android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar: દરેડમાં 17 વર્ષીય સાગર ખરા પર પાઇપ-ધોકાથી હુમલો, સારવાર દરમિયાન નીપજ્યું મોત
calendar_today September 12, 2026

Jamnagar: દરેડમાં 17 વર્ષીય સાગર ખરા પર પાઇપ-ધોકાથી હુમલો, સારવાર દરમિયાન નીપજ્યું મોત

જામનગર શહેર નજીક આવેલા ઔદ્યોગિક અને રહણાંક ક્ષેત્ર ગણાતા દરેડ વિસ્તારમાં બોલાચાલીની એક સામાન્ય ઘટનાએ લોહિયાળ રૂપ ધારણ કરી લેતાં ૧૭ વર્ષના નિર્દોષ કિશોરની હત્યા થઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. દરેડ ખાતે રહેતા 17 વર્ષીય કિશોર સાગર રમેશભાઈ ખરા પર તેમના જ ઘર નજીક બે શખ્સોએ પાઇપ અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે હિંસક હુમલો કર્યો હતો.દરેડમાં સગીર કિશોરની નિર્મમ હત્યાપ્રાથમિક આક્ષેપો અને મળતી માહિતી અનુસાર, ઘર પાસે આવેલી શેરીમાંથી આવન-જાવન (આવવા-જવા) કરવા બાબતે સાગરને સ્થાનિક બે યુવાનો સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ તુચ્છ વાતનો ખાર રાખીને બંને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ સાગર પર પાઇપ અને લાકડાના ધોકા વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા.હુમલાના આ લોહિયાળ બનાવમાં સાગર રમેશભાઈ ખરાને માથા તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવને પગલે આસપાસના લોકો અને પરિજનો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત સાગરને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર ઈજાઓને કારણે આશાસ્પદ કિશોરે ટૂંકી સારવાર બાદ આખરી શ્વાસ લેતાં બનાવ હત્યામાં પલટાયો હતો.સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય સાગર ખરા પર હુમલોઘટનાની જાણ થતાં જ જામનગર પંચ બી ડિવાઇઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને કાયદેસરની ગુનાહિત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. હુમલાનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવા તેમજ ઘટનામાં સંડોવાયેલા બંને શખ્સોની ઝડપથી ઓળખ કરી તેમને દબોચી લેવા પોલીસે દરેડ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક પૂછપરછના આધારે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Amreli News: જાફરાબાદના ટીંબી સહિત ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી

Read Full Story arrow_forward
Gir Somnath News: સુત્રાપાડાની આશ્રમ શાળાના તળાવમાંથી મળ્યો ધોરણ 9ના વિદ્યાર્થીનો મૃતદેહ, રહસ્ય અકબંધ
calendar_today September 12, 2026

Gir Somnath News: સુત્રાપાડાની આશ્રમ શાળાના તળાવમાંથી મળ્યો ધોરણ 9ના વિદ્યાર્થીનો મૃતદેહ, રહસ્ય અકબંધ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. સુત્રાપાડામાં આવેલી આશ્રમ શાળા નજીક એક સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને શાળાના વિદ્યાર્થીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.તળાવમાંથી મળી આવ્યો ધોરણ-9ના વિદ્યાર્થીનો મૃતદેહસુત્રાપાડા સ્થિત આશ્રમ શાળા નજીક આવેલા નવદુર્ગા માતાજીના મંદિર પાસેના તળાવમાંથી વહેલી સવારે સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ પનાદર ગામના રહેવાસી વિશ્વાસ રમેશભાઈ વંશ તરીકે થઈ છે. વિશ્વાસ સુત્રાપાડાની આ જ આશ્રમ શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો અને છાત્રાલયમાં રહીને પોતાનું ભણતર પૂરું કરી રહ્યો હતો. વહેલી સવારે શાળાના અન્ય વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમનું ધ્યાન તળાવમાં પડેલા આ મૃતદેહ પર ગયું હતું.સગીરના મોતને લઈને અનેક તર્ક-વિતર્કોવિદ્યાર્થીનો મૃતદેહ ક્ષત-વિક્ષત અને લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેના મોતને લઈને અનેક પ્રકારના રહસ્યો ઘેરાયા છે. આ હત્યા છે કે, અન્ય કોઈ અકસ્માત, તે અંગે પંથકમાં વિવિધ તર્ક-વિતર્કો વહેતા થયા છે. બનાવની જાણ થતાં જ મૃતક વિશ્વાસના પરિવાજનો તેમજ કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યોગ્ય તપાસની માગ કરી હતી.પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરીઘટના અંગે જાણ થતાં જ સુત્રાપાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તળાવમાંથી મૃતદેહને બહાર કાઢીને કબ્જે લીધો હતો અને તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે ફોરેન્સિક અને ટેકનિકલ ટીમોની મદદ લઈને આ મામલે પ્રાથમિક ગુનો નોંધી ઘટના પાછળનું સાચું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ પણ વાંચો: Gir Somnath News: તાલાલામાં ACBનો સપાટો, 8 હજારની લાંચ લેતા તલાટી મંત્રી સહિત 3 ઝડપાયા

Read Full Story arrow_forward
Aravalliના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, મેઘરજ અને માલપુરમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક
calendar_today September 12, 2026

Aravalliના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, મેઘરજ અને માલપુરમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી વરસાદે ખેંચાણ આપતાં વિરામ લીધો હતો, તેવામાં આજે બપોર બાદ જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકામાં અચાનક વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા વરસાદથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.સુકાતા પાકોને મળ્યું નવું જીવતદાન અરવલ્લી પંથકમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, આ સમયે જ મેઘરાજાએ મહેરબાની કરતાં મગફળી, સોયાબીન, મકાઈ સહિતના ઊભા પાકોને સંજીવની સમાન પાણી મળી ગયું છે. સુકાવાની આરે પહોંચેલા ખેતરોના પાકને નવું જીવતદાન મળતાં ખેડૂત આલમમાં ભારે આનંદ અને રાહતની લાગણી વ્યાપી ગઈ છે.સમગ્ર વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક છેલ્લા કેટલાક દિવસોથી અરવલ્લી જિલ્લામાં સૂર્યનારાયણના કોપ વચ્ચે અસહ્ય ગરમી અને બફારાથી લોકો બેહાલ બની ગયા હતા. ત્યારે મેઘરજ અને માલપુર પંથકમાં પડેલા આ વરસાદી ઝાપટાંને કારણે ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળી છે. વરસાદ પડતાં જ સમગ્ર વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવા લાગ્યો હતો અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward