android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News : ગુજરાતમાં સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે, 44.74 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન
calendar_today January 2, 2026

Agriculture News : ગુજરાતમાં સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે, 44.74 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન

ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ ૪૬.૪૩ લાખ હેક્ટર રહ્યો છે, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ ગુજરાતના ખેડૂતોએ ૯૬ ટકાથી વધુ એટલે કે, ૪૪.૭૪ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રવિ પાકોનું વાવેતર ચાલુ હોવાથી વાવેતરનો આંકડો વધવાની પૂર્ણ સંભાવના છે. ભારતના કુલ ઘઉં ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો મહત્વપૂર્ણ છે રાજ્યમાં દર વર્ષે રવિ ઋતુ દરમિયાન ઘઉંનું સૌથી વધારે વાવેતર થાય છે. એ જ અનુક્રમ જાળવી રાખતા આ વર્ષે પણ ગુજરાતમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૩.૨૪ લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. ઘઉં સહિત રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ ૧૪.૮૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં કઠોળ પાકોમાં ચણાનું પણ મબલખ વાવેતર નોંધાયું છે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યના આશરે ૭.૪૮ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ વર્ષે ૧૩ ટકાની વૃદ્ધિ સાથે અત્યાર સુધીમાં કુલ ૮.૪૭ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે, ચણા સહિત કઠોળ પાકોનું રાજ્યમાં ૧૧ ટકાની વૃદ્ધિ સાથે ૮.૯૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેવી જ રીતે, અત્યાર સુધીમાં રાજ્યમાં જીરા જેવા મસાલા પાકોનું ૩.૭૫ લાખ હેક્ટર વિસ્તારમાં તેમજ રાઈ જેવા તેલીબિયાં પાકોનું કુલ ૨.૭૮ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. આગામી સમયમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના સેવાઈ રહી છે આટલું જ નહીં, ગુજરાતમાં ચાલુ રવિ સીઝન દરમિયાન બટાટાનું પણ મબલખ વાવેતર જોવા મળ્યું છે. બટાટા પાકનું ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આશરે ૧.૪૦ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું, જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮ ટકાની વૃદ્ધિ સાથે કુલ ૧.૬૬ લાખ હેક્ટરમાં બટાટાનું વાવેતર નોંધાયું છે. રવિ સીઝનની આ વાવણી પ્રક્રિયા જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધી ચાલુ રહેશે. રાજ્યમાં થયેલા આ મબલખ વાવેતરને પગલે આગામી સમયમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના સેવાઈ રહી છે. આ પણ વાંચો : Gujarat News : વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવામાં આવશે

Read Full Story arrow_forward
nadiad News: ઉત્તરસંડામાં દુકાનમાં ચોરી કરતા ચોર CCTVમાં કેદ
calendar_today January 2, 2026

nadiad News: ઉત્તરસંડામાં દુકાનમાં ચોરી કરતા ચોર CCTVમાં કેદ

રાજ્યમાં શિયાળામાં ઠંડી વધવાની સાથે સાથે ચોરીની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. ખેડા જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં તસ્કરોએ કાયદાનો ડર મૂકીને એક પ્રોવિઝન સ્ટોરને નિશાન બનાવ્યો છે. ઉત્તરસંડા ગામમાં આવેલી 'ગોકુલ ડેરી અને પ્રોવિઝન સ્ટોર'માં વહેલી સવારે બે અજાણ્યા શખ્સોએ ખાતર પાડી અંદાજે 30 હજારની રોકડ રકમ અને અન્ય મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, શિયાળાની કડકડતી ઠંડીનો લાભ ઉઠાવીને બે નિશાચરો વહેલી સવારે આશરે 4:00 વાગ્યે ગોકુલ ડેરી પર ત્રાટક્યા હતા. તસ્કરોએ અત્યંત વ્યવસ્થિત રીતે દુકાનનું શટર તોડ્યું હતું અને અંદર પ્રવેશ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે શખ્સો દુકાનમાં રાખેલી રોકડ રકમ તેમજ અન્ય કિંમતી સામાનની ફંફોસણ કરી રહ્યા છે. દુકાનદાર હેમેન્દ્રભાઈ પંડિતના જણાવ્યા અનુસાર, ગલ્લામાં રાખેલા રોકડા રૂપિયા 30,000 અને અન્ય મુદ્દામાલની ચોરી થઈ છે. પોલીસ તપાસનો ધમધમાટ ચોરીની જાણ થતા જ દુકાનદાર હેમેન્દ્રભાઈ પંડિત તુરંત વડતાલ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે. આ પણ વાંચો - Nadiad: ડમ્પરની ટક્કરે કિશોરનું મોત 27 દિવસ પછી ફરિયાદ થઇ

Read Full Story arrow_forward
Suratના અમરોલીમાં લંડનમાં નોકરી અપાવવાના બહાને યુવતી સાથે કરાઈ ઠગાઇ, જુઓ Video
calendar_today January 2, 2026

Suratના અમરોલીમાં લંડનમાં નોકરી અપાવવાના બહાને યુવતી સાથે કરાઈ ઠગાઇ, જુઓ Video

સુરતના અમરોલીમાં લંડનમાં નોકરી આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે, અમરોલી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીને વર્ક પરમિટ મળશે તેમ કહી રૂપિયા પડાવી લીધા હોવાની વાત સામે આવી છે, જયારે યુવતીએ વર્ક પરમિટ માંગી તો એજન્ટે હાથ ખંખેરી લીધા હોવાની વાત સામે આવી હતી. યુવતીએ અમરોલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી યુવતીએ અમરોલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી છે, અને પોલીસે યુવતીના નિવેદનના આધારે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, એજન્ટ હજી પોલીસના હાથે ઝડપાયો નથી અને સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ છે, એજન્ટે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો : Agriculture News : ગુજરાતમાં સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે, 44.74 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન

Read Full Story arrow_forward