android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Share Price Hike: Pizza hut અને KFC ચલાવનારી કંપીઓ મર્જ થવાની જાહેરાત, આ કંપનીના શેરમાં ઉછાળો
calendar_today January 2, 2026

Share Price Hike: Pizza hut અને KFC ચલાવનારી કંપીઓ મર્જ થવાની જાહેરાત, આ કંપનીના શેરમાં ઉછાળો

KFC અને પિઝા હટના સંચાલક સેફાયર ફૂડ્સ ઇન્ડિયા લિમિટેડ, દેવયાની ઇન્ટરનેશનલ લિમિટેડ સાથે મર્જ થવાની તૈયારીમાં છે. પિઝા-બર્ગરની દુનિયામાં આ સૌથી મોટું મર્જર માનવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સોદો એવા સમયે થયો છે જ્યારે ભારતમાં ફાસ્ટ-ફૂડ ફ્રેન્ચાઇઝી ઘટી રહેલા વેચાણ અને માર્જિન દબાણનો સામનો કરી રહી છે. વધતા જતા ફુગાવાને કારણે ગ્રાહકો બહાર જમવાને બદલે ઘરે ખોરાક મંગાવવા માટે મજબૂર થઈ રહ્યા છે. કરોડોનો નફો થવાની અપેક્ષા આ સોદા હેઠળ દેવયાની સેફાયરના દરેક 100 શેર માટે 177 શેર જાહેર કરશે અને સંયુક્ત સાહસના બીજા સંપૂર્ણ વર્ષ દરમિયાન વાર્ષિક ₹210 કરોડથી ₹225 કરોડનો નફો થવાની અપેક્ષા રાખે છે. આ સોદા હેઠળ ગ્રુપ કંપની આર્કટિક ઇન્ટરનેશનલ હાલના પ્રમોટર્સ પાસેથી સેફાયર ફૂડ્સની પેઇડ-અપ ઇક્વિટીનો આશરે 18.5 ટકા હિસ્સો હસ્તગત કરશે જેમાં પરસ્પર સંમતિથી નાણાકીય રોકાણકારને હિસ્સો વેચવાનો વિકલ્પ હશે. હજી 15 મહિનાનો લાગશે સમય પ્રસ્તાવિત મર્જરને હજુ સુધી સ્ટોક એક્સચેન્જ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને બંને કંપનીઓના શેરધારકો અને લેણદારો સહિત તમામ નિયમનકારી અને વૈધાનિક મંજૂરીઓ મળી નથી. આ મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયામાં આશરે 12 થી 15 મહિનાનો સમય લાગવાની ધારણા છે, ત્યારબાદ મર્જર અસરકારક બનશે. યમ બ્રાન્ડ્સની ભાગીદાર કંપનીઓ ભારત અને વિદેશમાં 3,000 થી વધુ આઉટલેટ્સ ચલાવે છે, જેમાં KFC અને પિઝા હટ ડાઇન-ઇન રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. આ કંપનીઓ મુખ્યત્વે વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડ અને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ સાથે સ્પર્ધા કરે છે, જે મેકડોનાલ્ડ્સ અને ડોમિનોઝ પિઝા ચેઇનના ભારતીય ઓપરેટરો છે. ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટમાંથી એક બનશે કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરાયેલા દસ્તાવેજ અનુસાર વ્યવહાર પૂર્ણ થયા પછી દેવયાની ઇન્ટરનેશનલ બંને કંપનીઓના સંચાલનને જોડીને ભારતના સૌથી મોટા ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ઓપરેટરોમાંનું એક બનશે. દેવયાની ઇન્ટરનેશનલ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન રવિ જયપુરિયાએ જણાવ્યું હતું કે દેવયાની ઇન્ટરનેશનલ લિમિટેડ અને સેફાયર ફૂડ્સ ઇન્ડિયા લિમિટેડનું મર્જર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને અમારી વૃદ્ધિ યાત્રામાં એક નિર્ણાયક પગલું છે. DIL એ ભારતીય બજારમાં KFC અને પિઝા હટ બ્રાન્ડ્સ માટે ફ્રેન્ચાઇઝ અધિકારો પ્રાપ્ત કર્યા છે. આ મર્જર શ્રીલંકામાં અમારી મજબૂત આંતરરાષ્ટ્રીય હાજરીમાં પણ વધારો કરે છે, જે અમારા હાલની વિદેશી કામગીરીને વધુ મજબૂત બનાવે છે. કંપનીના શેરમાં ઉછાળો આ જાહેરાત બાદ દેવયાની ઇન્ટરનેશનલના શેરમાં તીવ્ર વધારો જોવા મળ્યો જે લગભગ 8 ટકા વધ્યો છે. BSE ડેટા અનુસાર ટ્રેડિંગ સત્ર દરમિયાન દેવયાની ઇન્ટરનેશનલના શેર લગભગ 8 ટકા વધીને ₹159.45 પર પહોંચ્યા. તેઓ સવારે ₹156.90 પર ખુલ્યા હતા. સવારે 10:55 વાગ્યે, કંપનીના શેર ₹150.45 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે લગભગ 1.5 ટકા વધીને છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરતમાં નબીરાએ 150થી વધુની સ્પીડે કાર હંકારી સર્જાયો અકસ્માત
calendar_today January 2, 2026

Gujarat Latest News Live : સુરતમાં નબીરાએ 150થી વધુની સ્પીડે કાર હંકારી સર્જાયો અકસ્માત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara News: લૂંટ કરનારા 5 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર
calendar_today January 2, 2026

Vadodara News: લૂંટ કરનારા 5 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરામાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. અસામાજિક તત્ત્વો દ્વારા ચોરી, લૂંટ અને મારામારીની ઘટનાઓને બેફામ રીતે અંજામ આપવામાં આવી રહ્યો છે. આવામાં પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરીને ગુનેગારોને કાયદાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. વડોદરામાં લૂંટની એક ઘટના બની હતી. જે મામલે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.બબાલ કરી આરોપીઓએ કાર ચાલકને લૂંટી લીધો ઘટનાની વિગતો અનુસાર, વડોદરામાં ડીપર મારવા મુદ્દે કાર ચાલક સાથે બબાલ અન્ય કાર ચાલક અને કારમાં સવાર લોકોએ બબાલ કરી હતી. આ બબાલ કરી આરોપીઓએ કાર ચાલકને લૂંટી લીધો હતો. આ સાથે તેઓએ પીડિતને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસ દ્વારા લૂંટ કરનારા તમામ 5 આરોપીને ઝડપી લીધા હતા. કોર્ટમાં રજૂ કરવામાં આવતા સ્થાનિક કોર્ટ દ્વારા તમામ આરોપીઓને હાલ 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આરોપીઓએ જીલ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપી વડોદરાના વાઘોડિયાના શ્રીપોર ટીંબીથી જીલ પટેલ વડોદરા તરફ કાર લઈને જઈ રહ્યા હતા. આ સમયે સ્વીફ્ટ ગાડી સામેથી આવતા જીલ પટેલે ડીપર મારી હતી. જે કારણે સ્વીફ્ટ ગાડીમાં સવાર પાચ શખ્સોએ ડીપર મારવા બાબતે જીલ પટેલ સાથે મારામારી કરી હતી. આ મારામારી દરમિયાન તેમણે જીલ પાસે રહેલી સોનાની ચેન લૂંટી લીધી હતી. આ સાથે આરોપીઓએ જીલ પટેલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા આ સમગ્ર ઘટના બાબતે જીલ પટેલ દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જીલ પટેલની ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા હતા. જે બાદ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ કેસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન વધુ લૂંટની ઘટનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. આ પણ વાંચો - Vadodara:નવા વર્ષના પ્રારંભે જ ગાઢ ધુમ્મસની લપેટમાં ડભોઇ પંથક

Read Full Story arrow_forward