android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પતંગ રસિકોને મોજ પડી જશે, ઉત્તરાયણના દિવસે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે
calendar_today January 2, 2026

Weather News : અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પતંગ રસિકોને મોજ પડી જશે, ઉત્તરાયણના દિવસે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા આકરી ઠંડી પડી શકે છે અને કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ છે અને એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે, પાટણ, સમી, હારીજ, સાબરકાંઠામાં તીવ્ર ઠંડી પડી શકે છે.પંચમહાલ અને સાબરકાંઠામાં પણ તીવ્ર ઠંડી પડશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉ.ગુજરાતમાં 8 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને રેલવે યાતાયાત પર ધુમ્મસની અસર રહશે, કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે અને નલિયામાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે અને ઉત્તરાયણમાં પવન સાનુકુળ રહેશે અને સવારે 5 થી 6 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અને 18 થી 21 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં હવામાન પલટાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે અને 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે. વાદળછાયું વાતાવરણ થતા ઠંડી ઘટશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને 10 જાન્યુઆરીથી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે. જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે. ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે. 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું કહેવું છે કે, 30 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 28 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે. આ પણ વાંચો : Surat News : સુરતમાં નબીરાએ 150થી વધુની સ્પીડે કાર હંકારી સર્જાયો અકસ્માત, પૈસાદાર બાપના છોકરાઓએ રોડ લીધો હતો માથે

Read Full Story arrow_forward
Bhavnagar News : બગદાણા કેસમાં ગરમાયું રાજકારણ, વિવાદમાં ભાજપ-ઠાકોર સેનાના આગેવાનો જોડાયા
calendar_today January 2, 2026

Bhavnagar News : બગદાણા કેસમાં ગરમાયું રાજકારણ, વિવાદમાં ભાજપ-ઠાકોર સેનાના આગેવાનો જોડાયા

બગદાણામાં નવનીતને માર મારવાની ઘટનાએ હવે રાજકીય અને સામાજિક વળાંક લીધો છે. આ વિવાદમાં ભાજપ અને ઠાકોર સેનાના આગેવાનો સામસામે આવી ગયા છે. સોશિયલ મીડિયા પર 'ઠાકોર-કોળી ભાઈ-ભાઈ' ના સંદેશા વહેતા થયા છે, જે સામાજિક એકતા સાથે ન્યાયની માંગ મજબૂત કરી રહ્યા છે. ઠાકોર સેનાના આગેવાન ચેતન ઠાકોરે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ. કોઈ કલાકાર હોય એટલે તેને કાયદો હાથમાં લેવાનો અધિકાર મળી જતો નથી. તેમણે માંગ કરી છે કે જેમ અન્ય ગુનેગારોનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે છે, તેમ આ કેસના આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.ભાજપ પ્રદેશ પ્રવક્તાનું નિવેદન બીજી તરફ, આ મુદ્દે ગુજરાત ભાજપે પણ પોતાનું મૌન તોડ્યું છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકાર નિષ્પક્ષ રીતે કામ કરી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગુનો કરનાર કોઈપણ હોય, તેને છોડવામાં આવશે નહીં. અનિલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે વિરોધ પક્ષ માત્ર આક્ષેપોની રાજનીતિ કરી રહ્યો છે. બગદાણાની આ ઘટનામાં બંને પક્ષે FIR નોંધાઈ ચૂકી છે અને પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે. સરકાર 'ઓન્લી પ્રોસિક્યુશન' ના મંત્ર સાથે આગળ વધી રહી છે અને જે કોઈ પણ દોષિત જણાશે તેને સખત સજા કરવામાં આવશે. આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહીની માગ હાલમાં આ કેસમાં સામાજિક ન્યાય અને કાયદાકીય સમાનતાની ચર્ચાએ જોર પકડ્યું છે. ચેતન ઠાકોરે ભાર પૂર્વક કહ્યું છે કે ન્યાયતંત્રએ વ્યક્તિનું નામ, દમ કે તેની ઓળખ જોઈને નિર્ણય ન લેવો જોઈએ. 'કલાકાર' નું લેબલ લગાવીને કોઈને છૂટછાટ આપવી તે સામાન્ય જનતા સાથે અન્યાય છે. લોકોમાં એવી અપેક્ષા જાગી છે કે પોલીસ કોઈપણ દબાણ વગર તપાસ કરે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને સોશિયલ મીડિયામાં પણ આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી ઉગ્ર બની છે, જેથી ભવિષ્યમાં કોઈ સેલિબ્રિટી કે વગદાર વ્યક્તિ કાયદાનો ભંગ કરતા ડરે. આ પણ વાંચો : Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...

Read Full Story arrow_forward
Gold Silver Price Today: ચાંદીએ પકડી રફતાર, સોનામાં પણ તેજી, જાણો 2 જાન્યુઆરીના લેટેસ્ટ રેટ
calendar_today January 2, 2026

Gold Silver Price Today: ચાંદીએ પકડી રફતાર, સોનામાં પણ તેજી, જાણો 2 જાન્યુઆરીના લેટેસ્ટ રેટ

દેશના વાયદા બજારમાં 2026ના બીજા દિવસે નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. ચાંદી અને સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. નિષ્ણાંતો માને છે કે સ્પોટ ગોલ્ડની માંગમાં વધારો અને ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો બંને ધાતુઓને ટેકો આપી રહ્યો છે. આજે ચાંદીનો ભાવદેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીના ભાવમાં લગભગ ₹7,600નો વધારો થયો. જે ઇન્ટ્રાડે ₹2,43,443ની ઊંચી સપાટીએ પહોંચ્યો. આજે ચાંદી ₹239,041 પર ખુલી હતી અને આગલા દિવસે ₹235,873 પર બંધ થઈ હતી. સવારે 10 વાગ્યે, ચાંદીના ભાવ ₹6,253 વધીને ₹242,126 પર ટ્રેડ થઈ રહ્યા હતા. વિદેશી બજારોમાં, યુએસમાં ચાંદીના વાયદા 3.47 ટકા વધીને $73.05 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે, અને ચાંદીના હાજર ભાવ 2.50 ટકા વધીને $73.4346 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે. યુકેમાં ચાંદી 2.33 ટકા વધીને 54.4828 પાઉન્ડ પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે, અને યુરોપમાં 2.36 ટકા વધીને 62.4495 યુરો પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. સોનાના ભાવમાં પણ વધારો બીજી તરફ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ ટ્રેડિંગ સત્ર દરમિયાન આશરે ₹1,200 પ્રતિ 10 ગ્રામ વધીને ₹1,36,999 પ્રતિ 10 ગ્રામની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યા છે. સવારે 10.05 વાગ્યે, સોનાના ભાવ 10 ગ્રામ દીઠ ₹1,36,627 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે ₹823 વધીને ₹1,36,999 પર ટ્રેડ થઈ રહ્યા હતા.આજે સોનું દિવસના અંતે ₹136999ની ઊંચી સપાટીએ ખુલ્યું હતું, જે એક દિવસ પહેલા ₹1,35,804 પર બંધ થયુ હતું.મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ 1,36,250 ₹124,900બેંગ્લોર ₹1,36,620 ₹1,24,850ચેન્નાઇ  ₹1,37,240 ₹125,800મુંબઇ  ₹1,36,200 ₹124,850દિલ્હી ₹1,36,350 ₹125,000કોલકાતા  ₹1,36,200 ₹124,850વડોદરા  ₹1,36,250 ₹124,900મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો. આ પણ વાંચો- Venus And Sun Yuti: 14 જાન્યુઆરીથી 3 રાશિનું ચમકશે નસીબ, શુક્રાદિત્ય રાજયોગ અપાવશે અણધારી સફળતા

Read Full Story arrow_forward