android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujaratમાં મેઘરાજા મુશળધાર વરસશે! 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!
calendar_today September 12, 2026

Gujaratમાં મેઘરાજા મુશળધાર વરસશે! 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકો દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસી શકે છે. વરસાદની તીવ્રતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સંબંધિત જિલ્લાઓમાં એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે.વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મુશળધાર વરસાદની શક્યતાઓને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી-નાળાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ બીજી તરફ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, સુરત અને ભરૂચ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા હોવાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kutchના અંજારમાં ધોળા દિવસે ચિલઝડપ! માધવબાગમાં મહિલાની સોનાની ચેઇન આંચકી 3 શખ્સો થયા ફરાર
calendar_today September 12, 2026

Kutchના અંજારમાં ધોળા દિવસે ચિલઝડપ! માધવબાગમાં મહિલાની સોનાની ચેઇન આંચકી 3 શખ્સો થયા ફરાર

કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંજારના માધવબાગ વિસ્તારમાં દિવસના અજવાળે ચેઇન સ્નેચિંગની ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે. માર્ગ પરથી એકલી પસાર થઈ રહેલી એક મહિલાને તકનો લાભ ઉઠાવીને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી અને ક્ષણવારમાં જ તેના ગળામાંથી સોનાની ચેઇન આંચકીને અંજામ આપ્યો હતો.એકલી જઈ રહેલી મહિલાના ગળામાંથી ચેન ખેંચાઈઆ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં એક જ મોટરસાયકલ પર સવાર થઈને આવેલા ત્રણ શખ્સો જાહેર રોડ પરથી પસાર થતી મહિલા નજીકથી પુરઝડપે બાઇક પસાર કરીને ચેઇન ખેંચીને ભાગી જતા સ્પષ્ટપણે દ્રશ્યમાન થાય છે. ધોળા દિવસે અને જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક મહિલાઓ અને રહીશોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાદિનદહાડે બનેલી આ ચિલઝડપની ઘટનાને કારણે વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અંજાર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકસવાર ત્રણેય શખ્સોની ઓળખ છતી કરીને ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli News: બાબરાના ઊંટવડ નજીકથી ઝડપાઈ વિદેશી દારૂ ભરેલી એમ્બ્યુલન્સ!
calendar_today September 12, 2026

Amreli News: બાબરાના ઊંટવડ નજીકથી ઝડપાઈ વિદેશી દારૂ ભરેલી એમ્બ્યુલન્સ!

અમરેલીના બાબરામાં કાયદાની આંખમાં ધૂળ નાખવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે દર્દીઓનો જીવ બચાવવા માટે વપરાતી ઈમરજન્સી એમ્બ્યુલન્સનો ઉપયોગ બુટલેગરો દ્વારા વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો હતો. બાબરા તાલુકાના ઊંટવડ ગામ નજીકથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકીને તપાસ કરવામાં આવતાં અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરે દારૂની ખેપ મારવા માટે અપનાવેલો આ નવતર પ્રયોગ સ્થાનિક પોલીસની સતર્કતાને કારણે નિષ્ફળ નીવડ્યો હતો.રૂ.10.66 લાખનો મુદ્દામાલ કબ્જે બાબરા પોલીસે એમ્બ્યુલન્સની સઘન તલાશી લેતાં અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કૂલ 1,968 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.3 લાખ 56 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી એમ્બ્યુલન્સ સહિત કૂલ રૂપિયા 10 લાખ 66 હજારનો માતબર મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કર્યો છે. ઈમરજન્સી વાહનનો દારૂની બંદી માટે ઉપયોગ થતો જોઈને પોલીસ અધિકારીઓ પણ એક તબક્કે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.ગોંડલના સાગર ઉર્ફે લાલો ગોહિલની ધરપકડ પોલીસે દારૂનો જથ્થો વહન કરી રહેલા એમ્બ્યુલન્સ ચાલક સાગર ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહિલ (રહે. ગોંડલ) નામના શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. બાબરા પોલીસે વિદેશી દારૂની આટલી મોટી ખેપનો પર્દાફાશ કરીને આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward