android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: સિંગાપોર PM લોરેન્સ વોંગના પગારમાં 64 ટકાનો વધારો, ડોનાલ્ડ ટ્રમ્પના પગાર કરતાં લગભગ 7 ગણો વધુ
calendar_today September 9, 2026

Gujarat Latest News Live: સિંગાપોર PM લોરેન્સ વોંગના પગારમાં 64 ટકાનો વધારો, ડોનાલ્ડ ટ્રમ્પના પગાર કરતાં લગભગ 7 ગણો વધુ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Rajkot News: લોધિકા સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણીનો પરાજય, માધાપર બેઠક પર વિજય સખીયાની જીત
calendar_today September 9, 2026

Rajkot News: લોધિકા સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણીનો પરાજય, માધાપર બેઠક પર વિજય સખીયાની જીત

સૌરાષ્ટ્રની સૌથી મોટી સહકારી સંસ્થા રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના મતદાન બાદ ઉમેદવારોનું પરિણામ જાહેર થયું છે. આ ચૂંટણીમાં 95 ટકા મતદાન થયું હતું. લોધિકા સંઘમાં 15 ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થતાંની સાથે જ ભાજપના બે જૂથ વચ્ચે ઉમેદવારોને લઈ ભારે ખેંચતાણ સર્જાઈ હતી. આજે આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને તેમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અરવિંદ રૈયાણીનો પરાજય થયો છે. જ્યારે માધાપર બેઠક પર વિજય સખીયાનો વિજય થયો છે.પૃથ્વીસિંહ જાડેજાનો પરાજય વિજય સખિયાની જીતરાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે.જેમાં હલેન્ડા બેઠક પર મહેશ આસોદરિયાની શાનદાર જીત થઈ છે અને પરિણામ જાહેર થાય તે પૂર્વે જ ધીરુભાઈ રોકડ દ્વારા તેમને ખુલ્લું સમર્થન અપાયું હોવાથી પરિણામ પહેલાં જ ઢોલ નગારા વગાડીને ઉજવણી શરૂ થઈ ગઈ હતી.બીજી તરફ,માધાપર બેઠક ઉપર ભાજપ દ્વારા પૃથ્વીસિંહ જાડેજાને મત આપવા માટે વ્હિપ આપવામાં આવ્યો હોવા છતાં ચારેય મતદારોએ રાદડિયા જૂથના માનવામાં આવતા વિજય સખિયાને મત આપતા પૃથ્વીસિંહ જાડેજાનો પરાજય થયો હતો અને વિજય સખિયાની જીત થઈ હતી.કુવાડવા બેઠક ઉપર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની હારઆ ચૂંટણીના અન્ય પરિણામોમાં કુવાડવા બેઠક ઉપર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની હાર થઈ છે.જ્યારે આ બેઠક પર નીતિન રૈયાણીનો વિજય મેળવ્યો છે.સહકારી ક્ષેત્રની આ અત્યંત મહત્વપૂર્ણ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓની હાર અને સમીકરણો બદલાતા રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ હારી જતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મતદાન સમયે પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી. બળવાખોર તરીકે ફોર્મ ભરવામાં આવ્યા હતારાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો મોટો દબદબો જોવા મળ્યો છે.જ્યાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભરનાર બે મહત્વની સીટો પર ભાજપના બળવાખોર ઉમેદવારોની શાનદાર જીત થઈ છે.માધાપર જૂથ બેઠક પર વિજય સખિયા અને કુવાડવા જૂથ બેઠક પર નીતિન ચોવટીયાની જીત થઈ છે. કારણ કે આ બંને સીટો પર રાદડિયા જૂથના ટેકેદારોને મેન્ડેટ ન મળવાને કારણે બળવાખોર તરીકે ફોર્મ ભરવામાં આવ્યા હતા.ત્રંબા સીટ પર ટાઈ થતાં ચિઠ્ઠી નાખવામાં આવી હતીઆ ચૂંટણીના અન્ય પરિણામોમાં ત્રંબા સીટ પર ટાઈ થતાં ચિઠ્ઠી નાખવામાં આવી હતી જેમાં નીતિન રામાણીની જીત થઈ હતી.જ્યારે હલેન્ડા બેઠક પર પાર્ટી દ્વારા મેન્ડેટ અપાયેલા મહેશ આસોદરીયા વિજયી બન્યા હતા.ખોખડદડ બેઠકમાં જયેશ રાદડિયા વિરુદ્ધ જૂથના ગણાતા બાબુ નસીતની જીત થઈ હતી, જોકે આ બેઠક પર મતદાન દરમિયાન એક મતદારે મત આપ્યો ન હતો અને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાંચમાંથી ત્રણ બેઠકો પર પક્ષના વ્હિપનો અનાદર થયો હોવાનું સામે આવ્યું છે.આ પણ વાંચોઃAhmedabad News: વાહનની નંબર પ્લેટ નહીં હોય અને તેની સાથે ચેડાં કર્યા તો થશે કાર્યવાહી

Read Full Story arrow_forward
Gandhinagar News : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, વરસાદ ખેંચાતા સ્થિતિની થશે સમીક્ષા
calendar_today September 9, 2026

Gandhinagar News : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, વરસાદ ખેંચાતા સ્થિતિની થશે સમીક્ષા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે ૫:૦૦ વાગ્યે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાવાના કારણે સર્જાયેલી સ્થિતિ અને આગામી દિવસોમાં યોજાનારા વિધાનસભાના ચોમાસા સત્રની તૈયારીઓના ભાગરૂપે આ બેઠક આહૂતો કરવામાં આવી છે. આ બેઠકમાં તમામ કેબિનેટ તથા રાજ્યકક્ષાના મંત્રીઓ અને વિવિધ વિભાગોના ઉચ્ચ વહીવટી અધિકારીઓ હાજર રહેશે.ચોમાસા સત્રના મહત્વના બિલો અંગે થશે મંથનઆજના આ કેબિનેટ મંથનનો મુખ્ય એજન્ડા રાજ્યભરમાં વરસાદની અછત અને તેના લીધે પીવાના પાણી તેમજ સિંચાઈ અંગે ઊભી થયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે. આ ઉપરાંત, વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ગૃહમાં મૂકવામાં આવનારા મહત્વપૂર્ણ સરકારી વિધેયકો (બિલો) અને સરકારી નીતિવિષયક નિર્ણયોની પ્રગતિ અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવશે. ઓછો વરસાદ ધરાવતા તાલુકાઓ અને જિલ્લાઓમાં જળાશયોના વર્તમાન જળસ્તર અંગે સંબંધિત વિભાગો પાસેથી વિગતવાર અહેવાલ લેવામાં આવશે.સરકારી નીતિવિષયક નિર્ણયો અંગે માર્ગદર્શનવરસાદ ખેંચાયા બાદ નાગરિકોને પીવાના પાણી કે પશુધન માટે ઘાસચારાની કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં લેવા અંગે મંત્રીમંડળમાં જરૂરી આદેશો જારી કરવામાં આવી શકે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠો સુચારુ જળવાઈ રહે તે માટે તંત્રને સતર્ક રાખવાની સાથે જ ચોમાસુ સત્રના સંચાલન તથા વિધેયકોને મંજૂરી આપવા માટેની પ્રક્રિયાને આજના મંથનમાં આખરી ઓપ આપવામાં આવશે.આ પણ વાંચો : Ahmedabadમાં રાજ્યભરની આંગણવાડી-આશા વર્કર મહિલાઓનું મોટું આંદોલન, પગાર વધારા મુદ્દે 2 દિવસીય ધરણાંની જાહેરાત

Read Full Story arrow_forward