Ahmedabad News અમદાવાદમાં રફ્તારનો કહેર, હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત
અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના રસ્તાઓ પર બેફામ દોડતા વાહનો ફરી એક વખત કોઇના ઘરનો દીવો બુજાઇ ગયો છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં ચંદ્રકાંત પંચાલ નામના બાઇકચાલકનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ છે.અમદાવાદમાં ફરી જોવા મળ્યો રફ્તારનો કહેર મળતી માહિતી અનુસાર ચંદ્રકાંત પંચાલ બાઇક લઇને ગુજરાત કોલેજ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક અજાણી કારે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે તે યુવક રોડ પર ફંગોળાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જ્યા બાદ તે કાર ચાલક ઘટના સ્થળેથી પોતાની કાર લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી હિટ એન્ડ રનનની ઘટના ઘટ્યા બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ કમનસીબે ચંદ્રકાંત પંચાલે ત્યાં જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હવે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. જેથી કાર ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે.આ પણ વાંચોઃ Surat News : 35 દિવસથી દીકરી ગુમ છતાં પોલીસ નિષ્ક્રિય? રોષે ભરાયેલા પાટીદારોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો
Read Full Story arrow_forward