android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: બાબરાના ઊંટવડ નજીકથી ઝડપાઈ વિદેશી દારૂ ભરેલી એમ્બ્યુલન્સ!
calendar_today September 12, 2026

Amreli News: બાબરાના ઊંટવડ નજીકથી ઝડપાઈ વિદેશી દારૂ ભરેલી એમ્બ્યુલન્સ!

અમરેલીના બાબરામાં કાયદાની આંખમાં ધૂળ નાખવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે દર્દીઓનો જીવ બચાવવા માટે વપરાતી ઈમરજન્સી એમ્બ્યુલન્સનો ઉપયોગ બુટલેગરો દ્વારા વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો હતો. બાબરા તાલુકાના ઊંટવડ ગામ નજીકથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકીને તપાસ કરવામાં આવતાં અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરે દારૂની ખેપ મારવા માટે અપનાવેલો આ નવતર પ્રયોગ સ્થાનિક પોલીસની સતર્કતાને કારણે નિષ્ફળ નીવડ્યો હતો.રૂ.10.66 લાખનો મુદ્દામાલ કબ્જે બાબરા પોલીસે એમ્બ્યુલન્સની સઘન તલાશી લેતાં અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કૂલ 1,968 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.3 લાખ 56 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી એમ્બ્યુલન્સ સહિત કૂલ રૂપિયા 10 લાખ 66 હજારનો માતબર મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કર્યો છે. ઈમરજન્સી વાહનનો દારૂની બંદી માટે ઉપયોગ થતો જોઈને પોલીસ અધિકારીઓ પણ એક તબક્કે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.ગોંડલના સાગર ઉર્ફે લાલો ગોહિલની ધરપકડ પોલીસે દારૂનો જથ્થો વહન કરી રહેલા એમ્બ્યુલન્સ ચાલક સાગર ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહિલ (રહે. ગોંડલ) નામના શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. બાબરા પોલીસે વિદેશી દારૂની આટલી મોટી ખેપનો પર્દાફાશ કરીને આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
BRICS Summit 2026 Delhi Live: PM Modi પહોંચ્યા ભારત મંડપમ, થોડીવારમાં BRICS સમિટની શરૂઆત
calendar_today September 12, 2026

BRICS Summit 2026 Delhi Live: PM Modi પહોંચ્યા ભારત મંડપમ, થોડીવારમાં BRICS સમિટની શરૂઆત

નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ 2026નું આયોજન થઈ રહ્યું છે, જેના કારણે રાજધાનીમાં વિદેશી મહાનુભાવો એકત્રિત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત વિશ્વભરના નેતાઓ અહીં આવી પહોંચ્યા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ભારત આવી ગયા છે. વડાપ્રધાન મોદી શી જિનપિંગ તેમજ સમિટમાં ભાગ લઈ રહેલા અન્ય તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે.ઇથોપિયાના પીએમ પહોંચ્યા ભારત મંડપમ ઇથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલી BRICS સમિટ 2026ના સ્થળ 'ભારત મંડપમ' ખાતે આવી પહોંચ્યા. અબુધાબીના પ્રિન્સ ભારત મંડપમ પહોંચ્યા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન BRICS સમિટ 2026ના સ્થળ 'ભારત મંડપમ' ખાતે આવી પહોંચ્યા. બ્રાઝિલના વિદેશ મંત્રી ભારત મંડપમ પહોંચ્યાબ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વિએરા BRICS સમિટ 2026ના સ્થળ - ભારત મંડપમ ખાતે પહોંચ્યા. ભારત મંડપમ પહોંચ્યા પીએમ મોદી પીએમ મોદી ભારત મંડપમ પહોંચ્યા છે. 2.30 કલાકે બ્રિક્સ સમિટની શરૂઆત થવાની છે.  પહેલુ સેશન યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ટીમ સાથે પીએમ મોદી ભારત મંડપમ પહોંચી ગયા છે.  ચીની વિદેશ મંત્રાલયનું નિવેદનબ્રિક્સ સમિટમાં પહોંચ્યા બાદ ચીની વિદેશ મંત્રાલ્યનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, બન્ને દેશ વચ્ચે વાતચીત અને સંવાદ વધે, ચીને કહ્યું કે ભારત સાથે સંબંધ સુધારવા માગે છે. અન્વર ઈબ્રાહિમે વડાપ્રધાન મોદીના વખાણ કર્યામલેશિયાના વડાપ્રધાન અન્વર ઈબ્રાહિમે તેમની દ્વિપક્ષીય વાતચીતની શરૂઆતમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાના વખાણ કર્યા. તેમણે કહ્યું, "વડાપ્રધાન મોદી ખૂબ જ લોકપ્રિય છે. જુઓ મને કેટલા મેસેજ મળી રહ્યા છે.પેઝેશ્કિયનની દીકરી બ્રિક્સ બજારમાં કળા અને સંસ્કૃતિનો અનુભવ કર્યોઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનની પુત્રી ઝહરા પેઝેશ્કિયન અને તેમના પતિ હસન મજીદીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી સાથે નવી દિલ્હીમાં આયોજિત 'બ્રિક્સ બજાર'ની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય પેવેલિયન સહિત બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોના પેવેલિયનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમને વિવિધ સહભાગી દેશોની કળા, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી હતી. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાતઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.કીર્તિ વર્ધન સિંહે કર્યું સ્વાગતશી જિનપિંગનો કાફલો ભારત મંડપમ માટે રવાના થયો. કેન્દ્રીય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું.પાલમ એરપોર્ટ પર જિનપિંગનું કરાયું સ્વાગત પાલમ એરપોર્ટ પર શી જિનપિંગનું સ્વાગત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યુ છે. સાંજે 5.45 કલાકે તેઓ પીએમ મોદી સાથે દ્વીપક્ષીયય વાતો કરશે.  દિલ્હીમાં લેન્ડ થયુ શી જિનપિંગનું વિમાનચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી પહોંચ્યા છે. દિલ્હીમાં તેમનું પ્લેન લેન્ડ થયુ છે.  7 વર્ષ બાદ તેઓ ભારત આવ્યા છે. ભારત મંડપમમાં દુનિયાના દિગ્ગજો આવી રહ્યા છે. ત્યારે શી જિનપિંગ પણ હવે ટૂંક સમયમાં જોડાશે.  અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મળ્યા પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. મલેશિયાના પીએમને મળ્યા પીએમ મોદી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન હૈદરાબાદ હાઉસ ખાતે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. ઇથોપિયાના પીએમ સાથે પીએમ મોદીની બેઠક હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇથોપિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અબી અહેમદ વચ્ચે ચર્ચા થઈ રહી છે.  રામાફોસાની અદાણી સાથે મુલાકાતBRICS સમિટમાં ભાગ લેવા ભારત આવેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ શનિવારે દિલ્હીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મુલાકાત 18મી BRICS સમિટ દરમિયાન યોજાયેલા 'સાઉથ આફ્રિકા બિઝનેસ ડાયલોગ'નો એક ભાગ હતી. તેનો ઉદ્દેશ્ય દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેના વેપાર અને રોકાણના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. દિલ્હી પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી BRICS સમિટને લઈને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે 9:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ અને આસપાસના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રિત અને ડાયવર્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસના ટ્રાફિક એડવાઇઝરી મેપમાં સેન્ટ્રલ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્જન પોઈન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે તૈયાર કરી મીડિયા કીટમાં શું શું ? BRICS INDIA 2026 બિહારના દેશી 'સત્તુ'થી લઈને કોરાપુટની પહાડીઓમાં ઉગાડવામાં આવતી કોફી અને ગુજરાતની ઝીણવટભરી હસ્તકલા સુધીની ભારતની સમૃદ્ધ ખાદ્ય-પરંપરાઓ, સ્થાનિક ઉત્પાદનો અને કારીગરી કૌશલ્યોને દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ઉચ્ચ સ્તરીય રાજદ્વારી પ્રવૃત્તિઓની સાથે સ્થાન મળી રહ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા તૈયાર કરવામાં આવેલી મીડિયા કિટ છે. જે 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ સમિટ પૂર્વે ભારત અને વિશ્વભરના પત્રકારોને ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાનો પરિચય કરાવે છે. પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે 5.45 કલાકે મુલાકાતભારતની યજમાનીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બપોરે 12.25 કલાકે દિલ્હી પહોંચશે. આ મુલાકાત દરમિયાન, શી જિનપિંગ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ અગાઉ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને આફ્રિકન દેશ નાઈજીરિયાના અન્ય કેટલાક મહેમાનો પણ ભારત આવી પહોંચ્યા હતા. ભારતના સંબંધો પર ચીનનું નિવેદન ભારતના સંબંધો પર ચીનનું નિવેદન સામે આવ્યું છે. ચીને વાતચીત વધારવા પર જોર આપ્યુ છ. મતભેદ ઉકેલવા પર કામ કરવું પડશે. સંચાર સહયોગ વધારવાનો પ્રયાસ થશે. 

Read Full Story arrow_forward
BRICS Summit 2026: ગુજરાતના મુખ્યમંત્રી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભવ્ય ડિનરમાં આપશે હાજરી
calendar_today September 12, 2026

BRICS Summit 2026: ગુજરાતના મુખ્યમંત્રી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભવ્ય ડિનરમાં આપશે હાજરી

રાજધાની દિલ્હીમાં આયોજિત 'બ્રિક્સ સમિટ' (BRICS Summit 2026) નિમિત્તે મહત્વના રાજકીય અને કૂટનીતિક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આ ભવ્ય આયોજનના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી આજે સાંજે 4 વાગ્યા પછી દિલ્હી પહોંચશે. દિલ્હી આગમન બાદ તેઓ સમિટ અંતર્ગત આયોજિત ખાસ સત્તાવાર કાર્યક્રમો અને બેઠકોમાં સહભાગી થશે.ભારત મંડપમ ખાતે ભવ્ય રાત્રિભોજનનું આયોજનબ્રિક્સ સમિટના પ્રતિનિધિઓ અને દેશના વિવિધ રાજ્યોના મહાનુભાવો માટે દિલ્હીના પ્રખ્યાત 'ભારત મંડપમ' ખાતે એક ભવ્ય રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી આ ખાસ ડિનર ડિપ્લોમસીમાં હાજરી આપશે અને વિવિધ ક્ષેત્રીય તથા રાષ્ટ્રીય વિષયો પર ચર્ચા વિચારણા કરશે.ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ પહેલ, બધા મુખ્યમંત્રીઓ એક જ બસમાં મુસાફરી કરશેદિલ્હીના મુખ્ય માર્ગો પર ભીડ અને ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે પ્રશાસન દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. આયોજન મુજબ, વિવિધ રાજ્યોમાંથી આવેલા તમામ મુખ્યમંત્રીઓ પહેલા સંસદ ભવન ખાતે એકઠા થશે. ત્યારબાદ તમામ મુખ્યમંત્રીઓ પોતપોતાના અલગ કાફલાને બદલે એક જ બસમાં સવાર થઈને સંસદ ભવનથી ભારત મંડપમ સુધી જશે. આ નિર્ણયથી રસ્તાઓ પર ભીડ નિયંત્રિત રાખવામાં મોટો સહયોગ મળશે.આજે જ ગુજરાત પરત ફરવાની શક્યતાદિલ્હી ખાતે ભારત મંડપમમાં યોજાનાર રાત્રિભોજનના કાર્યક્રમ અને બ્રિક્સ સમિટ સંબંધિત અનૌપચારિક મુલાકાતો પૂર્ણ કર્યા બાદ, ગુજરાતના મુખ્યમંત્રી આજે રાત્રે જ ફરી ગુજરાત પરત ફરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.આ પણ વાંચો: BRICS Summit 2026 Delhi Live: ભારત સાથે સંબંધ સુધારવા માગે છે ચીન, ચીની વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન

Read Full Story arrow_forward