android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: પ્રેમ સંબંધમાં બ્લેકમેલિંગનો કરુણ અંજામ, મહિલાની ક્રૂર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ
calendar_today January 1, 2026

Gandhinagar: પ્રેમ સંબંધમાં બ્લેકમેલિંગનો કરુણ અંજામ, મહિલાની ક્રૂર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ

ગાંધીનગરની સેશન્સ કોર્ટે એક સનસનાટીભર્યા હત્યાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં મહિલાની કરપીણ હત્યા કરનાર આરોપી નારાયણસિંગ કુશવાહાને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદ (અંતિમ શ્વાસ સુધી) અને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.ગાંધીનગરની કોર્ટે આરોપી આજીવન કેદની સજા ફટકારીઆ લોહીયાળ ઘટના ગાંધીનગરના રકનપુર પાસે આવેલી એક ખાનગી કંપનીના સર્વન્ટ ક્વાર્ટરમાં બની હતી. આરોપી નારાયણસિંગ કુશવાહા અને મૃતક મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે, આ સંબંધમાં બ્લેકમેલિંગને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રેમ સંબંધની અદાવતમાં આરોપી આધેડ ભાન ભૂલ્યો હતો અને મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.કોર્ટનો કડક વલણ અને સજાસાંતેજ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને મજબૂત પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ગાંધીનગર કોર્ટે કેસની ગંભીરતા અને હત્યાની ક્રૂરતાને ધ્યાને રાખીને આરોપીને કોઈ પણ પ્રકારની રહેમ વગર સખ્ત સજા ફટકારી છે.બ્લેકમેલિંગના વિવાદે લીધો મહિલાનો જીવપોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી અને મહિલા વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. મહિલા દ્વારા બ્લેકમેલ કરવામાં આવતા હોવાની અદાવત રાખીને નારાયણસિંગે આ ખૌફનાક પગલું ભર્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સમાજમાં આવા જઘન્ય અપરાધો કરનારા તત્વો સામે કડક દાખલો બેસાડવો અનિવાર્ય છે.આ પણ વાંચો: દેરડી રોડ પર બે રિક્ષાઓ વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતની લાઈવ ઘટના CCTVમાં કેદ

Read Full Story arrow_forward
Gandhinagar: ડિસેમ્બર 2025માં રાજ્યની GSTની આવકમાં 12.37 ટકાનો વધારો
calendar_today January 1, 2026

Gandhinagar: ડિસેમ્બર 2025માં રાજ્યની GSTની આવકમાં 12.37 ટકાનો વધારો

ગુજરાત રાજ્ય માટે ડિસેમ્બર 2025નો મહિનો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહ્યો છે. રાજ્યના જીએસટી (GST) અને અન્ય વેરાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ અને અસરકારક કર વસૂલાત તંત્રનો પુરાવો આપે છે.ડિસેમ્બર-2025માં 6,351 કરોડ GST આવક ગુજરાત સરકારને થયેલી GST આવકના આંકડાઓ અનુસાર, ડિસેમ્બર-2025માં રાજ્યની GST આવક 6351 કરોડ રૂપિયા નોંધાઈ છે. વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં આ આવક 5651 કરોડ રૂપિયા હતી, જેની સરખામણીએ આ વર્ષે 12.37%નો વધારો થયો છે. નોંધનીય બાબત એ છે કે ડિસેમ્બર 2025 માં રાષ્ટ્રીય સ્તરે GST ગ્રોથ માત્ર 6.1% રહ્યો હતો, જેની સામે ગુજરાતનો 12.37 %નો ગ્રોથ રાષ્ટ્રીય સરેરાશ કરતા લગભગ બમણો રહ્યો છે.જીએસટી સિવાય અન્ય વેરાઓએ પણ મહત્વનો ફાળો આપ્યો વિવિધ કરવેરા દ્વારા થતી આવક રાજ્યની કુલ કર આવકમાં માત્ર GST જ નહીં, પરંતુ અન્ય વેરાઓએ પણ મહત્વનો ફાળો આપ્યો છે. મુખ્યત્વે પેટ્રોલિયમ પેદાશો પર વસૂલાતા વેટ હેઠળ 2711 કરોડની આવક થઈ છે. વીજ વપરાશ પરના ટેક્સ દ્વારા રાજ્યને 976 કરોડ રૂપિયા મળ્યા છે.વ્યવસાય વેરા દ્વારા નોકરીયાત અને વ્યાવસાયિકો પાસેથી 67 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ તમામ સ્ત્રોતો જેમ કે GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરો મળીને રાજ્યની તિજોરીમાં કુલ 10,104 કરોડ રૂપિયા જમા થયા છે. મોબાઇલ સ્ક્વોડ દ્વારા 32.61 કરોડની આવક મોબાઇલ સ્ક્વોડની કડક કામગીરી કરચોરી અટકાવવા માટે સક્રિય બનેલી મોબાઇલ સ્ક્વોડની કામગીરીમાં પણ મોટી સફળતા મળી છે. મોબાઇલ સ્ક્વોડ દ્વારા ડિસેમ્બર-૨૦૨૫માં 32.61 કરોડ રૂપિયાની આવક થઈ છે. ગત વર્ષે એટલે કે ડિસેમ્બર-2024 આ આંકડો 25.42નો હતો, એટલે કે આ ક્ષેત્રમાં પણ 28.3 ટકાનો ધરખમ વધારો નોંધાવા પામ્યો છે. આ પણ વાંચોઃ Rajkot News: ફરિયાદના બદલામાં રાજકોટના યુવાનને મળી ધમકી, યુવકે ઘટનાનો વીડિયો બનાવી કર્યો વાયરલ 

Read Full Story arrow_forward
Ahmedabad News: આંબાવાડીમાં મોટી દુર્ઘટના, બે શ્રમિકોના મોત
calendar_today January 1, 2026

Ahmedabad News: આંબાવાડીમાં મોટી દુર્ઘટના, બે શ્રમિકોના મોત

અમદાવાદમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં બે મજૂરોના મોત થવાના કારણે શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સર્જાતા બે મજૂરોના મોત નીપજ્યા છે. જ્યારે એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. નંદીની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા 3 શ્રમિકો સેન્ટિંગ પાર્ટ પરથી નીચે પટકાયા હતા. જે કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.અમદાવાદ શહેરના પોશ ગણાતા આંબાવાડી વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી 'નંદીની' નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા ત્રણ શ્રમિકો સેન્ટિંગના પાટ પરથી અચાનક નીચે પટકાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ 'નંદીની' કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલી રહ્યું છે. જ્યાં મજૂરો ઊંચાઈ પર સેન્ટિંગ પર ઉભા રહીને કામ કરી રહ્યા હતા. અચાનક કોઈ કારણોસર સંતુલન બગડતા અથવા પાટ તૂટી પડતા ત્રણેય શ્રમિકો સીધા જમીન પર પટકાયા હતા. ઊંચાઈ પરથી નીચે પડવાને કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસ કાર્યવાહી અને તપાસ દુર્ઘટના બાદ સાઇટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને સાથી શ્રમિકોએ તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ કમનસીબે બે શ્રમિકોના જીવ બચાવી શકાયા નથી. ઘટનાની જાણ થતા જ એલીસબ્રીજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના સાધનોનો અભાવ હતો કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જો બિલ્ડર કે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં નિર્માણ પામતી બહુમાળી ઈમારતોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને મોટા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. આ પણ વાંચો - Ahmedabad News: વર્ષ 2025માં 1107 શખ્સોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા, 258 સામે તડિપાર કરવાની કાર્યવાહી

Read Full Story arrow_forward