android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahisagar News : મહીસાગરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સ ઝડપાયો, SOG પોલીસે 36 રીલ ઝડપી પાડી
calendar_today January 2, 2026

Mahisagar News : મહીસાગરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સ ઝડપાયો, SOG પોલીસે 36 રીલ ઝડપી પાડી

મહીસાગર જિલ્લામાં વધુ એક ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સ ઝડપાયો છે, કોઠંબા પોલીસ મથક વિસ્તારમાં ચાઈનીઝ દોરી સાથે એક ઝડપાયો છે અને મહીસાગર SOGએ બાતમીના આધારે મહારાજ ઢાબા નજીક રોડ ઉપર ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારને ઝડપી પાડયો છે, મહેન્દ્ર નામના યુવકને 36 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા સાથે ઝડપી પોલીસે 42 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.29 ડિસેમ્બર 2025ના રોજ દાહોદમાં પણ ઝડપાઈ ચાઈનીઝ દોરી દાહોદમાં ગોદીરોડ ગણેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે, પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી મુદામાલ જપ્ત કર્યો છે અને પોલીસે વેપારી પાસે થી કુલ 86 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપી કુલ 43 હજારનો મુદામાલ કબજે કર્યો છે. વેપારી જયેશભાઈ ધોબી સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 27 ડિસેમ્બર 2025ના રોજ દાહોદનાસંજેલી તાલુકામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ આવતા જ જિલ્લાનું પોલીસ તંત્ર સજાગ બન્યું છે. ઉપરાછાપરી દાહોદ જિલ્લામાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના ગળા કપાઈ રહ્યા છે. કાં તો અન્યજીવલેણ ઇજાઓ થઈ રહી છે. નિર્દોષ પક્ષીઓ પણ તેનો ભોગ બને છે. દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ આવતા જ જિલ્લાનું પોલીસ તંત્ર સજાગ બન્યું છે. ઉપરાછાપરી દાહોદ જિલ્લામાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના ગળા કપાઈ રહ્યા છે. કાં તો અન્યજીવલેણ ઇજાઓ થઈ રહી છે. નિર્દોષ પક્ષીઓ પણ તેનો ભોગ બને છે. ઉત્તરાયણ પહેલા હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ પ્રતિબંધિત વસ્તુઓના અમલ માટે કડક આદેશ આપ્યો છે, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ પર રોક અને વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે, સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે અને 59 FIR નોંધી 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ સરકાર, 'ચાઈનીઝ વસ્તુઓ રાખનાર, વેચનાર સામે કાર્યવાહી કરાઇ અને ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણને લઇ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને જિલ્લા પોલીસ વડાને ડે-ટુ-ડે રિપોર્ટ કરવા કોર્ટે આપ્યા નિર્દેશ. આ પણ વાંચો : Kutch News : કચ્છમાં સાયબર ફ્રોડના રૂપિયા કમિશનથી મેળવનાર આરોપીઓ સામે કાર્યવાહી, બેંકના ખાતામાં રૂ. 33 લાખ જમા થયા હતા

Read Full Story arrow_forward
Bharuch News: ગળેફાંસો ખાઈને યુવકે જીવન ટૂંકાવ્યું
calendar_today January 2, 2026

Bharuch News: ગળેફાંસો ખાઈને યુવકે જીવન ટૂંકાવ્યું

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવા ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટનાના સમાચાર સામે આવ્યા છે. કાવા ગામના નવી વસાહત વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, કાવા ગામની નવી વસાહત સોસાયટીમાં રહેતા જીતુભાઈ મોહનભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અગમ્ય કારણોસર પોતાના જ નિવાસસ્થાને ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. પોલીસ કાર્યવાહી આ બનાવની જાણ જંબુસર પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહનો કબ્જો મેળવી, પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આત્મહત્યાનું કારણ અકબંધ જીતુભાઈએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાય છે, પરંતુ સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલમાં જંબુસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. નવી વસાહત જેવા શાંત વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. આ પણ વાંચો - Bharuch News : ભરૂચના જંબુસરમાં 12 બાળકો પર રખડતા શ્વાને કર્યો હુમલો, ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

Read Full Story arrow_forward
Ahmedabad News : ફ્લાઈટના ધાંધિયાને લીધે મુસાફરો મુશ્કેલીમાં, દિલ્હી જતી 2 ફ્લાઈટ રદ થતા ગુસ્સે ભરાયા અને પછી...
calendar_today January 2, 2026

Ahmedabad News : ફ્લાઈટના ધાંધિયાને લીધે મુસાફરો મુશ્કેલીમાં, દિલ્હી જતી 2 ફ્લાઈટ રદ થતા ગુસ્સે ભરાયા અને પછી...

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સના શિડ્યુલ ખોરવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને એર ઈન્ડિયા દ્વારા અમદાવાદથી દિલ્હી જતી બે મહત્વની ફ્લાઈટ્સ કોઈપણ સ્પષ્ટ કારણ આપ્યા વિના રદ કરવામાં આવતા એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. અચાનક ફ્લાઈટ રદ થવાના કારણે અનેક મુસાફરો અટવાઈ પડ્યા છે અને તેમના આગળના કામો તથા કનેક્ટિંગ ફ્લાઈટ્સ પર તેની માઠી અસર જોવા મળી રહી છે. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ દ્વારા તેમને પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કે સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો નથી.એરપોર્ટ પર પરેશાની માત્ર એર ઈન્ડિયા જ નહીં, પરંતુ ઈન્ડિગો એરલાઇન્સની પણ 4થી વધુ ફ્લાઈટ્સ સમય કરતા ઘણી મોડી પડતા મુસાફરોની પરેશાનીમાં વધારો થયો છે. કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડતા વૃદ્ધો અને બાળકો સહિતના મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા છે. ફ્લાઈટ્સ મોડી પડવા પાછળ ટેકનિકલ કારણો કે પ્રતિકૂળ વાતાવરણ હોઈ શકે છે, પરંતુ એરલાઇન્સ દ્વારા યોગ્ય સંવાદના અભાવે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં એરપોર્ટ પર પેસેન્જરોની ભીડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : સંદેશના અહેવાલની ધારદાર અસર, IKDRC કિડની હોસ્પિટલમાં બેકડોર એન્ટ્રી કરાવનાર સામે તંત્રની લાલ આંખ

Read Full Story arrow_forward