android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News : કચ્છમાં સાયબર ફ્રોડના રૂપિયા કમિશનથી મેળવનાર આરોપીઓ સામે કાર્યવાહી, બેંકના ખાતામાં રૂ. 33 લાખ જમા થયા હતા
calendar_today January 2, 2026

Kutch News : કચ્છમાં સાયબર ફ્રોડના રૂપિયા કમિશનથી મેળવનાર આરોપીઓ સામે કાર્યવાહી, બેંકના ખાતામાં રૂ. 33 લાખ જમા થયા હતા

અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા મેળવી ચેકથી વિડો કરી તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરી કમિશન (લાભ) મેળનાર બે આરોપીઓ વિરૂધ્ધ ગૃનો દાખલ કરાવતી સાયબર સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ ભૂજ જીલ્લા પોલીસ. મ્યુલ એકાઉન્ટને લઈ કાર્યવાહી કરવામાં આવી પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અનુસાર ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા ગૌતમ વિવેકાનંદન ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. પોલીસે એકાઉન્ટની માહિતી મેળવીને કરી કાર્યવાહી જે અન્વયે સમન્વય પોર્ટલ ઉપરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવી એનાલીસીસ કરી અને તે આધારે (૧) પ્રકાશ ખીમજીભાઇ બારોટ રહે. જુની રાવલવાડી, રામદેવપીર મંદીર પાસે ભુજ તથા (૨) ભાવેશ હિરજીભાઇ ગરવા રહે.રાધાક્રુષ્ણનગર ફકીરવાડી મીરઝાપર પોલીસ ચોકીની બાજુમાં તા.ભુજ વાળાના નિવેદન લઇ તપાસ કરતા તે લોકો સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવા આધારે સરકાર તરફે ફરીયાદી બની બન્ને આરોપીઓએ સાયબર ફોડ/છેતરપિંડીના રૂપિયા મેળવી ગુનો કર્યો હોવાની વાત સામે આવી છે. આરોપીને માનકુવા પોલીસને સોંપવામાં આવ્યા જેથી તેમના વિરૂધ્ધ માનકુવા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪) મુજબનો ગુનો સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરાવવામાં આવેલ. ઉપરોક્ત ગુના કામના આરોપી (૧) પ્રકાશ ખીમજીભાઇ બારોટ રહે. જુની રાવલવાડી, રામદેવપીર મંદીર પાસે ભુજ તથા (૨) ભાવેશ હિરજીભાઇ ગરવા રહે.રાધાક્રુષ્ણનગર ફકીરવાડી મીરઝાપર પોલીસ ચોકીની બાજુમાં તા.ભુજ વાળાને હસ્તગત કરી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આ પણ વાંચો : Bhuj News : ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સાવધાન, ભુજમાં મીઠાઈમાં ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે છ માસની સજા ફટકારી

Read Full Story arrow_forward
Stock Market Opening: લીલા નિશાનમાં ખૂલ્યુ શેર માર્કેટ, સેન્સેક્સ 85,359 અંકે
calendar_today January 2, 2026

Stock Market Opening: લીલા નિશાનમાં ખૂલ્યુ શેર માર્કેટ, સેન્સેક્સ 85,359 અંકે

શુક્રવારે (2 જાન્યુઆરી) એશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર લીલા રંગમાં ખુલ્યા. ઓટો અને ખાનગી બેંકિંગ શેરોમાં ખરીદીથી બજાર વધુ ખુલવામાં મદદ મળી. રોકાણકારો ડિસેમ્બર માટે યુએસ મેન્યુફેક્ચરિંગ PMI ડેટા, 26 ડિસેમ્બર, 2025 ના રોજ પૂરા થતા સપ્તાહ માટે ફોરેક્સ ડેટા અને વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. લીલા નિશાનમાં ખૂલ્યુ શેરબજાર 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ લગભગ 70 પોઈન્ટ વધીને 85,259.36 પર ખુલ્યો. ખુલ્યા પછી ઇન્ડેક્સ વધુ મજબૂત બન્યો. સવારે 9:30 વાગ્યે, તે 170.66 પોઈન્ટ અથવા 0.20 ટકા વધીને 85,363.26 પર ટ્રેડ થઈ રહ્યો હતો.એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50 26,155 પર ખુલ્યો. સવારે 9:30 વાગ્યે, તે 54.20 પોઈન્ટ અથવા 0.21 ટકા વધીને 26,200 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ? શુક્રવારે એશિયન બજારોએ મિશ્ર ભાવના સાથે નવા વર્ષની શરૂઆત કરી. જોકે, પાછળથી તેઓ સુધર્યા. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.21 ટકા વધીને 4,239.88 ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો. દરમિયાન, સ્મોલ-કેપ કોસ્ડેક સારો દેખાવ કર્યો, 1.32 ટકા વધ્યો. જાપાન અને ચીન સહિત ઘણા એશિયન બજારો રજાઓ માટે બંધ રહ્યા. ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.11 ટકાના વધારા સાથે ટ્રેડ થયો. સિંગાપોરે અપેક્ષા કરતાં વધુ સારો આર્થિક વિકાસ નોંધાવ્યો. ચોથા ક્વાર્ટરમાં દેશનો GDP વાર્ષિક ધોરણે 5.7 ટકા વધ્યો, જે મુખ્યત્વે ઉત્પાદન ક્ષેત્ર દ્વારા સંચાલિત હતો. આ અગાઉના ક્વાર્ટરના સુધારેલા 4.3 ટકા વૃદ્ધિ કરતાં વધુ ઝડપી છે.આ પણ વાંચો- Venus And Sun Yuti: 14 જાન્યુઆરીથી 3 રાશિનું ચમકશે નસીબ, શુક્રાદિત્ય રાજયોગ અપાવશે અણધારી સફળતા

Read Full Story arrow_forward
Chomu Buldozer Action: જ્યાં પોલીસ પર થયો હતો પથ્થરમારો..ત્યાંથી ફરી વળ્યુ બુલ્ડોઝર ..એક્શનમાં તંત્ર
calendar_today January 2, 2026

Chomu Buldozer Action: જ્યાં પોલીસ પર થયો હતો પથ્થરમારો..ત્યાંથી ફરી વળ્યુ બુલ્ડોઝર ..એક્શનમાં તંત્ર

26 ડિસેમ્બરના રોજ જયપુરના ચોમુમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અતિક્રમણના વિવાદને લઇને બે જૂથો વચ્ચે અચાનક તણાવ ફાટી નીકળ્યો હતો. જે બાદ આજે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. આ કાર્યવાહી તે જ વિસ્તારમાં કરવામાં આવી રહી છે જ્યાં થોડા દિવસ પહેલા અતિક્રમણ દૂર કરવા ગયેલી પોલીસ ટીમ પર હિંસક ટોળાએ પથ્થરમારો કર્યો હતો. વહીવટી તંત્રએ દૂર કર્યા અવરોધો વહીવટીતંત્રે જણાવ્યું હતું કે રસ્તા પર ગેરકાયદેસર રીતે સ્થાપિત લોખંડની રેલિંગ અને અન્ય બાંધકામો ટ્રાફિકને અવરોધી રહ્યા હતા અને તેને દૂર કરવાની જરૂર છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને વહીવટી અધિકારીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.કલંદરી મસ્જિદ નજીક અતિક્રમણ હટાવાયું વહીવટીતંત્રનો દાવો છે કે આ કાર્યવાહી કાયદા અનુસાર અને કોર્ટના આદેશો અનુસાર કડક રીતે હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે જયપુરથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા ચોમુમાં કલંદરી મસ્જિદ નજીક બસ સ્ટેન્ડ વિસ્તારમાં લાંબા સમયથી પડેલા મોટા પથ્થરો અને લોખંડની રેલિંગને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને રસ્તા પર અતિક્રમણ માનવામાં આવતું હતું. આના કારણે વર્ષોથી ટ્રાફિક જામ થઈ રહ્યો હતો. 25 ડિસેમ્બરની રાત્રે, મસ્જિદ સમિતિ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે વાતચીત થઈ, જેના પરિણામે પથ્થરો દૂર કરવા માટે કરાર થયો. 26 ડિસેમ્બરે ભડકી હતી હિંસા જોકે 26 ડિસેમ્બરની સવારે, જ્યારે પોલીસે બુલડોઝરથી રેલિંગ દૂર કરવાનું શરૂ કર્યું, ત્યારે સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો. પરિસ્થિતિ ઝડપથી તંગ બની ગઈ, અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. જ્યારે પરિસ્થિતિ વણસી ત્યારે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને ભીડને વિખેરવા માટે હળવો બળપ્રયોગ કર્યો. પરિસ્થિતિ વધુ વણસતા ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવી પડી, જે પછીથી પુનઃસ્થાપિત કરવામાં આવી. બે ડઝન લોકો સામે FIR દાખલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે હાલ આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું અને ફ્લેગ માર્ચ કાઢવામાં આવી. હિંસક ટોળા દ્વારા પથ્થરમારા મામલે પોલીસે 110 થી વધુ લોકોની અટકાયત કરી, જ્યારે બે ડઝન અન્ય લોકો સામે નામાંકિત FIR દાખલ કરવામાં આવી. 29 ડિસેમ્બરના રોજ, વહીવટીતંત્રે આ વિસ્તારમાં ચાર ગેરકાયદે બાંધકામો અને 20 ગેરકાયદે કતલખાનાઓ પર નોટિસ ફટકારી હતી, જેમાં તેમને જાહેર જમીન પરથી સીડી, રેમ્પ, પ્લેટફોર્મ વગેરે દૂર કરવા અથવા બુલડોઝરનો સામનો કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. 24 પથ્થરબાજોના ઘરો પર પણ નોટિસ પોલીસ પર પથ્થરમારા કરનારા 24 આરોપીઓના ઘરો પર પણ નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં ત્રણ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો હતો. આ સમયમર્યાદા 31 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. સંડોવાયેલા વ્યક્તિઓએ નોટિસનો જવાબ આપ્યો ન હતો કે તેમના અતિક્રમણ દૂર કર્યા ન હતા, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્રે ઓળખાયેલા ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝરથી કાર્યવાહી શરૂ કરી હતી. સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે પૂરતી સૂચના વિના તેમના બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમને નાણાકીય નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ વહીવટીતંત્રનો દાવો છે કે તેમને અતિક્રમણ દૂર કરવા માટે ઘણી વખત ચેતવણી આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં, ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવ્યા નથી.

Read Full Story arrow_forward