android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : વાડજ બ્રિજ પર આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ, જાળી કૂદીને નીચે પડેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ
calendar_today January 2, 2026

Ahmedabad News : વાડજ બ્રિજ પર આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ, જાળી કૂદીને નીચે પડેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ

અમદાવાદના વ્યસ્ત એવા વાડજ બ્રિજ પર આજે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક યુવકે જીવન ટૂંકાવવાના ઈરાદે બ્રિજ પર લગાવેલી સુરક્ષા જાળી પરથી નીચે ઝંપલાવ્યું હતું. જોકે, આ ઘટના સમયે બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. યુવક જેવો નીચે કૂદ્યો કે તરત જ લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને સમયસૂચકતા વાપરીને દોરડાની વ્યવસ્થા કરી હતી. યુવકે હવામાં લટકતી હાલતમાં દોરડું પકડી રાખ્યું હતું, જેને કારણે તે નીચે નદીમાં કે જમીન પર પટકાતા બચી ગયો હતો.ફાયર ટીમ પહોંચે તે પહેલા જ લોકોએ જીવ બચાવ્યો આ ઘટના અંગે તુરંત જ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધી સ્થાનિક લોકો અને વાહનચાલકોએ દોરડું પકડી રાખી યુવકને હિંમત આપી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે અત્યાધુનિક સાધનોની મદદથી યુવકને સુરક્ષિત રીતે ઉપર ખેંચી લીધો હતો. આ નાટ્યાત્મક રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે બ્રિજ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, પરંતુ લોકોની માનવતાએ આજે એક અમૂલ્ય જીવ બચાવી લીધો હતો. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતીઓ તૈયાર રહેજો! રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

Read Full Story arrow_forward
Jamnagar News: 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા
calendar_today January 2, 2026

Jamnagar News: 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

જામનગર શહેરમાંથી 5 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાદે વસવાટ કરતા હોવાના કારણે પોલીસે ઝડપી લીધા છે. બાંગ્લાદેશી નાગરિકો ઝડપાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે હાલ જામનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ 5 બાંગ્લાદેશી નાગરિકોમાં 3 મહિલા અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે.જામનગર પોલીસ દ્વારા અટકાયત જામનગર શહેરમાંથી 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. જેમાં 3 મહિલા અને 2 પુરૂષની જામનગર પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસની તપાસમાં કંઇ વાંધાજનક વિગતો સામે આવી નથી. તેમ છતા સાવચેતીના ભાગ રૂપે હજુ પણ તેમની ગહન પૂછપરછ અને તપાસ કરવામાં આવશે. આ પણ વાંચો - Jamnagar News: પૈસાની લેતી દેતીમાં થયેલા હુમલામાં એકનુ મોત નિપજ્યું, પોલીસે સાત આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

Read Full Story arrow_forward
Suratમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો વિવાદ શમ્યો, માતા પિતા વચ્ચે મનમેળ થતા કેસ પાછો ખેંચાયો
calendar_today January 2, 2026

Suratમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો વિવાદ શમ્યો, માતા પિતા વચ્ચે મનમેળ થતા કેસ પાછો ખેંચાયો

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા 7 વર્ષની દીકરીના દીક્ષા ગ્રહણ કરવાના મામલે આખરે સુખદ અંત આવ્યો છે. સુરતની ફેમિલી કોર્ટમાં આ કેસમાં કાયદાકીય લડાઇ લડવાને બદલે માતા પિતાએ પરસ્પર સમજૂતી સાધીને સમાધાનનો માર્ગ અપનાવ્યો છે. આ સાથે જ દીકરીની દીક્ષા હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ દીકરીને નહી અપાય દીક્ષા મળતી માહિતી પ્રમાણે થોડાં સમય પહેલાં 7 વર્ષની બાળકીને દીક્ષા અપાવવા મુદ્દે તેના માતા પિતા વચ્ચે મતભેદ સર્જાયા હતા. પત્ની દીકરીને દીક્ષા અપાવવા માગતી હતી, જ્યારે પિતાએ આટલી નાની ઉંમરે દીક્ષા આપવાને લઇને વિરોધ કર્યો હતો અને સુરત ફેમિલી કોર્ટના દ્વારે ગયા હતા. પિતાની દલીલ હતી કે બાળકી હજુ સમજણી નથી, તેથી તેને સંસાર ત્યાગનો નિર્ણય યોગ્ય નથી. આ મામલે કોર્ટે અગાઉ દીક્ષા પર સ્ટે પણ આપ્યો હતો. માતા પિતા વચ્ચે થયું સમાધાન ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષોના વકીલો અને જજની હાજરીમાં લાંબી ચર્ચા વિચારણ બાદ હકારાત્મક પરિણામ આવ્યુ હતુ. પતિ અને પત્નીએ પોતાના અંગત મતભેદો બાજુ પર મૂકીને દીકરીના ભવિષ્ય માટે સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. સામાધાનની શરતો પ્રમાણે દીકરીને ત્યારે જ દીક્ષા આપવામાં આવશે જ્યારે દીકરીના માતા પિતા બંનેની સંયુક્ત સંમતિ હશે. આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward