android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mumbai Milk Price Hike: મુંબઇમાં મોંઘવારીનો ફટકો, CNG PNG બાદ દૂધમાં 9 રૂપિયા વધ્યા
calendar_today September 1, 2026

Mumbai Milk Price Hike: મુંબઇમાં મોંઘવારીનો ફટકો, CNG PNG બાદ દૂધમાં 9 રૂપિયા વધ્યા

મુંબઇમાં હવે રહેવુ મોંઘુ બની રહ્યુ છે. દિવસ જાય તેમ દૈનિક જરૂરિયાતોના ભાવમાં વધારો થઇ રહ્યો છે. આજે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો આવ્યો છે.  આ ઉપરાંત ડેરીના દૂધના ભાવ પણ વધ્યા છે. પ્રતિ લિટરે 9 રૂપિયાનો વધારે 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે. પ્રતિ લિટર દૂધના ભાવમાં 9 રૂપિયાનો વધારો તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં મુંબઈવાસીઓ ફરી એકવાર ફુગાવાના મોજાનો ભોગ બન્યા છે. આજથી, 1 સપ્ટેમ્બરથી, તબેલા દૂધના ભાવમાં પ્રતિ લિટર 9 રૂપિયાનો વધારો થયો છે. પરિણામે, મુંબઈમાં તબેલા દૂધનો ભાવ હવે 93 રૂપિયાને બદલે 102 રૂપિયા થશે. નવા દર 1 સપ્ટેમ્બર, 2026 થી 28 ફેબ્રુઆરી, 2027 સુધી અમલમાં રહેશે. મુંબઇમાં ડેરીના દૂધના ભાવ વધારાને લઇને   ઉત્પાદકો જણાવે છે કે પશુ આહાર, ઘાસચારો અને પશુધનના વધતા ખર્ચને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે .જે હવે ઘરના બજેટ પર અસર કરશે.કેમ દૂધના ભાવ વધ્યા ? ઉત્પાદકોના અહેવાલ મુજબ, પશુ આહાર ના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. વધુમાં, તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ વધુ મોંઘા થયા છે, જેના કારણે તેમના માટે અગાઉના દરે દૂધ વેચવાનું મુશ્કેલ બન્યું છે. આ વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને, દૂધ ઉત્પાદકોએ 1 સપ્ટેમ્બરથી ભાવમાં પ્રતિ લિટર 9 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો, જેનાથી તબેલા દૂધનો નવો દર 102 રૂપિયા પ્રતિ લિટર થયો.આ વધારો મુંબઈના પરિવારોના બજેટ પર સીધી અસર કરશે જેઓ દરરોજ તબેલા દૂધ ખરીદે છે ખાસ કરીને તહેવારોની મોસમ નજીક આવી રહી છે અને ઘરના દૂધનો વપરાશ વધવાની શક્યતા છે. ટૂંકમાં, મુંબઈકરોએ હવે તેમના દૈનિક દૂધ પુરવઠા માટે પહેલા કરતાં વધુ ચૂકવણી કરવી પડશે.મુંબઈમાં ભેળસેળ અને કૃત્રિમ દૂધ પર કાર્યવાહીમહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના વડા તુકારામ મુંધેએ દૂધ ભેળસેળ અને કૃત્રિમ દૂધના ઉત્પાદનમાં સામેલ નેટવર્ક્સ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી શરૂ કરી. FDA કમિશનર તુકારામ મુંધેના નેતૃત્વ હેઠળ, દૂધ સંગ્રહ કેન્દ્રો, ચિલિંગ પ્લાન્ટ્સ અને સ્થાનિક સપ્લાયર સુવિધાઓ પર નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન, આશરે 50 કરોડ રૂપિયાના 1.6 લાખ લિટરથી વધુ ભેળસેળયુક્ત દૂધ અને અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ગેરકાયદેસર એકમોનો પણ પર્દાફાશ થયો જ્યાં સ્કિમ્ડ મિલ્ક પાવડર, પાણી, ઇમલ્સિફાયર, કોસ્ટિક સોડા અને ઔદ્યોગિક રસાયણો જેવા ઘટકોનો ઉપયોગ કરીને કૃત્રિમ દૂધનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. ઘણા એકમો સીલ કરવામાં આવ્યા, FIR નોંધવામાં આવ્યા અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી.  એનાલોગ અને બિન-ડેરી ઉત્પાદનોના ઉત્પાદન પર રાજ્યવ્યાપી પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો છે. FDA દૂધ સંગ્રહ અને પશુધનની સંખ્યાના ડેટાનું વિશ્લેષણ કરીને, અસામાન્ય જથ્થામાં વધારો જેવી વિસંગતતાઓ શોધવા માટે દૂધ પુરવઠા શૃંખલાનું ડિજિટલ ટ્રેકિંગ અમલમાં મૂકવાની પણ તૈયારી કરી રહ્યું છે.આ પણ વાંચો-  Petrol Diesel Price Today: 1 સપ્ટેમ્બરે વધ્યા LPG, CNG અને PNGના ભાવ.. તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થયો ફેરફાર ? 

Read Full Story arrow_forward
Vadodara News: 8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, મનપા અને વુડાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
calendar_today September 1, 2026

Vadodara News: 8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, મનપા અને વુડાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી વડોદરાની મુલાકાત દરમિયાન VMC અને વુડાના લગભગ 1 હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમૂર્હત કરશે તેવું જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.8 સપ્ટેમ્બરે વડોદરા આવી રહ્યાં છે.ટૂંકા નોટીસ પીરિયડમાં આ કાર્યક્રમ નક્કી કરાયો છે.વડાપ્રધાન એરપોર્ટથી બાયરોડ એમ.એસ.યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં જાય તેવી શક્યતાઓ છે.જેને લઈ પોલીસ અને વહિવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગોના વિકાસ કામોવડાપ્રધાન કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગોના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમૂર્હત કરવાના હોવાથી VMC અને વુડાએ પણ પોતાના કોમાનું લીસ્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં રૂપિયા 25 કરોડ ઉપરાંતના કામો જ યાદીમાં લેવાયા છે. વુડા અને મ્યુનિ.કોર્પોરેશનના મળી લગભગ રૂપિયા ૧ હજાર કરોડના કામોનું વડાપ્રધાન લોકાર્પણ -ખાતમૂર્હત કરે તેવું આયોજન કરાઈ રહ્યું છે. VMCની નવી કચેરીના ખાતમૂર્હત સહિતના કામોરૂપિયા 30.48 કરોડના ખર્ચે ગોલ્ડન ચોકડી, આજવા ચોકડી, વાઘોડિયા ચોકડી, કપુરાઈ ચોકડી, તરસાલી ચોકડી ખાતે RCC બોક્સ ડ્રેઈન અને મેન્યુઅલ પુશીંગ પદ્ધતિથઈ નવી વરસાદી ગટર નાંખવાનું કામ, ભાયલી ટીપી 3 અને 4 વિસ્તારમાં ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપની રૂપિયા 32.61 કરોડની કામગીરી,આજવા સરોવર ખાતે 150 MLDના પોન્ટુનનું કામનું લોકાર્પણ તેમજ રૂપિયા 32.93 કરોડના ખર્ચે બનનાર VMCની નવી કચેરીના ખાતમૂર્હત સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.વડાપ્રધાન બુદ્ધિજીવીઓ અને જેન-ઝીને સંબોધશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી એમ.એસ.યુનિવર્સિટીમાં બુદ્ધિજીવીઓ અને જેન-ઝીને સંબાધવાના છે તે દિવસે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે.દર વર્ષે તા.8 સપ્ટેમ્બરે ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ દુનિયામાં સાક્ષરતાનું મહત્વ સમજાવી નિરક્ષરતા દૂર કરવી, દરેક વ્યક્તિને વાંચવા-લખવા અને શિક્ષણની તક મળે તે અંગે જાગૃતિ ફેલાવવાનો છે.યુનેસ્કો દ્વારા સને 1967થી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે.આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

Read Full Story arrow_forward
Ahmedabad News : 1 ભૂલ અને ભરવો પડશે 1,000 રૂપિયાનો દંડ, ધો. 10 અને 12ના પેપર તપાસમાં લોચા મારનારા શિક્ષકો સામે બોર્ડની લાલ આંખ
calendar_today September 1, 2026

Ahmedabad News : 1 ભૂલ અને ભરવો પડશે 1,000 રૂપિયાનો દંડ, ધો. 10 અને 12ના પેપર તપાસમાં લોચા મારનારા શિક્ષકો સામે બોર્ડની લાલ આંખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષાઓની ઉત્તરવહી ચકાસણી દરમિયાન શિક્ષકોની મોટી બેદરકારી સામે આવી છે. મૂલ્યાંકન કામગીરી દરમિયાન થયેલા ગંભીર છબરડા બાદ બોર્ડ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ઉત્તરવહી તપાસમાં ભૂલો કરનારા કુલ 3,334 શિક્ષકો સામે બોર્ડે દંડાત્મક કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ગુણવત્તા સાથે થતા ચેડાંને અટકાવવા માટે બોર્ડે આ વખતે આકરા પગલાં લીધા છે.112 ગુણની ગંભીર ભૂલ અને શિક્ષકને ફટકારાયો ભારે દંડબોર્ડના નિયમો અનુસાર ઉત્તરવહી તપાસતી વખતે થતી ગણતરી કે મૂલ્યાંકનની ભૂલો બદલ શિક્ષકો સામે દંડાત્મક જોગવાઈ છે, જેમાં 1 ગુણની ભૂલ બદલ રૂ. 1,000 સુધીનો દંડ કરવામાં આવે છે. ધોરણ 12ની ઉત્તરવહી તપાસ દરમિયાન એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક શિક્ષક દ્વારા કુલ 112 ગુણની ભૂલ કરવામાં આવી હતી. આ ગંભીર ક્ષતિ બદલ તે શિક્ષકને કુલ રૂ. 11,200નો દંડ ફટકારવામાં આવ્યો છે, જે પેપર ચેકિંગમાં રહેલી મોટી બેદરકારી દર્શાવે છે.ધોરણ 10માં 109 શિક્ષકો દંડાયા, બોર્ડની સજાગ રહેવા સૂચનાધોરણ 12ની સાથોસાથ ધોરણ 10ની ઉત્તરવહી ચકાસણીમાં પણ અનેક શિક્ષકોની ગંભીર ભૂલો પ્રકાશમાં આવી છે. ધોરણ 10ના પેપર ચેકિંગમાં ક્ષતિઓ કરવા બદલ 109 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. બોર્ડની આ કડક દંડાત્મક કાર્યવાહીથી ભવિષ્યમાં શિક્ષકો ઉત્તરવહી તપાસતી વખતે વધુ સજાગ, સચોટ અને જવાબદાર રહે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે, જેથી કોઈપણ નિર્દોષ વિદ્યાર્થીના માઠું પરિણામ ન આવે.આ પણ વાંચો : Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

Read Full Story arrow_forward