android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
nadiad news: સરદાર ભવન કાવેરી પ્લાઝામાં ચાર દુકાનોના શટર તૂટ્યા
calendar_today January 2, 2026

nadiad news: સરદાર ભવન કાવેરી પ્લાઝામાં ચાર દુકાનોના શટર તૂટ્યા

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં તસ્કરો પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. નડિયાદ શહેરના અત્યંત ભરચક ગણાતા વિસ્તારમાં આવેલા સરદાર ભવન પાસેના કાવેરી પ્લાઝામાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકીને એકસાથે ચાર દુકાનોને નિશાન બનાવી હતી. આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.રાત્રિના સાડા ત્રણ કલાકે તસ્કરો ત્રાટક્યા ઘટનાની મળતી વિગતો અનુસાર, ગત રાત્રે આશરે સાડા ત્રણ કલાકે જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું, ત્યારે આ 'નિશાચરો' કાવેરી પ્લાઝામાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે દુકાનોના શટરના તાળા તોડ્યા હતા અને અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે દુકાનોમાં ચોરી થઈ છે, તેમાં બે નોટરી પબ્લિકની ઓફિસ, એક ફોટો સ્ટુડિયો અને એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનનો સમાવેશ થાય છે. CCTV માં કેદ થયા દ્રશ્યો ચોરીની આ સમગ્ર મોડસ ઓપરેન્ડી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે તસ્કરો શટર ઊંચા કરી રહ્યા છે અને બિન્દાસ રીતે દુકાનોમાં પ્રવેશી રહ્યા છે. વહેલી સવારે જ્યારે દુકાનદારો પોતાની દુકાને પહોંચ્યા ત્યારે શટર તૂટેલા જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિકોમાં ફફડાટ શહેરના મધ્ય ભાગમાં અને વ્યસ્ત ગણાતા વિસ્તારમાં આ રીતે ચોરી થતા સ્થાનિક વેપારીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે, અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - nadiad News: ઉત્તરસંડામાં દુકાનમાં ચોરી કરતા ચોર CCTVમાં કેદ

Read Full Story arrow_forward
Surat : માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટમાં સંડોવાયેલો વધુ એક શિક્ષક ઝડપાયો, તે ધર્માંતરણ માટે આવતા ફંડ નો હિસાબ રાખતો
calendar_today January 2, 2026

Surat : માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટમાં સંડોવાયેલો વધુ એક શિક્ષક ઝડપાયો, તે ધર્માંતરણ માટે આવતા ફંડ નો હિસાબ રાખતો

સુરત જિલ્લાના માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ગત દિવસો આચાર્ય અને તબીબ સાથે બે શિક્ષક ઝડપાયા હતા. જ્યારે હવે વધુ એક શિક્ષક પોલીસ સકંજામાં આવ્યો છે. જે ધર્માંતરણ માટે આવતા ફંડ નો હિસાબ રાખતો હતો.લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા  સુરત જિલ્લાના માંડવીમાં યુવતીને લગ્નની લાલચે ધર્મપરિવર્તન કરાવ્યાની ઘટના ગત દિવસોમાં બની હતી. જેમાં પોલીસે યુવતી ને ધર્મપરિવર્તન કરી તરછોડી દેનાર ડો અંકિત ચૌધરી તેમજ તેના પિતા આચાર્ય રામજી ચૌધરી ની જેતે સમયે ધરપકડ કરાઈ હતી. તેઓ પાસ્ટર તરીકે લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હતા. ત્યાર બાદ સમગ્ર મામલે માંડવી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ વધુ એક શિક્ષક નું નામ બહાર આવ્યું આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે સમાજને નવી રાહ ચીંધનાર શિક્ષક જ આ કાળા કારોબારમાં સામેલ હતા. પોલીસે અગાઉ એક શિક્ષક તેમજ અન્ય એક ઈસમ મળી બે ની ધરપકડ કરી હતી. લાંબી તપાસ બાદ વધુ એક શિક્ષક નું નામ બહાર આવ્યું છે. અને પોલીસે માસ્ટર માઈન્ડ રામજી ચૌધરી ના નજીક ના ગણાતા અને વ્યવસાયે વધુ એક શિક્ષક એવા રાકેશ ચંદુલાલ વસાવા ની ધરપકડ કરી છે. રાકેશ વસાવા પોતે રહસ્ય સચિવ તરીકે ઓળખાતો ઝડપાયેલ રાકેશ વસાવા પોતે રહસ્ય સચિવ તરીકે ઓળખાતો હતો. જે "ધ પ્રે ફોર ઓવરલાસ્ટિંગ લાઈફ ચેરીટેબલ ટ્રસ્ટ" ના સભ્ય તરીકે ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા. આ રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતા ફાંફા નો તમામ હિસાબ રાખતો હતો. તથા કોનું ધર્માંતરણ થયું , કોને જવાબદારી સોંપવી તે ફરજ રાકેશ વસાવા નિભાવતો હતો. પોતે એક શાળામાં અંગ્રેજી શિક્ષક તરીકે પણ ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા પાસ્ટર ના નજીક ના વ્યક્તિ બનીને આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હતા. ખાસ કરી ને અગાઉ ત્રણ દિવસ ખ્રિસ્તી ધર્મ ના યોજાયેલા કાર્યક્રમ માં પણ આ રાકેશ વસાવા ની સક્રિય ભૂમિકા રહી હોવાનું પણ પોલીસ તપાસ માં સામે આવ્યું છે. તેમજ એકી સાથે 20 થી વધુ વ્યક્તિઓ ને રાકેશ વસાવા એ ધર્મપરિવર્તન કરાવ્યા હોવાના કેટલાક પુરાવાઓ પણ પોલીસ ના હાથે લાગ્યા છે. આ પણ વાંચો----   Surendranagar જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ, તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટની શક્યતા

Read Full Story arrow_forward
Gir Somnath: કોડીનાર રેલવે સ્ટેશન બન્યું હવે દીપડાઓનું કાયમી સરનામું!
calendar_today January 2, 2026

Gir Somnath: કોડીનાર રેલવે સ્ટેશન બન્યું હવે દીપડાઓનું કાયમી સરનામું!

ગાયકવાડ શાસન વખતનું ઐતિહાસિક વિરાસત સમાન કોડીનારનું રેલવે સ્ટેશન આજે સ્થાનિકો માટે 'મૃત્યુના સ્ટેશન' સમાન બની ગયું છે. છેલ્લા 10 વર્ષથી મીટરગેજ ટ્રેન બંધ થતા જ રેલવે તંત્રએ આ મિલકતને રામભરોસે છોડી દીધી છે. આજે આ સ્ટેશન પરિસરમાં માણસ ડૂબી જાય તેટલા ગીચ બાવળો ઊગી નીકળ્યા છે, જેના કારણે શહેરની મધ્યમાં એક અઘોચર જંગલ ઉભું થયું છે. કોડિનાર રેલવે સ્ટેશન બન્યુ દીપડાઓનું કાયમી રહેઠાણ ભયના ઓથાર હેઠળ જીવતા રહીશો આ પરિસર હવે માત્ર અસામાજિક તત્વોનો અડ્ડો નથી, પણ હિંસક દીપડાઓનું કાયમી રહેઠાણ બની ગયું છે. થોડા સમય પહેલા જ એક માસૂમ બાળકીને હિંસક પશુએ ફાડી ખાધી હતી, છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. 20 થી 25 સોસાયટીઓ વચ્ચે આવેલા આ 'કૃત્રિમ જંગલ'માં દીપડાઓની અવરજવર એટલી વધી ગઈ છે કે લોકો દિવસે પણ ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. હજુ ગત અઠવાડિયે જ અહીંથી એક દીપડો પાંજરે પુરાયો છે. સ્થાનિકોનો તંત્ર સામે આક્રોશ તંત્રની વિચિત્ર કાર્યપદ્ધતિ સ્થાનિકોનો આક્રોશ તંત્રની જડતા સામે છે. એક તરફ રેલવે પોતે આ ગંદકી અને ઝાડી-ઝાંખરાની સફાઈ કરતું નથી, અને બીજી તરફ જો કોઈ સફાઈ કરવા તૈયાર થાય તો RPF કાયદાની આટીઘૂંટી બતાવીને રોકે છે. નગરપાલિકા રેલવેની હદ હોવાથી લાચાર છે. આમ, "મરો તો કોના વાંકે?" જેવી સ્થિતિમાં જનતા ફસાઈ છે. તંત્રના પાપે કોડીનારની જનતા મુશ્કેલીમાં સવાલ સુરક્ષાનો છે વિકાસના બણગા ફૂંકતું રેલવે મંત્રાલય શું નાગરિકોના જીવની કિંમત નથી સમજતું? નવા સ્ટેશનના નિર્માણમાં વિલંબ અને જૂની મિલકતની જાળવણીમાં બેદરકારી આ બંને વચ્ચે કોડીનારની જનતા પિસાઈ રહી છે. શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? હવે સમય આવી ગયો છે કે રેલવે તંત્ર પોતાની કુંભકર્ણ નિંદ્રા ત્યાગીને આ જંગલ સાફ કરે અને જનતાને ભયમુક્ત કરે.આ પણ વાંચોઃ Ambaji:માં અંબાના ધામે ભક્તિનો શણગાર, અંબાજી મંદિરમાં અર્પણ કરાયો 43.51 લાખનો રત્નજડિત સુવર્ણ મુગટ

Read Full Story arrow_forward