ઝેર ભેળવી અનેક લોકોને નુકસાન પહોંચાડવાનો કારસો હતો. NIA અમદાવાદ યુનિટે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો---  ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
Surat માં પાટીદારોનું શક્તિ પ્રદર્શન, મોટા વરાછામાં CM અને DyCM ની હાજરીમાં યોજાશે ભવ્ય સન્માન સમારોહ
calendar_today January 3, 2026

Surat માં પાટીદારોનું શક્તિ પ્રદર્શન, મોટા વરાછામાં CM અને DyCM ની હાજરીમાં યોજાશે ભવ્ય સન્માન સમારોહ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. મહત્વની વાત એ છે કે, તાજેતરમાં જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (DyCM) તરીકે પદભાર સંભાળનાર હર્ષ સંઘવી પણ આ સમારોહમાં હાજરી આપશે. પાટીદાર સમાજના આ શક્તિ પ્રદર્શન અને સન્માન સમારોહને લઈને સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ સંગઠન અને સરકારમાં મહત્વની જવાબદારીઓ સંભાળતા પાટીદાર અગ્રણીઓનું અહીં જાહેર અભિવાદન કરવામાં આવશે.સંગઠનના હોદ્દેદારોનું થશે સન્માન આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નેતા જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓ મંચ પર બિરાજમાન થશે. મોટા વરાછા ખાતે યોજાનારા આ સમારોહમાં પાટીદાર સમાજના હજારો લોકો ઉમટી પડવાની શક્યતા છે. ખાસ કરીને ભાજપ સંગઠનમાં નવી જવાબદારીઓ મેળવનાર સમાજના રત્નોને સન્માનિત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવશે. આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો મર્યાદિત ન રહેતા, આગામી સમય માટે સમાજની એકતા અને સંગઠન શક્તિનો પરિચય પણ આપશે. આ પણ વાંચો : Ahmedabad News : વાહનચાલકોમાં રોષ, 'થિગડાં મારીને સંતોષ માનતા' તંત્ર સામે દધિચી બ્રિજ પર જનતાનો આક્રોશ

Read Full Story arrow_forward
Gandhinagar News : દહેગામ પોલીસે ફુગ્ગા અને શાકભાજી વેચનારનો ડ્રેસ ધારણ કરી પોકસોના આરોપીને ફિલ્મી રીતે ઝડપી પાડયો
calendar_today January 3, 2026

Gandhinagar News : દહેગામ પોલીસે ફુગ્ગા અને શાકભાજી વેચનારનો ડ્રેસ ધારણ કરી પોકસોના આરોપીને ફિલ્મી રીતે ઝડપી પાડયો

આરોપીને પકડવા દહેગામ પોલીસનું ફિલ્મી ઓપરેશન સામે આવ્યું છે અને 3 વર્ષથી ફરાર પોક્સોના આરોપીને પોલીસે ઝડપ્યો છે, ફુગ્ગા, શાકભાજી વેચીને પોલીસે આરોપીને ઝડપ્યો છે અને મહેસાણાના ટીબી રોડ પર વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો છે, પોલીસે પોક્સોના આરોપી ધનપાલસિંહ ચૌહાણને ઝડપી તપાસ હાથ ધરી છે. આરોપીએ સગીરાને લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતુ આરોપીએ સગીરાને લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતુ અને જામીન મળતા આરોપી અલગ-અલગ જગ્યાએ કામ કરતો અને આરોપીને ઝડપી અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. હાઈકોર્ટ દ્વારા 27 જાન્યુઆરી 2023થી 4 ફેરબ્રુઆરી 2023 સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ જામીન પૂર્ણ થતા તે જેલમાં હાજર થયો ન હતો અને ફરાર રહેતો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં ઓપરેશન પાર પાડતા પીઆઈ પણ ખુશ થયા હતા. આરોપી જામીન પર છૂટીને છૂટક મજૂરી કરતો હતો આરોપી વિવિધ જગ્યાએ છૂટક મજૂરી કરતો હોવાની વાત સામે આવી હતી, દહેગામ પોલીસના ડી-સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને તેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે, દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા પેરોલ/ફર્લો જમ્પ અને વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ પણ વાંચો : Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે વિવિધ વસાણાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો

Read Full Story arrow_forward