android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS Summit 2026 Delhi Live: શિ જિનપિંગ આજે સાજે PM મોદી સાથે કરશે મુલાકાત
calendar_today September 12, 2026

BRICS Summit 2026 Delhi Live: શિ જિનપિંગ આજે સાજે PM મોદી સાથે કરશે મુલાકાત

નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ 2026નું આયોજન થઈ રહ્યું છે, જેના કારણે રાજધાનીમાં વિદેશી મહાનુભાવો એકત્રિત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત વિશ્વભરના નેતાઓ અહીં આવી પહોંચ્યા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ભારત આવી ગયા છે. વડાપ્રધાન મોદી શી જિનપિંગ તેમજ સમિટમાં ભાગ લઈ રહેલા અન્ય તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે.પેઝેશ્કિયનની દીકરી બ્રિક્સ બજારમાં કળા અને સંસ્કૃતિનો અનુભવ કર્યોઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનની પુત્રી ઝહરા પેઝેશ્કિયન અને તેમના પતિ હસન મજીદીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી સાથે નવી દિલ્હીમાં આયોજિત 'બ્રિક્સ બજાર'ની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય પેવેલિયન સહિત બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોના પેવેલિયનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમને વિવિધ સહભાગી દેશોની કળા, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી હતી. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાતઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.કીર્તિ વર્ધન સિંહે કર્યું સ્વાગતશી જિનપિંગનો કાફલો ભારત મંડપમ માટે રવાના થયો. કેન્દ્રીય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું.પાલમ એરપોર્ટ પર જિનપિંગનું કરાયું સ્વાગત પાલમ એરપોર્ટ પર શી જિનપિંગનું સ્વાગત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યુ છે. સાંજે 5.45 કલાકે તેઓ પીએમ મોદી સાથે દ્વીપક્ષીયય વાતો કરશે.  દિલ્હીમાં લેન્ડ થયુ શી જિનપિંગનું વિમાનચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી પહોંચ્યા છે. દિલ્હીમાં તેમનું પ્લેન લેન્ડ થયુ છે.  7 વર્ષ બાદ તેઓ ભારત આવ્યા છે. ભારત મંડપમમાં દુનિયાના દિગ્ગજો આવી રહ્યા છે. ત્યારે શી જિનપિંગ પણ હવે ટૂંક સમયમાં જોડાશે.  અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મળ્યા પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. મલેશિયાના પીએમને મળ્યા પીએમ મોદી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન હૈદરાબાદ હાઉસ ખાતે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. ઇથોપિયાના પીએમ સાથે પીએમ મોદીની બેઠક હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇથોપિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અબી અહેમદ વચ્ચે ચર્ચા થઈ રહી છે.  રામાફોસાની અદાણી સાથે મુલાકાતBRICS સમિટમાં ભાગ લેવા ભારત આવેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ શનિવારે દિલ્હીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મુલાકાત 18મી BRICS સમિટ દરમિયાન યોજાયેલા 'સાઉથ આફ્રિકા બિઝનેસ ડાયલોગ'નો એક ભાગ હતી. તેનો ઉદ્દેશ્ય દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેના વેપાર અને રોકાણના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. દિલ્હી પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી BRICS સમિટને લઈને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે 9:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ અને આસપાસના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રિત અને ડાયવર્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસના ટ્રાફિક એડવાઇઝરી મેપમાં સેન્ટ્રલ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્જન પોઈન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે તૈયાર કરી મીડિયા કીટમાં શું શું ? BRICS INDIA 2026 બિહારના દેશી 'સત્તુ'થી લઈને કોરાપુટની પહાડીઓમાં ઉગાડવામાં આવતી કોફી અને ગુજરાતની ઝીણવટભરી હસ્તકલા સુધીની ભારતની સમૃદ્ધ ખાદ્ય-પરંપરાઓ, સ્થાનિક ઉત્પાદનો અને કારીગરી કૌશલ્યોને દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ઉચ્ચ સ્તરીય રાજદ્વારી પ્રવૃત્તિઓની સાથે સ્થાન મળી રહ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા તૈયાર કરવામાં આવેલી મીડિયા કિટ છે. જે 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ સમિટ પૂર્વે ભારત અને વિશ્વભરના પત્રકારોને ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાનો પરિચય કરાવે છે. પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે 5.45 કલાકે મુલાકાતભારતની યજમાનીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બપોરે 12.25 કલાકે દિલ્હી પહોંચશે. આ મુલાકાત દરમિયાન, શી જિનપિંગ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ અગાઉ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને આફ્રિકન દેશ નાઈજીરિયાના અન્ય કેટલાક મહેમાનો પણ ભારત આવી પહોંચ્યા હતા. ભારતના સંબંધો પર ચીનનું નિવેદન ભારતના સંબંધો પર ચીનનું નિવેદન સામે આવ્યું છે. ચીને વાતચીત વધારવા પર જોર આપ્યુ છ. મતભેદ ઉકેલવા પર કામ કરવું પડશે. સંચાર સહયોગ વધારવાનો પ્રયાસ થશે. 

Read Full Story arrow_forward
Iran: અહંકાર સામે આત્મસમર્પણ નહીં કરે ઈરાન, દિલ્હીની ધરતી પરથી પેઝેશ્કિયાનનો અમેરિકાને જડબાતોડ જવાબ
calendar_today September 12, 2026

Iran: અહંકાર સામે આત્મસમર્પણ નહીં કરે ઈરાન, દિલ્હીની ધરતી પરથી પેઝેશ્કિયાનનો અમેરિકાને જડબાતોડ જવાબ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતની મુલાકાત દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા અંગેની તેમની સ્થિતિ ફરી એકવાર સ્પષ્ટ કરી હતી. એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે તેમણે અમેરિકા અને ઈઝરાયેલને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ઈરાન દાદાગીરી કે અહંકાર સામે ઝૂકશે નહીં અને પોતાના રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે મક્કમતાથી ઊભું રહેશે. ધાર્મિક નેતાઓ, બૌદ્ધિકો, શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓના સમૂહને સંબોધતા પેઝેશ્કિયાને ગલ્ફ ક્ષેત્ર અંગે તેહરાનનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા દોહરાવી અને ઈરાની સમાજમાં ફૂટ પડાવવાનો પ્રયાસ કરતી વિદેશી તાકાતોને હરાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, "અમે જુલમ સામે ઝૂકીશું નહીં. ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા સામે મક્કમતાથી ઊભું છે કારણ કે અમે ધમકીઓ સામે નમીશું નહીં; જો તેઓ અમારા પર દબાણ લાવશે, તો અમે તેનો જવાબ આપીશું." તેમણે અમેરિકા અને ઈઝરાયેલની સેનાઓને "અસલી આતંકવાદી" ગણાવ્યા અને દક્ષિણ ઈરાનમાં એક પ્રાથમિક શાળા નજીક અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાનો ઉલ્લેખ કર્યો જેમાં 168 બાળકોના મોત થયા હતા.'અમેરિકા લગામ વગરના જંગલી ઘોડા જેવું છે'પેઝેશ્કિયાને ટિપ્પણી કરી કે હોસ્પિટલો, માળખાગત સુવિધાઓ અને લોકોની આજીવિકાને નિશાન બનાવવાને બદલે, તેમણે ઈરાની સૈનિકોનો સામનો કરવો જોઈએ. તેમણે કહ્યું કે ભલે તેઓ માનતા હોય કે અછત લોકોને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરશે, પરંતુ ઈરાનની જનતા ઝૂકશે નહીં. ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકા અને ઈઝરાયેલની કાર્યવાહીની સરખામણી લગામ વગરના જંગલી ઘોડાની સવારી સાથે કરી હતી.પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે આ માર્ગ તેમને વિનાશ અને નરકની આગ તરફ દોરી જશે. તેમણે ઉમેર્યું કે ઈશ્વરે ઈરાનીઓ, ચીનીઓ, ભારતીયો અને અન્ય લોકોને બનાવ્યા છે અને આપણે સાથે મળીને રહેવું જોઈએ; ઈરાન જુલમ સામે ઝૂકશે નહીં અને પીડિતોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.ભારત અંગે પેઝેશ્કિયાને શું કહ્યું?પેઝેશ્કિયાન ત્રણ દિવસની મુલાકાતે શુક્રવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવાનો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી2એ કહ્યું, "અમે ભારતને એક મહાન ઉભરતા રાષ્ટ્ર તરીકે જોઈએ છીએ જે હાલમાં બ્રિક્સનું પ્રમુખપદ સંભાળી રહ્યું છે. બ્રિક્સ અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્થા છે અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. મને વિશ્વાસ છે કે ભારત બ્રિક્સ જૂથ અને તેના સભ્ય દેશોનું અનુકરણીય રીતે નેતૃત્વ કરવા સક્ષમ છે." આ કાર્યક્રમમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી, કાશ્મીરી અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂક અને પતંજલિ આયુર્વેદના સહ-સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પણ વાંચો: PM મોદીના વડનગર અને જિનપિંગના શહેરનું 1300 વર્ષ જૂનું કનેક્શન! ચીની રાષ્ટ્રપતિએ જણાવી હતી અજાણી વાત

Read Full Story arrow_forward
Pakistan માં છે હાફિઝ સઈદ, કોર્ટમાં NIAએ કહ્યું- જાણી જોઇને ધરપકડથી બચી રહ્યો છે આતંકી!
calendar_today September 12, 2026

Pakistan માં છે હાફિઝ સઈદ, કોર્ટમાં NIAએ કહ્યું- જાણી જોઇને ધરપકડથી બચી રહ્યો છે આતંકી!

આતંકવાદી હાફિઝ સઈદ હાલમાં પાકિસ્તાનમાં છે. NIAએ જમ્મુની એક વિશેષ અદાલતને આ માહિતી આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, તે ધરપકડથી બચી રહ્યો છે. આ બાબતે સુનાવણી બાદ, અદાલતે તેની સામે બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું. બે મહિનાના ગાળામાં હાફિઝ સઈદ સામે જારી કરાયેલું આ બીજું બિન-જામીનપાત્ર વોરંટ છે.NIAએ અદાલતને જણાવ્યું હતું કે હાફિઝ સઈદ પાકિસ્તાનથી કાશ્મીર ખીણમાં સક્રિય આતંકવાદીઓને હથિયારો, ભંડોળ અને સૂચનાઓ પૂરી પાડી રહ્યો છે. એજન્સીનું કહેવું છે કે તે જાણીજોઈને ધરપકડથી બચી રહ્યો છે. આ કારણોસર, NIAએ અદાલતને તેની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવાની વિનંતી કરી હતી. આ કેસ જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદી નેટવર્કની તપાસ સાથે સંબંધિત છે. તપાસની શરૂઆત મોહમ્મદ નકીબ ભટની ધરપકડ સાથે થઈ હતી, જેને શ્રીનગરના બાહ્ય વિસ્તારમાં આવેલા પાંડાચ ખાતે સુરક્ષા તપાસ દરમિયાન પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી ચીનમાં બનેલો ગ્રેનેડ અને 15 જીવંત કારતૂસ મળી આવ્યા હતા.હથિયારોની જપ્તી દ્વારા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશમોહમ્મદ નકીબ ભટ સામે ઝાકુરા પોલીસ સ્ટેશનમાં UAPA, આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમ જેમ તપાસ આગળ વધી. તેમ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા અનેક આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી. તેના પેટા-સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) સાથે સંકળાયેલા લોકો પણ તપાસના દાયરામાં આવ્યા. આ કેસના સંબંધમાં બે પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. NIAએ જણાવ્યું હતું કે આ તપાસ દરમિયાન હાફિઝ સઈદની ભૂમિકા સામે આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, એ વાત બહાર આવી હતી કે ધરપકડ કરાયેલા પાકિસ્તાની આતંકવાદીઓ તેના સંપર્કમાં હતા. NIAએ અદાલતને જાણ કરી કે હાફિઝ સઈદ હાલમાં પાકિસ્તાનમાં છે.અદાલતનું અવલોકન: સામાન્ય પ્રક્રિયા દ્વારા હાજર કરી શકાયા નથી8 સપ્ટેમ્બરના રોજ થયેલી સુનાવણી દરમિયાન, વિશેષ ન્યાયાધીશ પ્રેમ સાગરે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન હાફિઝ સઈદની ભૂમિકા સામે આવી છે. અદાલતે એ પણ કહ્યું હતું કે તે ફરાર છે અને તપાસ એજન્સી સામાન્ય પ્રક્રિયાઓ દ્વારા તેને અદાલતમાં હાજર કરવામાં અસમર્થ રહી છે. પરિણામે, અદાલતે તેની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું. સરળ શબ્દોમાં કહીએ તો, આ વોરંટ આરોપીની ધરપકડ કરવાની અને ત્યારબાદ તેને અદાલત સમક્ષ રજૂ કરવાની સત્તા આપે છે. બે મહિનામાં બીજું વોરંટજમ્મુની વિશેષ NIA અદાલત દ્વારા હાફિઝ સઈદ વિરુદ્ધ બે મહિનાના ગાળામાં જારી કરાયેલું આ બીજું બિન-જામીનપાત્ર વોરંટ છે. અગાઉ 8 જુલાઈએ પણ તેની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું; તે કેસ એપ્રિલમાં પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા સાથે સંકળાયેલો હતો, જેમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક રહેવાસીએ જીવ ગુમાવ્યા હતા. તાજેતરના કિસ્સામાં, NIAએ અદાલતને જાણ કરી હતી કે હાફિઝ સઈદ હાલમાં પાકિસ્તાનમાં છે, જેના પગલે અદાલતે તેની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.આ પણ વાંચો: Iran: અહંકાર સામે આત્મસમર્પણ નહીં કરે ઈરાન, દિલ્હીની ધરતી પરથી પેઝેશ્કિયાનનો અમેરિકાને જડબાતોડ જવાબ

Read Full Story arrow_forward