android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: સંજેલીમાં આંગણવાડી કાર્યકર બહેનોની રાષ્ટ્રીય પોષણ માસ ઉજવણી અંતર્ગત મિટિંગ યોજાઇ
calendar_today September 10, 2026

Dahod: સંજેલીમાં આંગણવાડી કાર્યકર બહેનોની રાષ્ટ્રીય પોષણ માસ ઉજવણી અંતર્ગત મિટિંગ યોજાઇ

સંજેલી : સંજેલી તાલુકામાં જિલ્લા પ્રોગ્રામ ઓફ્સિર દ્વારા પોષણ માસની આપણી આંગણવાડી આપણી જવાબદારી થીમ આધારિત 5 થીમ (1) પુરતું પ્રોટીન (2) ગરમ ભોજન (3) સમુદાય ભાગીદારી (4) પા પા પગલી (5) માતાનું આરોગ્ય અને સુરક્ષિત ભવિષ્ય વિષય પર વિગતવાર ચર્ચા કરાઈ હતી અને પોષણ શપથ લેવાયા હતા. સુપોષણ સંકલ્પ ગામ માટે ગ્રામ પંચાયત,ICDS અને આરોગ્ય વિભાગ સાથે સામુહિક અભિયાન દ્વારા પોષણ માસની ઊજવણીની વિવિધ પ્રવૃતિઓ માટે માર્ગદર્શન અપાયું હતું. આ નિમિતે વાનગી હરીફાઈ પણ યોજાઈ હતી. પોષણ અંગે જિલ્લા પ્રોગ્રામ ઓફ્સિર ડો સુધીર જોશીએ માર્ગદર્શન આપ્યું હતું.THR અને મિલેટ્સનો ઉપયોગ કરવાના ફાયદાઓ જણાવાયા હતા. આગંણવાડી કાર્યકર બહેનોએ જુદી જુદી વાનગી THR અને મિલેટ્સનો ઉપયોગથી બનાવી ભાગ લીધો હતો. ઘટક કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ બહેનોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kalol: આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
calendar_today September 10, 2026

Kalol: આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

કાલોલ : કાલોલમાં આગામી ગણેશોત્સવના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાના નિયમનના ભાગરૂપે બુધવારે શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં પંચમહાલ જિલ્લા પોલીસવડા હરેશ દુધાતના નેતૃત્વમાં એલસીબી, એસઓજી સહિતના જિલ્લા પોલીસના વાહનોના કાફ્લો જોડાયો હતો. જિલ્લા પોલીસ વડાએ મુખ્ય માર્ગો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને નગરજનોને શાંતિ, સુરક્ષા અને સલામતીનો સંદેશો આપ્યો હતો. ખાસ કરીને લોકો ભયમુક્ત બનીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારો ઉજવી શકે તદ્ઉપરાંત કાયદો અને વ્યવસ્થાના જતન માટે સહયોગ આપે તે માટે પણ સુરક્ષાતંત્ર સતત પ્રયત્નશીલ હોવાનો નિર્દેશ આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: શહેરામાં ગણેશ ઉત્સવ પૂર્વે જિલ્લા પોલીસની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ
calendar_today September 10, 2026

Panchmahal: શહેરામાં ગણેશ ઉત્સવ પૂર્વે જિલ્લા પોલીસની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ

શહેરા : શહેરામાં ગણેશ મહોત્સવ અને વિસર્જન પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું હતુ. જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત અને ડીવાયએસપી બિન્દ્રા જાડેજાની સીધી આગેવાની હેઠળ ગણેશ વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત અને ડીવાયએસપી બિન્દ્રા જાડેજાની સીધી દેખરેખ હેઠળ શહેરા પોલીસ સ્ટેશનથી માર્ચનો પ્રારંભ થયો હતો. પોલીસનો કાફ્લો નગરના અતિ સંવેદનશીલ અને મુખ્ય વિસ્તારો હુસેની ચોક, હોળી ચકલા અને મેઈન બજારમાંથી પસાર થઈને ગણેશ વિસર્જન થનાર મુખ્ય તળાવ ખાતે પહોંચ્યો હતો. તળાવ ખાતે જિલ્લા પોલીસ વડાએ પોતે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ બસ સ્ટેશન રોડ થઈને પરત પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ તકે પોલીસ તંત્ર દ્વારા તમામ ગણેશ મંડળો અને નાગરિકોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા અને ડીજે સાઉન્ડ સિસ્ટમ અંગે સરકારે નક્કી કરેલા પેરામીટર્સ અને નિયમો મુજબ જ અવાજની મર્યાદા રાખવી આ સહિત નિયમોનું ચુસ્ત પાલન કરવા ખાસ અપીલ કરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward