android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: ભરૂચ અંકલેશ્વરમાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ
calendar_today September 12, 2026

Gujarat Latest News Live: ભરૂચ અંકલેશ્વરમાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Weather Update: 12 થી 15 સપ્ટેમ્બર સુધી આ જિલ્લામાં થશે ભારેથી અતિભારે વરસાદ, હવામન વિભાગે આપ્યું એલર્ટ
calendar_today September 12, 2026

Gujarat Weather Update: 12 થી 15 સપ્ટેમ્બર સુધી આ જિલ્લામાં થશે ભારેથી અતિભારે વરસાદ, હવામન વિભાગે આપ્યું એલર્ટ

ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેના કારણે લો પ્રેશર સર્જાતાં આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.12 સપ્ટેમ્બર: 23 જિલ્લાઓમાં યલો એલર્ટ12 સપ્ટેમ્બરથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.13 સપ્ટેમ્બર: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સંભાવનામેઘરાજા 13 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યને આવરી લેશે. આ દિવસે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક હળવાથી ભારે વરસાદ પડી શકે છે. સિસ્ટમ વધુ મજબૂત બનવાને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતા સેવાઈ રહી છે. 14 સપ્ટેમ્બર: આ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'વરસાદનો સૌથી વધુ જોર 14 સપ્ટેમ્બરના રોજ જોવા મળશે. આ દિવસે ભાવનગર, અમરેલી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદના પગલે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.15 સપ્ટેમ્બર: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મેઘ મહેર યથાવત રહેશે15 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી જોર જળવાઈ રહેશે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકામાં વિજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો: Gujarat Latest News Live: તાલાલામાં રૂ. 8 હજારની લાંચ લેતા ઇન્ચાર્જ તલાટી સહિત ત્રણ ઝડપાયા, વાંચો પળેપળેની અપડેટ

Read Full Story arrow_forward
Gir Somnath News: તાલાલામાં ACBનો સપાટો, 8 હજારની લાંચ લેતા તલાટી મંત્રી સહિત 3 ઝડપાયા
calendar_today September 12, 2026

Gir Somnath News: તાલાલામાં ACBનો સપાટો, 8 હજારની લાંચ લેતા તલાટી મંત્રી સહિત 3 ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં લાંચરૂશવત વિરોધી શાખા એટલે કે ACBએ મોટી કાર્યવાહી કરીને સરકારી બાબુઓની પોલ ખોલી નાખી છે. ગલિયાવાડ ગામના ઇન્ચાર્જ તલાટી મંત્રી, તેમના દલાલ અને મદદનીશને રૂ. 8,000ની લાંચ સ્વીકારતા ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ સરપ્રાઈઝ ટ્રેપના કારણે તાલાલા તાલુકાના મહેસૂલી અને સરકારી કર્મચારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.બાંધકામ પરવાનગી અને વેરા પહોંચ માટે મંગાઈ હતી લાંચસમગ્ર ઘટનાની વિગત મુજબ, ફરિયાદીએ પોતાના બાંધકામની પરવાનગી મેળવવા, નમૂના નંબર 2 મેળવવા તેમજ વેરા પહોંચ કઢાવવા માટે અરજી કરી હતી. આ કામગીરી કરી આપવાના અવેજ પેટે ગલિયાવાડના ઇન્ચાર્જ તલાટી ધવલ ચાવડાએ ફરિયાદી પાસે શરૂઆતમાં રૂ. 30,000ની મોટા રકમની લાંચની માગણી કરી હતી. જોકે, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે રકઝક થતાં આખરે રૂ. 8,000માં કામ પતાવવાનું નક્કી થયું હતું.તાલાલાના ન્યૂ સહયોગ એન્ટરપ્રાઇઝ ખાતે ગોઠવાઈ ટ્રેપતલાટી ધવલ ચાવડાના કહેવાથી દલાલ દિલીપ હરદાસભાઈએ ફરિયાદી સાથે લાંચની રકમ અંગે વાતચીત કરી હતી. ત્યારબાદ લાંચની રકમ સ્વીકારવા માટે તાલાલા ખાતે આવેલા 'ન્યૂ સહયોગ એન્ટરપ્રાઇઝ' ખાતે સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે જૂનાગઢ ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.ACB PI એ.ડી. વાળા અને ટીમની સફળ ટ્રેપફરિયાદના આધારે ACBના PI એ. ડી. વાળા અને તેમની ટીમે ન્યૂ સહયોગ એન્ટરપ્રાઇઝ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન તલાટીના મદદનીશ કપિલ રમેશભાઈ રામે રૂ. 8,000ની લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેને ઝડપી લીધો હતો. ACBએ આ કેસમાં ઇન્ચાર્જ તલાટી ધવલ ચાવડા, દલાલ દિલીપ હરદાસભાઈ અને મદદનીશ કપિલ રામ એમ ત્રણેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Gir somnath : ભગવાને વાવેલા 'મોક્ષ પીપળે' જળ અર્પણ કરી પિતૃઓને મોક્ષ અપાવવાનો મહિમા

Read Full Story arrow_forward