Khedbrahma માં અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમે 3 જાન્યુઆરીએ ભવ્ય રીતે ઉજવાશે
સાબરકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે પોષી પૂનમ, એટલે કે 3 જાન્યુઆરી, 2026ના રોજ અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું મહોત્સવના દિવસ દરમિયાન સવારથી રાત્રિ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 6:30 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કાર્યક્રમોનું આયોજન મંદિરમાં સવારે 6:30 વાગે મંગળા આરતી, સવારે 6:45 વાગે માતાજી માટે 56 ભોગનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરાશે તથા સવારે 8:00 વાગે આરતી મંડળ દ્વારા 25 કિલોની કેક કાપી કાર્યક્રમ શરૂ થશેચાચર ચોકમાં ભવ્ય ગરબાનો કાર્યક્રમ થશે ત્યારબાદ મંદિર પરિસરમાં માતાજીની શોભાયાત્રા સુમધુર શરણાઈના સંગીત સાથે નીકળશે અને સાંજે 7:00 વાગે સંધ્યા આરતી તથા સાંજે 7:30 વાગે આરતી મંડળ દ્વારા 51 કિલોની બીજી કેક કાપવામાં આવશે. રાત્રે 8:00 વાગે માતાજીના ચાચર ચોકમાં ભવ્ય ગરબાનો કાર્યક્રમ થશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.આ પણ વાંચો---- Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
Read Full Story arrow_forward