Gandhinagar: સરકારે સારી બસોની વ્યવસ્થા કરી, હવે ચલાવવાની જવાબદારી તમારી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત એસટીના નવા કર્મચારીઓને ડિજિટલ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. પ્રથમવાર ટેકનોલોજીના માધ્યમથી નિમણૂક પત્રો એનાયત કરાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેજ પરથી ઉમેદવારોને જાણ કરી હતી. આજે ગાંધીનગરમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા 3084 ડ્રાઈવર અને કંડક્ટર સહિતના કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. મુશ્કેલીઓ આવે પણ મગજને શાંત રાખવું ગુજરાત એસટીના ડ્રાઈવર અને કંડક્ટરના નિમણૂક પત્રોના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આંગળી ચિંધ્યાનું પુણ્ય મળે તો આ ખૂબ મોટો અવસર છે. વડાપ્રધાન મોદીએ લોકો સુધી પહોંચવા હંમેશા પ્રયત્નો કર્યા છે. તેમાં સારી રીતે સહભાગી થવાનો પ્રયત્ન થવો જોઈએ. સરકારી સારી બસોની વ્યવસ્થા કરી છે. હવે આ બસો ચલાવવાની જવાબદારી તમારા સૌની છે. અમે ક્યાંય પહોંચીએ તે પહેલા રીલ પહોંચી જાય છે. કોઈ વસ્તુને નકારાત્મક લેવાની જરૂર નથી. બસના તમામ મુસાફરોને તમારા પર ભરોસો છે. મુશ્કેલીઓ આવે પણ મગજને શાંત રાખવું. એસટીના ડ્રાઈવર અને કંડક્ટર બીજાના પરિવાર માટે કામ કરે છે ગુજરાતમાં એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરના નિમણૂક પત્રોના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, એસટી વિભાગ 24 કલાક કામ કરે છે. મુખ્યમંત્રીના હસ્તે આજે નિમણૂક પત્રો એનાયત કરાયા છે. એસટીના ડ્રાઈવર અને કંડક્ટર બીજાના પરિવાર માટે કામ કરે છે. 27 લાખ પેસેન્જરનો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. 30 લાખ લોકોને સેવા આપવાનો એસટી વિભાગનો ટાર્ગેટ છે. નવી બસો ઉમેરાતા આ ટાર્ગેટ પણ પૂર્ણ થશે. હાઈવે અને શહેરમા ટ્રાફિકનું પ્રમાણ ઘટી જશે. 2025માં રાજ્યમાં એસટીની 1714 નવી બસ મુકાઈ છે. 962 સુપર એક્સપ્રેસ અને 30 વોલ્વો અને 100 AC બસ મુકાઇ છે. આ પણ વાંચોઃ Surendranagar જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ, તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટની શક્યતા
Read Full Story arrow_forward