android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં સાર્વત્રિક વરસાદ, સુબીરમાં નોંધાયો 44 મિમી વરસાદ
calendar_today September 12, 2026

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં સાર્વત્રિક વરસાદ, સુબીરમાં નોંધાયો 44 મિમી વરસાદ

ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. સવારના સમયથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીના 8 કલાકના સમયગાળા દરમિયાન ડાંગના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.સુબીરમાં 44 મિમી તો આહવામાં 23 મિમી વરસાદ બપોરના ૨ વાગ્યા સુધીના સરકારી આંકડા અનુસાર ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સૌથી વધુ 44 મિમી (પોણા બે ઈંચ) વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જિલ્લા મથક આહવામાં 23 મિમી, ગિરીમથક સાપુતારામાં 16 મિમી અને વઘઈ તાલુકામાં 5 મિમી વરસાદ નોંધાયો હતો. સુબીર પંથકમાં મુશળધાર વરસાદ વરસાતા સ્થાનિક કોઝવે અને નાળાઓમાં પાણીની આવક જોવા મળી હતી.ગિરીમથક સાપુતારામાં પ્રવાસીઓમાં આનંદ ડાંગના પહાડી વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેતાં સમગ્ર ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે અદ્ભુત નજારો સર્જાયો હતો. વરસાદી છાંટા અને ઠંડા પવન વચ્ચે પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકોએ રમણીય વાતાવરણની મજા માણી હતી અને બફારામાંથી મોટી રાહત મેળવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે ઈ-સ્ટેમ્પના નામે રૂ. 76.44 લાખની ઠગાઈ કરનાર પતિ-પત્નીની ધરપકડ
calendar_today September 12, 2026

Surat: ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે ઈ-સ્ટેમ્પના નામે રૂ. 76.44 લાખની ઠગાઈ કરનાર પતિ-પત્નીની ધરપકડ

સુરતમાં રાજ્યસભાના સાંસદ અને 'શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ' (SRK) ના સ્થાપક ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે કરોડો રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર પતિ-પત્ની સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ઈ-સ્ટેમ્પ વેન્ડર તરીકેનું સત્તાવાર લાયસન્સ ધરાવતા આરોપી દંપતીએ જમીન ખરીદીના દસ્તાવેજો માટે ઈ-સ્ટેમ્પ કાઢી આપવાનો દાવો કરી રૂ. 76,44,900 ની માતબર રકમ પડાવી લીધી હતી.સુરત ક્રાઇમ બ્રાન્ચે ઠગબાજ દંપતીની કરી ધરપકડતપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી ઈ-સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાળા અને તેની પત્ની સલોની મેવાવાળાએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ સત્તાવાર રીતે ઈ-સ્ટેમ્પ પૂરા પાડશે. ફરિયાદી પક્ષ તરફથી રૂ. 76.44 લાખ મેળવ્યા બાદ આરોપીઓએ આ ઈ-સ્ટેમ્પ પોતાના નામે મેળવી લીધા હતા અને ત્યારબાદ ધોળકિયા પરિવારને આપવાને બદલે કોઈ અન્ય ત્રીજી જ વ્યક્તિને ઈશ્યુ કરી દીધા હતા.જમીન દસ્તાવેજ માટે ઈ-સ્ટેમ્પ ખરીદવાના નામે ઠગાઈઈ-સ્ટેમ્પ અન્યને ઈશ્યુ કરી દીધા બાદ જ્યારે ફરિયાદીએ પોતાના નાણાં કે ઈ-સ્ટેમ્પ પરત માંગ્યા ત્યારે આરોપી દંપતીએ ગોળગોળ જવાબો આપી નાણાં આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ અંગે શ્રેયાંશ ધોળકિયા વતી તેમની ડાયમંડ કંપનીના મેનેજર કનુભાઈએ 10 જૂન 2025ના રોજ સુરત પોલીસ મથકે ઠગબાજ દંપતી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.ઈ-સ્ટેમ્પના નામે રૂ. 76.44 લાખની ઠગાઈઆ હાઇ-પ્રોફાઇલ આર્થિક ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે દરોડો પાડીને મહિલા આરોપી સલોની મેવાવાળા અને તેના પતિ રામકૃષ્ણ મેવાવાળાની વિધિવત્ ધરપકડ કરી લીધી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ અને હડપ કરેલી રકમ ક્યાં રોકાણ કરવામાં આવી છે તે અંગેની ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે.આ પણ વાંચો:  Banaskantha: પાલનપુરના દલવાડામાં સામાજિક તકરારમાં નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા

Read Full Story arrow_forward
Sandesh Digital Explainer : ગુજરાતમાં હવે 24 કલાક ધંધો કરી શકાશે, સ્વ-ઘોષણાથી ઓનલાઇન મંજૂરી, જાણો કાયદામાં શું થયો ફેરફાર
calendar_today September 12, 2026

Sandesh Digital Explainer : ગુજરાતમાં હવે 24 કલાક ધંધો કરી શકાશે, સ્વ-ઘોષણાથી ઓનલાઇન મંજૂરી, જાણો કાયદામાં શું થયો ફેરફાર

ગુજરાતમાં વેપાર-ધંધાને વેગ આપવા અને શહેરોમાં અર્બન નાઇટ લાઇફને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સુધારા વિધેયક, 2026 સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ વિધેયક હેઠળ પાંચ કાયદામાં 12 જેટલા સુધારા કરવામાં આવ્યા છે. નવા સુધારાઓથી દુકાનદારો, હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો અને અન્ય વ્યાપારી સંસ્થાઓ માટે મંજૂરી અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનશે. હવે સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણના આધારે ઓનલાઇન મંજૂરી મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે.5 કાયદામાં 12 સુધારા, વેપારીઓને શું ફાયદો?અત્યાર સુધી વેપારીઓ અને ઉદ્યોગકારોને દુકાન કે સંસ્થા શરૂ કરવા માટે અલગ-અલગ વિભાગોની મંજૂરી, પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કરવા પડતા હતા. ઘણી વખત એક જ પ્રક્રિયા માટે વિવિધ કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા અને મંજૂરી મેળવવામાં સમય લાગતો હતો.કમ્પ્લાયન્સનો બોજ ઘટાડવાનો હેતુસરકારના નવા સુધારાઓનો હેતુ આ બિનજરૂરી કાગળિયાં કામગીરી અને કમ્પ્લાયન્સનો બોજ ઘટાડવાનો છે. વેપારીઓ હવે જરૂરી વિગતો સાથે સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. આથી મંજૂરીની પ્રક્રિયા ઝડપી, સરળ અને વધુ પારદર્શક બનવાની આશા છે.સ્વ-ઘોષણા એટલે શું? વેપારીઓને કેવી રીતે મળશે મંજૂરી?નવી જોગવાઈ મુજબ દુકાનદાર, હોટલ કે રેસ્ટોરન્ટના માલિકે પોતાની સંસ્થા સંબંધિત જરૂરી વિગતો અને લાગુ પડતી મંજૂરીઓ અંગે સ્વ-ઘોષણા કરવાની રહેશે. ત્યારબાદ શરતોને આધીન ઓનલાઇન મંજૂરી મેળવી શકાશે. આ પ્રક્રિયામાં શ્રમ અધિકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકા રહેશે. જોકે, સ્વ-ઘોષણા કરવાથી કાયદાકીય જવાબદારી સમાપ્ત થતી નથી. વેપારીએ રજૂ કરેલી માહિતી સાચી હોવી જોઈએ અને સંસ્થાએ લાગુ પડતા તમામ નિયમોનું પાલન કરવું પડશે.હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે?નવા સુધારાઓનો એક મહત્વપૂર્ણ હિસ્સો પાત્ર દુકાનો અને સંસ્થાઓને 24 કલાક તથા અઠવાડિયાના કોઈ પણ દિવસે કામગીરી કરવાની સુવિધા આપવાનો છે. મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે અને અન્ય પાત્ર વ્યાપારી એકમો માટે આ નિર્ણયથી વધુ સમય સુધી ગ્રાહકોને સેવા આપવાનો માર્ગ સરળ બનશે.અગાઉ આ વિસ્તારોમાં રાત્રે દુકાનો હોટેલો બંધ રાખવી પડતી અગાઉ વિવિધ વિસ્તારોમાં દુકાનો અને સંસ્થાઓને રાત્રિના ચોક્કસ સમયગાળા દરમિયાન બંધ રાખવાના નિયમો હતા. નગરપાલિકા અને સ્ટેટ હાઇવે સંબંધિત એકમોમાં રાત્રે 2થી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાની જોગવાઈ હતી. જ્યારે કોર્પોરેશન અને નગરપાલિકા સિવાયના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાના નિયમો લાગુ પડતા હતા.કોર્પોરેશન વિસ્તારમાં તો 24 કલાક ખુલ્લી રાખવાની છૂટ હતીહવે આ સમયમર્યાદાઓમાંથી વેપારીઓને રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન વિસ્તારમાં અગાઉથી જ 24 કલાક દુકાન ખુલ્લી રાખવાની છૂટ ઉપલબ્ધ હતી. નવા સુધારાઓથી અન્ય પાત્ર વિસ્તારો અને વ્યાપારી સંસ્થાઓને પણ વધુ સમય સુધી કામગીરી કરવાની સુવિધા મળશે.શું દરેક દુકાનદારને આપમેળે 24 કલાકની છૂટ મળી ગઈ?આ નિર્ણયનો અર્થ એવો નથી કે દરેક દુકાન કોઈ પણ શરત વિના આખી રાત ખુલ્લી રાખી શકાશે. 24 કલાક કામગીરીની સુવિધા મેળવવા માટે સંબંધિત કાયદા, મંજૂરીની પ્રક્રિયા અને લાગુ પડતી શરતોનું પાલન કરવું પડશે. દુકાન કે સંસ્થાના પ્રકાર, વિસ્તાર અને અન્ય નિયમોના આધારે ચોક્કસ પ્રક્રિયા નક્કી થશે. તેથી વેપારીઓએ સુધારેલી જોગવાઈઓ અને સત્તાવાર અમલ સૂચનાઓ મુજબ જ કામગીરી શરૂ કરવી જોઈએ.કર્મચારીઓના કામના કલાકોનું શું?વેપારનો સમય વધે એટલે કર્મચારીઓ પાસેથી સતત લાંબા કલાકો સુધી કામ કરાવી શકાય, એવું નથી. 24 કલાક દુકાન અથવા સંસ્થા ચલાવવાની સુવિધા લેતા માલિકો અને સંચાલકોએ કામદારોના કામના કલાકો, આરામનો અંતરાલ અને રોજગાર સંબંધિત કાયદાઓનું પાલન કરવું પડશે. કર્મચારીઓને યોગ્ય આરામ, લાગુ પડતી રજા અને કાયદેસર કામકાજની શરતો આપવી જરૂરી રહેશે. એટલે સરકારની આ છૂટ વેપારીઓને વધુ સમય સુધી ધંધો કરવાની તક આપે છે, પરંતુ કર્મચારીઓના અધિકારો સાથે સમાધાન કરવાની મંજૂરી આપતી નથી.નાઇટ લાઇફથી હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગને શું લાભ?ગુજરાતના શહેરોમાં નાઇટ લાઇફને વેગ આપવાનો સરકારનો ઉદ્દેશ્ય માત્ર દુકાનો મોડે સુધી ખુલ્લી રાખવાનો નથી. રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, મોલ અને મનોરંજન ક્ષેત્રને પણ આ સુધારાઓથી લાભ મળી શકે છે. રાત્રિના સમયે ગ્રાહકોની અવરજવર વધે તો વેપારીઓને વધુ સમય સુધી સેવા આપવાની તક મળશે. ખાસ કરીને તહેવારો, ખાસ પ્રસંગો અને ગ્રાહકોની વધતી સંખ્યાના સમયમાં વેપારીઓને આ સુવિધા ઉપયોગી બની શકે છે. આ સાથે સેવા ક્ષેત્રમાં રોજગારીની તકો વધવાની આશા છે. રેસ્ટોરન્ટ અને હોટલ ઉપરાંત ડિલિવરી, સુરક્ષા, સફાઈ અને અન્ય સહાયક સેવાઓમાં પણ કામની જરૂરિયાત ઊભી થઈ શકે છે.ગ્રાહકો માટે શું બદલાશે?નવા સુધારાઓથી ગ્રાહકોને કેટલીક દુકાનો અને સંસ્થાઓમાં વધુ સમય સુધી સેવાઓ ઉપલબ્ધ થઈ શકે છે. મોડી રાત્રે કામ કરતા લોકો, પ્રવાસીઓ અને ખાસ પ્રસંગોએ ખરીદી કે ભોજન કરવા માંગતા ગ્રાહકો માટે આ સુવિધા ઉપયોગી બની શકે છે. પરંતુ નાઇટ લાઇફનો વિકાસ માત્ર દુકાનો ખુલ્લી રાખવાથી નહીં, પરંતુ સુરક્ષા, પરિવહન, પાર્કિંગ અને કાયદો-વ્યવસ્થાની યોગ્ય વ્યવસ્થા સાથે જ અસરકારક બની શકે છે.સરકારનો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો હેતુ શું છે?સરકારના જણાવ્યા મુજબ, એક જ વિધેયક દ્વારા પાંચ કાયદામાં સુધારા કરવાથી નાગરિકો અને ઉદ્યોગો પરનો બિનજરૂરી કમ્પ્લાયન્સનો બોજ ઘટશે. વેપારીઓને અલગ-અલગ મંજૂરીઓ માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે અને ઓનલાઇન વ્યવસ્થા દ્વારા કામ સરળ બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સુધારાઓથી ગુજરાતમાં વેપાર શરૂ કરવો અને ચલાવવો વધુ સરળ બનશે તેવી સરકારને આશા છે. જોકે, આ વ્યવસ્થાનો વાસ્તવિક લાભ તેના અમલ અને ઓનલાઇન મંજૂરીની પ્રક્રિયા કેટલી સરળતાથી કાર્ય કરે છે તેના પર નિર્ભર રહેશે.વેપારીઓએ હવે શું કરવું પડશે?24 કલાક દુકાન કે સંસ્થા ચલાવવા ઇચ્છતા વેપારીઓએ પોતાના વ્યવસાયને લાગુ પડતા સુધારેલા કાયદા અને નિયમો સમજવા પડશે. ત્યારબાદ જરૂરી સ્વ-ઘોષણા, સ્વ-પ્રમાણીકરણ, ઓનલાઇન રજીસ્ટ્રેશન અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સાથે જ કર્મચારીઓના કામના કલાકો, આરામ, રોજગાર કાયદા અને અન્ય લાગુ પડતી શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે.સરકારનો નિર્ણય આવકારદાયક સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ શાહે જણાવ્યું હતું કે નવરાત્રિના ગાળામાં ગયા વર્ષે પહેલી વખત ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાત્રે દુકાનો હોટેલો ખુલ્લી રાખવાની છૂટ આપેલી હતી અને તેમાં વેપારીઓને ફાયદો થયો હતો. જો નવરાત્રિમાં દૂષણ ના થતું હોય આખી રાત વેપાર થાય તો સારુ થાય. ખાસ કરીને રાત્રે છેડતી ,હિતના બનાવો ના બને તો વેપારને ફાયદો થઇ શકે છે. સરકારના આ નિર્ણયથી હોટેલ રેસ્ટોરન્ટ કટલરીના વેપારીઓને ફાયદો થશે જેથી સરકારનું આ આવકારદાયક પગલું છે પણ તેની સાથે પોલીસ વિભાગે છેડતી સહિતના કોઇ પણ બનાવ બનાવ ના બને તેનું ધ્યાન રાખવું જોઇએપાંચ કાયદામાં 12 સુધારા કરાયા ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સુધારા વિધેયક, 2026થી વેપારીઓ માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાંચ કાયદામાં 12 સુધારા, સ્વ-ઘોષણા આધારિત ઓનલાઇન મંજૂરી અને 24 કલાક કામગીરીની સુવિધાથી રાજ્યમાં વેપાર-ધંધા અને અર્બન નાઇટ લાઇફને વેગ મળવાની આશા છે. હવે આ સુધારાઓનો જમીન પર કેટલો અસરકારક અમલ થાય છે અને વેપારીઓને મંજૂરી મેળવવામાં કેટલી વાસ્તવિક રાહત મળે છે, તે જોવાનું રહેશે. આ પણ વાંચો :   Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ

Read Full Story arrow_forward