android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bayad: ત્રણ માસ બાદ ગાબટ ફરીથી બાયડ તાલુકામાં
calendar_today January 1, 2026

Bayad: ત્રણ માસ બાદ ગાબટ ફરીથી બાયડ તાલુકામાં

અરવલ્લી જિલ્લામાં નવા શામળાજી અને સાઠંબા તાલુકાઓની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. 1લી ઓક્ટોબરથી નવા બંન્ને તાલુકા અસ્તિત્વમાં આવ્યા હતા.પરંતુ નવા સાઠંબા તાલુકામાં સમાવેશ કરાયા બાદ ગાબટ ગામમાં વિરોધનો વંટોળ ઉઠયો હતો. ઉપવાસ આંદોલનથી લઈને ગ્રામજનોએ રેલીઓ કાઢી વિરોધ કરી ગાબટનો પુનઃ બાયડ તાલુકામાં સમાવેશ કરવાની માગણી કરી હતી. છેવટે ગાબટના ગ્રામજનોનુ આંદોલન રંગ લાવ્યુ હતુ. રાજ્ય સરકારે વર્ષ 2025ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરે નોટિફિકેશન બહાર પાડી ગાબટને ફરીથી બાયડ તાલુકામાં સમાવેશ કરતા ગ્રામજનોમાં આનંદ ફેલાયો હતો. બાયડ તાલુકાનુ વિભાજન કરીને નવો સાઠંબા તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો. જેમાં તા. 1લી ઓક્ટોબર 2025થી સાઠંબા તાલુકા મથક ખાતે મામલતદાર, તાલુકા પંચાયત કચેરી સહિતની સરકારી કચેરીઓ કાર્યરત પણ કરવામાં આવી છે. પરંતુ નવા સાઠંબા તાલુકામાં સમાવેશ કરાયો ત્યારથી ગાબટ ગામમાં વિરોધનો વંટોળ શરૂ થયો હતો. આ મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સુધી રજુઆતો થઈ હતી. ગાબટની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ, ગ્રામ પંચાયત, વેપારી એસોસીએશન દ્વારા આ નિર્ણયનો વિરોધ કરી ગામને ફરીથી બાયડ તાલુકામાં સમાવવા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:સાવલી તાલુકામાં પોલીસની ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં 309 પીધેલા ઝડપાયા
calendar_today January 1, 2026

Vadodara:સાવલી તાલુકામાં પોલીસની ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં 309 પીધેલા ઝડપાયા

સાવલી તાલુકામાં 2025ના વર્ષના પૂર્ણ થવાને આરે અને નવા વર્ષના પ્રારંભમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિશેષ ડ્રંક એન્ડ ડ્રાઇવનું વિશેષ આયોજન કરાયું હતું.સાવલી તાલુકામાં વિવિધ વિસ્તારોમાં વિશેષ ટીમોનું આયોજન કરીને વાહન ચેકિંગ તેમજ નાકાબંધી કરાઇ હતી. સાવલી તાલુકામાં ત્રણ પોલીસ મથક આવેલા છે. જે મંજુસર પોલીસ મથક સાવલી પોલીસ મથક અને ભાદરવા પોલીસ મથક આવેલું છે. જેમાં ભાદરવા પોલીસ મથકની હદમાં તા.30 મીના રોજ 35 નશા કરેલા ઈસમ ઝડપાયા હતા. જ્યારે 31મી રાત્રે 21 ઈસમ નસો કરેલી હાલતમાં ઝડપાયા હતા આમ ભાદરવા પોલીસ હદમાં છેલ્લા 48 કલાકમાં 56 ઈસમ નશાની હાલતમાં ઝડપાયા હતા. જ્યારે સાવલી પોલીસ હદમાં 30મીની રાત્રે 40 ઈસમ નશાની હાલતમાં ઝડપાયા હતા. જ્યારે 31મી રાત્રે 65 ઈસમ નશાની હાલતમાં ઝડપાતા છેલ્લા 48 કલાકમાં 105 ઇસમ ઝડપાયા હતા. જ્યારે મંજુસર પોલીસ હદમાં તા. 30મીની રાત્રે 52 ઈસમ નસાની હાલતમાં ઝડપાયા હતા. જ્યારે 31મી રાત્રે 96 ઈસમ ઝડપાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bayad: જિલ્લામાં થર્ટી ફર્સ્ટે દારૂ પીને વાહન હંકારતા 59 પકડાયા
calendar_today January 1, 2026

Bayad: જિલ્લામાં થર્ટી ફર્સ્ટે દારૂ પીને વાહન હંકારતા 59 પકડાયા

અરવલ્લી જિલ્લામાં નવા વર્ષ 2026ને આવકારવા 31 ડિસેમ્બરે અનેક સ્થળોએ પાર્ટીના આયોજનો થયા હતા.થર્ટી ફર્સ્ટના નામે છેલ્લા કેટલાક વર્ષોથી ઉજવણીનો ટ્રેન્ડ શરૂ થયો છે. બીજી તરફ જિલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો હોવાથી ચેકપોસ્ટો પર પણ 31 ડિસેમ્બરે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જિલ્લાભરમાં 31 ડિસેમ્બરે પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવના 59 કેસો કર્યા હતા. થર્ટી ફર્સ્ટીની ઉજવણીના નામે શોખીનોમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશી દારૂની મહેફીલો યોજવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેથી જિલ્લા પોલીસે આ વર્ષે 31 ડિસેમ્બર માટે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ પ્રકારની પાર્ટીઓ પર પણ વોચ રાખી હતી. જિલ્લાભરમાં 761 પોલીસ અધિકારી, કર્મચારીઓને તૈનાત કરાયા હતા. જિલ્લાની 10 ચેકપોસ્ટો ઉપરાંત 48 નાકાબંધી પોઈન્ટો ઉભા કરાયા હતા. નવા વર્ષની ઉજવણીના નામે અસામાજીક તત્વો છાકટા બને અને નશો કરી સામાન્ય નાગરિકોને પરેશાન કરે તે શક્યતાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસે 32 બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસને તૈનાત કરી હતી. જેમાં ગતરોજ તા. 31 ડિસેમ્બરે દારૂ પીને વાહન ચલાવતા 59 લોકોને ઝડપીને તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. એટલુ જ નહી, દારૂનો નશો કરીને ફરતા 59 શખ્સોને ઝડપી તેમની વિરૂદ્વ પ્રોહિબિશનના કેસો કર્યા હતા. આ ઉપરાંત જિલ્લાભરમાં દેશી- વિદેશી દારૂના 28 કેસો કર્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward