android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ankleshwar: પાનોલી નજીક NH-48 પર ટેન્કર બ્રિજ પરથી નીચે ખાબક્યું, મોટી જાનહાનિ ટળી
calendar_today January 2, 2026

Ankleshwar: પાનોલી નજીક NH-48 પર ટેન્કર બ્રિજ પરથી નીચે ખાબક્યું, મોટી જાનહાનિ ટળી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલા પાનોલી નજીક નેશનલ હાઈવે 48 પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કેમિકલ ખાલી કરીને વડોદરા તરફ જઈ રહેલું એક ખાલી ટેન્કર પાનોલી ઓવરબ્રિજ પરથી નીચે ખાબકતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં ટેન્કર ચાલકે સમયસૂચકતા વાપરીને કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો.પાનોલી હાઈવે પર ટેન્કરનો અકસ્માતબ્રિજની રેલિંગ તોડી ટેન્કર નીચે પટકાયું મળતી માહિતી મુજબ, ટેન્કર ચાલક કેમિકલનો જથ્થો ખાલી કરીને વડોદરા જઈ રહ્યો હતો. આ દરમિયાન પાનોલી ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે ટેન્કર પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પૂરઝડપે બ્રિજની લોખંડની રેલિંગ તોડીને સીધું જમીન પર ખાબક્યું હતું. ટેન્કર નીચે પટકાતા જ મોટો ધડાકો થયો હતો, જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.ટેન્કરનો કચ્ચરઘાણ નીકળી ગયો ચાલકનો ચમત્કારિક બચાવ અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે, ટેન્કર નીચે ખાબકે તે પહેલા જ ચાલકે ચાલુ ટેન્કરમાંથી બહાર કૂદકો મારી દીધો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. ટેન્કર ખાલી હોવાથી કોઈ કેમિકલ લીકેજ કે આગ લાગવાની ઘટના બની ન હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી.આ પણ વાંચો: મંત્રીઓના ભાષણ વચ્ચે આચાર્યોની 'ઘોર નિંદ્રા', વીડિયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ

Read Full Story arrow_forward
Ambaji: માં અંબાના ધામે ભક્તિનો શણગાર, અંબાજી મંદિરમાં અર્પણ કરાયો  43.51 લાખનો રત્નજડિત સુવર્ણ મુગટ
calendar_today January 2, 2026

Ambaji: માં અંબાના ધામે ભક્તિનો શણગાર, અંબાજી મંદિરમાં અર્પણ કરાયો 43.51 લાખનો રત્નજડિત સુવર્ણ મુગટ

યાત્રાધામ અંબાજી આજે માત્ર શ્રદ્ધાળુઓના જયઘોષથી જ નહીં, પરંતુ માતાજીના નૂતન સુવર્ણ શણગારથી પણ ઝળહળી ઉઠ્યું છે. અમદાવાદના પ્રસિદ્ધ 'જય ભોલે ગ્રુપ' દ્વારા શક્તિપીઠ અંબાજી ખાતે મા જગદંબાના ચરણોમાં એક અત્યંત કલાત્મક અને કિંમતી સુવર્ણ રત્નજડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાની અવિરત મહેનત બાદ તૈયાર કરાયો મુગટ કલા અને ભક્તિનો સંગમ આ મુગટ માત્ર ધાતુનો ટુકડો નથી, પરંતુ કારીગરોની ત્રણ મહિનાની અવિરત મહેનત અને ભક્તોની આસ્થાનું પરિણામ છે. આ ભવ્ય મુગટની અંદાજિત કિંમત રૂપિયા 43.51 લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ મુગટને અત્યંત બારીકાઈથી તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પ્રતીકોને વણી લેવામાં આવ્યા છે.મા અંબાને અર્પણ કરાયેલી આ ભેટ તેમની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. ત્રણ મહિના સુધી કુશળ સોનીઓ દ્વારા રાત-દિવસ મહેનત કરીને આ માસ્ટરપીસ તૈયાર કરવામાં આવ્યો હતો. મુગટની વિશેષતાઓ મુગટની વિશેષતાઓ મુગટની ડિઝાઈન ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમાં મુખ્યત્વે અલગ અલગ આકૃતિઓ કંડારવામાં આવી છે.સૂર્યના કિરણો: જે તેજ અને ઉર્જાનું પ્રતીક છે. મોરપીંછ જે સુંદરતા અને પવિત્રતા દર્શાવે છે. મુગટમાં કિંમતી હીરા અને રત્નો જડવામાં આવ્યા છે, જે માતાજીની પ્રતિમાની શોભામાં અભિવૃદ્ધિ કરશે. જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર જ્યારે આ મુગટ માતાજીને ધરાવવામાં આવ્યો, ત્યારે સમગ્ર મંદિર પરિસર 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તો માટે આ પળ અત્યંત ભાવુક અને દર્શનીય હતી. આગામી દિવસોમાં આ સુવર્ણ મુગટ મા અંબાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ પણ વાંચોઃ Junagadh: નેતાઓના 'શુભ મુહૂર્ત'ની પ્રતીક્ષામાં કેદ જનતાનું આરોગ્ય કેન્દ્ર!

Read Full Story arrow_forward
nadiad news: સરદાર ભવન કાવેરી પ્લાઝામાં ચાર દુકાનોના શટર તૂટ્યા
calendar_today January 2, 2026

nadiad news: સરદાર ભવન કાવેરી પ્લાઝામાં ચાર દુકાનોના શટર તૂટ્યા

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં તસ્કરો પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. નડિયાદ શહેરના અત્યંત ભરચક ગણાતા વિસ્તારમાં આવેલા સરદાર ભવન પાસેના કાવેરી પ્લાઝામાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકીને એકસાથે ચાર દુકાનોને નિશાન બનાવી હતી. આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.રાત્રિના સાડા ત્રણ કલાકે તસ્કરો ત્રાટક્યા ઘટનાની મળતી વિગતો અનુસાર, ગત રાત્રે આશરે સાડા ત્રણ કલાકે જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું, ત્યારે આ 'નિશાચરો' કાવેરી પ્લાઝામાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે દુકાનોના શટરના તાળા તોડ્યા હતા અને અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે દુકાનોમાં ચોરી થઈ છે, તેમાં બે નોટરી પબ્લિકની ઓફિસ, એક ફોટો સ્ટુડિયો અને એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનનો સમાવેશ થાય છે. CCTV માં કેદ થયા દ્રશ્યો ચોરીની આ સમગ્ર મોડસ ઓપરેન્ડી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે તસ્કરો શટર ઊંચા કરી રહ્યા છે અને બિન્દાસ રીતે દુકાનોમાં પ્રવેશી રહ્યા છે. વહેલી સવારે જ્યારે દુકાનદારો પોતાની દુકાને પહોંચ્યા ત્યારે શટર તૂટેલા જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિકોમાં ફફડાટ શહેરના મધ્ય ભાગમાં અને વ્યસ્ત ગણાતા વિસ્તારમાં આ રીતે ચોરી થતા સ્થાનિક વેપારીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે, અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - nadiad News: ઉત્તરસંડામાં દુકાનમાં ચોરી કરતા ચોર CCTVમાં કેદ

Read Full Story arrow_forward