android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS Summit 2026 Delhi Live: PM મોદી અને શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક શરૂ, કહ્યું - 'ભારતમાં તમારું સ્વાગત છે'
calendar_today September 12, 2026

BRICS Summit 2026 Delhi Live: PM મોદી અને શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક શરૂ, કહ્યું - 'ભારતમાં તમારું સ્વાગત છે'

નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ 2026નું આયોજન થઈ રહ્યું છે, જેના કારણે રાજધાનીમાં વિદેશી મહાનુભાવો એકત્રિત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત વિશ્વભરના નેતાઓ અહીં આવી પહોંચ્યા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ભારત આવી ગયા છે. વડાપ્રધાન મોદી શી જિનપિંગ તેમજ સમિટમાં ભાગ લઈ રહેલા અન્ય તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે.બ્રિક્સમાં શી જિનપિંગની પ્રતિક્રિયાશી જિનપિંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિશ્વ શાંતિ પર ચીનનું ફોકસ છે, વૈશ્વિક શાંતિ માટે સાથે મળીને કામ કરવું જોઇએ. આ સિવાય શી જિનપિંગે કહ્યું કે, પીએમ મોદીને 21 વાર મળી ચૂક્યો છું. પીએમ મોદીએ જિનપિંગનો આભાર વ્યક્ત કર્યોપીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે, ભારત આવવા બદલ શી જિનપિંગનો આભાર વ્યક્ત કર્યો છે. તેમજ જણાવ્યું છે કે, UNSC માં સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો છે. હવે દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવાનો સમય છે.  બ્રિક્સ સમિતમાં પીએમ મોદી અને જિનપિંગની બેઠક શરૂભારત મંડપમમાં  પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે ભારત મંડપમમાં દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. પેઝેશ્કિયાને UAEના ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાતઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને બ્રિક્સ સમિટમાં યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી અને અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ કરી છે. ગાઝામાં યુદ્ધવિરામ જાળવી રાખવા હાકલBRICS દેશોએ તમામ પક્ષોને ગાઝામાં યુદ્ધવિરામ જાળવી રાખવા અને માનવીય સહાય માટે સંપૂર્ણ તથા અવરોધમુક્ત પહોંચ સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. ઓક્ટોબર 2025ના યુદ્ધવિરામ કરાર છતાં ચાલુ રહેલી હિંસા અંગે BRICSએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત જૂથે ગાઝામાંથી પેલેસ્ટિનિયનોના બળજબરીપૂર્વક વિસ્થાપન સાથે સંકળાયેલી નીતિઓનો વિરોધ કર્યો છે. પીએમ મોદીએ કર્યુ ફોટો શૂટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિક્સ (BRICS) દેશોના નેતાઓ 'ફેમિલી ફોટો' (સામૂહિક તસવીર) માટે પોઝ આપતા જોવા મળ્યા. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત તમામ દિગ્ગજોએ એક એક છોડ વાવ્યો.  એક તરફી ટેરિફ પર વ્યક્ત કરી ચિંતાબ્રિક્સ નવી દિલ્હી ઘોષણામાં, સભ્ય દેશોએ યુદ્ધ અને સંઘર્ષ અટકાવવા, સંવાદ અને રાજદ્વારી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોનું નિરાકરણ લાવવા અને વૈશ્વિક મુદ્દાઓ પર તમામ દેશોના દ્રષ્ટિકોણનો આદર કરવા પર ભાર મૂક્યો હતો. ઘોષણામાં એકપક્ષીય ટેરિફ અને નોન-ટેરિફ પગલાં અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, તેમને WTO નિયમોની વિરુદ્ધ ગણાવ્યા હતા. મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવામાં ભૂમિકા ભજવવા શી જિનપિંગની અપીલ રોઇટર્સના અહેવાલ મુજબ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આજે (12 સપ્ટેમ્બર) નવી દિલ્હીમાં સભ્ય દેશોની સમિટને સંબોધિત કરતી વખતે બ્રિક્સ (BRICS) જૂથને મધ્ય પૂર્વના સંઘર્ષમાં શાંતિ સ્થાપવા માટે ભૂમિકા ભજવવાનું આહ્વાન કર્યું હતું.શી જિનપિંગે જણાવ્યું હતું કે ચીન આ દિશામાં અન્ય બ્રિક્સ સભ્યો સાથે મળીને કામ કરશે, કારણ કે આ યુદ્ધ "આંતરરાષ્ટ્રીય સમુદાયના સહિયારા હિતોને અનુરૂપ નથી." તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ચીન આવતા વર્ષે બ્રિક્સનું પ્રમુખપદ સંભાળશે અને 19મી બ્રિક્સ સમિટનું યજમાનપદ કરશે. BRICS ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાની નિંદાBRICS ઘોષણાપત્રમાં તમામ દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી. તેમણે આતંકવાદ પ્રત્યે 'શૂન્ય-સહિષ્ણુતા' (zero-tolerance)ના અભિગમ પર ભાર મૂક્યો અને આતંકવાદને કોઈપણ ધર્મ કે રાષ્ટ્રીયતા સાથે જોડવાનો વિરોધ કર્યો. BRICS Summit 2026: ગુજરાતના મુખ્યમંત્રી પહોંચશે દિલ્હી, ડિનરમાં આપશે હાજરીરાજધાની દિલ્હીમાં આયોજિત 'બ્રિક્સ સમિટ' નિમિત્તે મહત્વના રાજકીય અને કૂટનીતિક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આ ભવ્ય આયોજનના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી આજે સાંજે 4 વાગ્યા પછી દિલ્હી પહોંચશે. દિલ્હી આગમન બાદ તેઓ સમિટ અંતર્ગત આયોજિત ખાસ સત્તાવાર કાર્યક્રમો અને બેઠકોમાં સહભાગી થશે વૈશ્વિક સુધારા માટે દિશા નક્કી કરવી પડશે- પીએમ મોદી BRICS સમિટ 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે BRICSને મજબૂત કરવાની સાથે સાથે, આપણે વૈશ્વિક સુધારા માટેની દિશા પણ નક્કી કરવી પડશે. વૈશ્વિક શાસનનું વર્તમાન માળખું પિરામિડ જેવું છે. સત્તા અને નિર્ણય લેવાની પ્રક્રિયા ટોચ પર કેન્દ્રિત છે, જ્યારે નીચેના સ્તરોમાં એવા દેશોનો સમાવેશ થાય છે જેઓ આ નિર્ણયોથી પ્રભાવિત તો થાય છે, પરંતુ તેને ઘડવામાં કોઈ ભૂમિકા ભજવી શકતા નથી.. BRICSએ વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી- પીએમ મોદી આજે, બ્રિક્સ (BRICS) પણ 'પરિપક્વતા'ના તબક્કે પહોંચ્યું છે. છેલ્લા બે દાયકાઓમાં, બ્રિક્સે વૈશ્વિક મંચ પર પોતાની એક આગવી ઓળખ સ્થાપિત કરી છે. અમે એકબીજાના દ્રષ્ટિકોણનો આદર કરીએ છીએ અને સર્વસંમતિ દ્વારા આગળ વધીએ છીએ. અમે કોઈનો વિરોધ કરીને નહીં, પરંતુ સૌને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. હવે સમય આવી ગયો છે કે આપણે બ્રિક્સમાં રહેલી આપણી એકતા અને સર્વસંમતિને વૈશ્વિક મંચ પર નક્કર પરિણામોમાં પરિવર્તિત કરીએ. નવા અને મહત્વકાંક્ષી એજન્ડા પર કામ કરવાની જરૂર- પીએમ મોદી આપણે આગામી 20 વર્ષ માટે એક નવા અને મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવાની જરૂર છે. આપણે આ પ્રક્રિયા આપણી પોતાની આંતરિક કાર્ય પ્રણાલીઓથી શરૂ કરવી જોઈએ. જ્યારે BRICS પ્રમુખપદ વાર્ષિક ધોરણે ફરતું રહે છે, ત્યારે આનાથી આપણી સંસ્થાકીય ગતિમાં ખલેલ ન પહોંચવી જોઈએ. હું BRICS સાતત્ય અને અમલીકરણ પદ્ધતિની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકું છું. આ 'ટ્રોઇકા' વ્યવસ્થા દ્વારા તમામ પહેલ અને પરિણામોનું ફોલો-અપ સક્ષમ બનાવશે. આપણે દરેક નિર્ણય સાથે સંકળાયેલા નોડલ પોઈન્ટ, સમયમર્યાદા અને અમલીકરણ સ્થિતિને રેકોર્ડ કરવા માટે એક સુરક્ષિત ડિજિટલ ભંડાર પણ બનાવી શકીએ છીએ."અમે કોઇની વિરોધમાં નથી- પીએમ મોદી આજથી બ્રિક્સ સમિટની ઔપચારિક શરૂઆત થઇ. પીએમ મોદી સહિત દિગ્ગજો ભારત મંડપમ પહોંચ્યા. પીએમ મોદીએ તમામનું સ્વાગત કર્યુ. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે આગામી 20 વર્ષ મહત્વકાંક્ષી એજન્ડા પર કામ કરીશું.  અમે કોઇની વિરુદ્ધ નથી સૌની સાથે જ છીએ.   જિનપિંગ પહોંચ્યા ભારત મંડપમ દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટ 2026ના સ્થળ - ભારત મંડપમ ખાતે પહોંચ્યા. પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યુ ઇથોપિયાના પીએમ પહોંચ્યા ભારત મંડપમ ઇથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલી BRICS સમિટ 2026ના સ્થળ 'ભારત મંડપમ' ખાતે આવી પહોંચ્યા. અબુધાબીના પ્રિન્સ ભારત મંડપમ પહોંચ્યા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન BRICS સમિટ 2026ના સ્થળ 'ભારત મંડપમ' ખાતે આવી પહોંચ્યા. બ્રાઝિલના વિદેશ મંત્રી ભારત મંડપમ પહોંચ્યાબ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વિએરા BRICS સમિટ 2026ના સ્થળ - ભારત મંડપમ ખાતે પહોંચ્યા. ભારત મંડપમ પહોંચ્યા પીએમ મોદી પીએમ મોદી ભારત મંડપમ પહોંચ્યા છે. 2.30 કલાકે બ્રિક્સ સમિટની શરૂઆત થવાની છે.  પહેલુ સેશન યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ટીમ સાથે પીએમ મોદી ભારત મંડપમ પહોંચી ગયા છે.  ચીની વિદેશ મંત્રાલયનું નિવેદનબ્રિક્સ સમિટમાં પહોંચ્યા બાદ ચીની વિદેશ મંત્રાલ્યનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, બન્ને દેશ વચ્ચે વાતચીત અને સંવાદ વધે, ચીને કહ્યું કે ભારત સાથે સંબંધ સુધારવા માગે છે. અન્વર ઈબ્રાહિમે વડાપ્રધાન મોદીના વખાણ કર્યામલેશિયાના વડાપ્રધાન અન્વર ઈબ્રાહિમે તેમની દ્વિપક્ષીય વાતચીતની શરૂઆતમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાના વખાણ કર્યા. તેમણે કહ્યું, "વડાપ્રધાન મોદી ખૂબ જ લોકપ્રિય છે. જુઓ મને કેટલા મેસેજ મળી રહ્યા છે.પેઝેશ્કિયનની દીકરી બ્રિક્સ બજારમાં કળા અને સંસ્કૃતિનો અનુભવ કર્યોઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનની પુત્રી ઝહરા પેઝેશ્કિયન અને તેમના પતિ હસન મજીદીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી સાથે નવી દિલ્હીમાં આયોજિત 'બ્રિક્સ બજાર'ની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય પેવેલિયન સહિત બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોના પેવેલિયનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમને વિવિધ સહભાગી દેશોની કળા, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી હતી. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાતઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.કીર્તિ વર્ધન સિંહે કર્યું સ્વાગતશી જિનપિંગનો કાફલો ભારત મંડપમ માટે રવાના થયો. કેન્દ્રીય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું.પાલમ એરપોર્ટ પર જિનપિંગનું કરાયું સ્વાગત પાલમ એરપોર્ટ પર શી જિનપિંગનું સ્વાગત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યુ છે. સાંજે 5.45 કલાકે તેઓ પીએમ મોદી સાથે દ્વીપક્ષીયય વાતો કરશે.  દિલ્હીમાં લેન્ડ થયુ શી જિનપિંગનું વિમાનચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી પહોંચ્યા છે. દિલ્હીમાં તેમનું પ્લેન લેન્ડ થયુ છે.  7 વર્ષ બાદ તેઓ ભારત આવ્યા છે. ભારત મંડપમમાં દુનિયાના દિગ્ગજો આવી રહ્યા છે. ત્યારે શી જિનપિંગ પણ હવે ટૂંક સમયમાં જોડાશે.  અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મળ્યા પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. મલેશિયાના પીએમને મળ્યા પીએમ મોદી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન હૈદરાબાદ હાઉસ ખાતે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. ઇથોપિયાના પીએમ સાથે પીએમ મોદીની બેઠક હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇથોપિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અબી અહેમદ વચ્ચે ચર્ચા થઈ રહી છે.  રામાફોસાની અદાણી સાથે મુલાકાતBRICS સમિટમાં ભાગ લેવા ભારત આવેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ શનિવારે દિલ્હીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મુલાકાત 18મી BRICS સમિટ દરમિયાન યોજાયેલા 'સાઉથ આફ્રિકા બિઝનેસ ડાયલોગ'નો એક ભાગ હતી. તેનો ઉદ્દેશ્ય દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેના વેપાર અને રોકાણના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. દિલ્હી પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી BRICS સમિટને લઈને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે 9:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ અને આસપાસના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રિત અને ડાયવર્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસના ટ્રાફિક એડવાઇઝરી મેપમાં સેન્ટ્રલ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્જન પોઈન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે તૈયાર કરી મીડિયા કીટમાં શું શું ? BRICS INDIA 2026 બિહારના દેશી 'સત્તુ'થી લઈને કોરાપુટની પહાડીઓમાં ઉગાડવામાં આવતી કોફી અને ગુજરાતની ઝીણવટભરી હસ્તકલા સુધીની ભારતની સમૃદ્ધ ખાદ્ય-પરંપરાઓ, સ્થાનિક ઉત્પાદનો અને કારીગરી કૌશલ્યોને દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ઉચ્ચ સ્તરીય રાજદ્વારી પ્રવૃત્તિઓની સાથે સ્થાન મળી રહ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા તૈયાર કરવામાં આવેલી મીડિયા કિટ છે. જે 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ સમિટ પૂર્વે ભારત અને વિશ્વભરના પત્રકારોને ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાનો પરિચય કરાવે છે. પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે 5.45 કલાકે મુલાકાતભારતની યજમાનીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બપોરે 12.25 કલાકે દિલ્હી પહોંચશે. આ મુલાકાત દરમિયાન, શી જિનપિંગ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ અગાઉ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને આફ્રિકન દેશ નાઈજીરિયાના અન્ય કેટલાક મહેમાનો પણ ભારત આવી પહોંચ્યા હતા. ભારતના સંબંધો પર ચીનનું નિવેદન ભારતના સંબંધો પર ચીનનું નિવેદન સામે આવ્યું છે. ચીને વાતચીત વધારવા પર જોર આપ્યુ છ. મતભેદ ઉકેલવા પર કામ કરવું પડશે. સંચાર સહયોગ વધારવાનો પ્રયાસ થશે. 

Read Full Story arrow_forward
BRICS સમિટમાં ‘ભારત ઇનોવેટ્સ’નું પ્રદર્શન, નેતાઓ પણ નિહાળશે ભારતની નવી ટેક્નોલોજી
calendar_today September 12, 2026

BRICS સમિટમાં ‘ભારત ઇનોવેટ્સ’નું પ્રદર્શન, નેતાઓ પણ નિહાળશે ભારતની નવી ટેક્નોલોજી

Delhiના ભારત મંડપમમાં શનિવારે સત્તાવાર રીતે BRICS સમિટની શરૂઆત થઈ છે. PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનથી લઈને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ સહિત અનેક રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કર્યું. આ દરમિયાન શિક્ષણ અને વિદેશ મંત્રાલયે ભારત મંડપમમાં 11-12 સપ્ટેમ્બરે ‘ભારત ઇનોવેટ્સ એક્સપોઝિશન’ નામથી પ્રદર્શન પણ યોજ્યું છે. તેમાં સ્પેસ, હેલ્થ સહિતના અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા 37 ડીપ-ટેક ઇનોવેશન અને તેનાથી જોડાયેલા સ્ટાર્ટઅપ્સને રજૂ કરવામાં આવ્યા છે. તેનો ઉદ્દેશ દેશમાં થતા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવાની સાથે રોકાણકારો અને વૈશ્વિક ભાગીદારો મેળવવાનો છે.ફ્રાન્સમાં પણ થઈ હતી ‘ભારત ઇનોવેટ્સ’ની બ્રાન્ડિંગભારતે આ પહેલા ફ્રાન્સના નીસ શહેરમાં 14થી 16 જૂન 2026 દરમિયાન ‘ભારત ઇનોવેટ્સ’ નામથી ડીપ-ટેક ઇનોવેશનની બ્રાન્ડિંગ કરી હતી. ડીપ-ટેક ઇનોવેશનમાં એડવાન્સ્ડ ફ્લોટિંગ સોલર PV પ્લેટફોર્મ, રોબોટિક પ્લેટફોર્મ, AI-એનેબલ્ડ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ વગેરેનો સમાવેશ થાય છે.BRICS નેતાઓ ‘ભારત ઇનોવેટ્સ’ પ્રદર્શનમાં જશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી અને BRICS પ્રતિનિધિમંડળોના વડાઓ આ પ્રદર્શનમાં આવે તેવી અપેક્ષા છે. BRICS સભ્ય દેશોના વરિષ્ઠ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, CDO, રોકાણકારો અને બિઝનેસ લીડર્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે આ પ્લેટફોર્મથી ભારતીય ડીપ-ટેક ઉદ્યોગો માટે B2B જોડાણ, ટેક્નોલોજી ભાગીદારી, નાણાકીય ચર્ચા, વ્યાવસાયિક સંબંધો અને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચને સરળ બનાવવાની અપેક્ષા છે.શું છે ‘ભારત ઇનોવેટ્સ’?‘ભારત ઇનોવેટ્સ’ શિક્ષણ મંત્રાલયની એક પહેલ છે. તેને ભારતના હાયર એજ્યુકેશન ઇનોવેશન ઇકોસિસ્ટમને વૈશ્વિક હિતધારકો સાથે જોડવા માટે તૈયાર કરવામાં આવી છે. તેમાં સ્ટાર્ટઅપ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, લેબોરેટરી અને રિસર્ચ પાર્ક ઉપરાંત કોર્પોરેટ, રોકાણકારો, યુનિવર્સિટી, સંશોધન સંસ્થાઓ અને સરકારોનો સમાવેશ થાય છે. સંઘર્ષના મૂળ કારણો ઉકેલવા પર ભારઆ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાયેલા 18મા BRICS શિખર સંમેલનમાં ‘નવી દિલ્હી ઘોષણા 2026’ને સર્વસંમતિથી અપનાવવાની જાહેરાત કરી છે. તેમણે શિખર સંમેલનમાં કહ્યું કે કોઈપણ સભ્યે કોઈ વાંધો ઉઠાવ્યો નથી અને ‘નવી દિલ્હી ઘોષણા 2026’ને સર્વસંમતિથી અપનાવવામાં આવી છે. રોઇટર્સ અનુસાર, સંયુક્ત ઘોષણાપત્રમાં સંઘર્ષને રોકવાના પ્રયાસો ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં સંઘર્ષના મૂળ કારણો ઉકેલવાનો પણ સમાવેશ થાય છે. ઘોષણાપત્રમાં BRICS દેશોએ વાતચીત, પરામર્શ અને કૂટનીતિ દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ માટેની પોતાની પ્રતિબદ્ધતાને ફરીથી વ્યક્ત કરી છે.આ પણ વાંચો: PM મોદીની ઇથોપિયા-મલેશિયા સાથે મોટી બેઠક, ડિફેન્સથી સેમિકન્ડક્ટર સુધી ચર્ચા

Read Full Story arrow_forward
BRICS Summit 2026 Delhi: BRICSની સૌથી દમદાર તસવીર.. જુઓ 3 દેશની મહાશક્તિ એકસાથે
calendar_today September 12, 2026

BRICS Summit 2026 Delhi: BRICSની સૌથી દમદાર તસવીર.. જુઓ 3 દેશની મહાશક્તિ એકસાથે

દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ (BRICS) સમિટમાંથી વિશ્વને મહત્વપૂર્ણ સંદેશ આપતી તસવીરો સામે આવી છે. વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. નેતાઓ વચ્ચે ટૂંકી વાતચીત થઈ અને તેઓ સ્મિત સાથે આગળ વધ્યા.એક સ્ટેજ પર દેશના દિગ્ગજો પુતિન, શી જિનપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે એક જ મંચ પર વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિએ બ્રિક્સ સમિટને વિશેષ મહત્વપૂર્ણ બનાવી છે. આ સમિટ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે વિશ્વ રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન તથા અમેરિકા વચ્ચેના સંઘર્ષ જેવા મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે. આવા વાતાવરણમાં, બ્રિક્સ મંચ ભારતને વિવિધ સત્તા-કેન્દ્રો સાથે સંવાદ જાળવી રાખવાની તક પૂરી પાડે છે. ભારતની વિદેશ નીતિચીન અને રશિયા બંને બ્રિક્સને પશ્ચિમી દેશોના નેતૃત્વ હેઠળના વૈશ્વિક માળખાની બહાર સહયોગ વધારવા માટેના એક મહત્વપૂર્ણ મંચ તરીકે જુએ છે. જોકે ભારતનું વલણ કંઈક અલગ છે.  રશિયા અને ઈરાન સાથે સંબંધો જાળવી રાખવાની સાથે સાથે, નવી દિલ્હી અમેરિકા અને યુરોપ સાથે પણ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારી રહ્યું છે. આ સંતુલન જ ભારતની વિદેશ નીતિને આ તબક્કે વિશિષ્ટ બનાવે છે.ભારત સંવાદ માટે ખુલ્લા માર્ગો દર્શાવે છેનવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટનું સૌથી નોંધપાત્ર પાસું એ છે કે ભિન્ન રાજકીય વલણ ધરાવતા દેશો એક જ મંચ પર સંવાદ કરી રહ્યા છે. આ મંચ દ્વારા ભારત વેપાર, ઊર્જા સુરક્ષા, રોકાણ, ટેક્નોલોજી અને વૈશ્વિક વિકાસ જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની બેઠક દરમિયાન, બંને દેશોએ વેપાર, સંરક્ષણ, ઊર્જા, અવકાશ અને મહત્વપૂર્ણ ખનિજો સહિતના ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી હતી. બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર સુધી પહોંચાડવાના પ્રયાસો ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો. શી જિનપિંગની ભારત મુલાકાત પણ અત્યંત મહત્વપૂર્ણ છે. 2020ના સરહદી વિવાદ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ રહ્યો છે. આ સંદર્ભમાં, શી જિનપિંગની ભારત મુલાકાત અને મોદી સાથેની સંભવિત વાતચીતને સંબંધોને સ્થિર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવે છે. ઈરાન અંગે ભારતનું સંતુલિત વલણપશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે મસૂદ પેઝેશ્કિયનની ઉપસ્થિતિ વિશેષ મહત્વ ધરાવે છે. ભારત ઈરાન સાથેના તેના સંબંધોને ઊર્જા, વેપાર અને ચાબહાર બંદર જેવા વ્યૂહાત્મક મુદ્દાઓના પરિપ્રેક્ષ્યમાં જુએ છે. ઈરાન સાથે સંબંધો જાળવી રાખવા ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ચાબહાર બંદર અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર પૂરું પાડે છે.પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઊર્જા પુરવઠા અને દરિયાઈ વેપારની સુરક્ષા ભારત માટે ચિંતાનો મુખ્ય વિષય છે. ભારતનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રના તમામ મુખ્ય દેશો જેમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે. આ સાથે સંવાદના માર્ગો ખુલ્લા રાખવાનો અને પોતાને કોઈ એક જૂથની રાજનીતિ પૂરતું સીમિત ન રાખવાનો છે.પાકિસ્તાનને BRICSની સદસ્યતા મેળવવાનો પ્રયાસપાકિસ્તાન પણ લાંબા સમયથી BRICSની સદસ્યતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે 2023માં આ જૂથમાં જોડાવા માટે અરજી કરી હતી. અહેવાલો સૂચવે છે કે તે ચીન અને રશિયા પાસેથી સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે જોકે, BRICSમાં નવા સભ્યનો સમાવેશ કરવા માટે વર્તમાન સભ્યો વચ્ચે સર્વસંમતિ હોવી જરૂરી છે. સદસ્યતા મેળવવાના પાકિસ્તાનના માર્ગમાં ભારતનો વિરોધ એક મુખ્ય અવરોધ માનવામાં આવે છે.આર્થિક અને રાજદ્વારી એમ બંને દ્રષ્ટિકોણથી પાકિસ્તાન માટે BRICSની સદસ્યતા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જૂથના વિસ્તરણ બાદ તેનો વૈશ્વિક પ્રભાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. જોકે, એવું કહેવું અયોગ્ય ગણાશે કે પાકિસ્તાનની સદસ્યતા અંગેનો અંતિમ નિર્ણય માત્ર ભારત જ લે છે, કારણ કે BRICSનું વિસ્તરણ તમામ સભ્યોના સામૂહિક નિર્ણયો પર આધારિત છે.અમેરિકા માટે BRICS શા માટે મહત્વપૂર્ણ છે?વોશિંગ્ટન ઈરાન અંગે ખૂબ જ કડક નીતિ ધરાવે છે. હાલમાં અમેરિકામાં રશિયા અને ઈરાન પર પ્રતિબંધો અંગેના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. તેમાં રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર વધારાની ટેરિફ (આયાત જકાત) લાદવાની શક્યતાનો પણ સમાવેશ થાય છે. ભારત જેવા દેશો પર આવા પગલાંની સંભવિત આર્થિક અસર અંગે પણ ચર્ચા થઈ છે. આવા વાતાવરણમાં, BRICSમાં ભારતની સક્રિય ભાગીદારી એ દર્શાવે છે કે નવી દિલ્હી પોતાની વિદેશ નીતિને કોઈ એક સત્તા જૂથ પૂરતું સીમિત રાખવા માંગતું નથી. અમેરિકા સાથે વ્યૂહાત્મક સહયોગને આગળ વધારવાની સાથે સાથે, ભારત રશિયા, ઈરાન અને ચીન સાથે પણ આવશ્યક સંવાદ જાળવી રાખવા માંગે છે. BRICS ભારત માટે એક મુખ્ય રાજદ્વારી મંચ તરીકે ઉભરી આવ્યું છે.વર્ષ 2026માં ભારતની અધ્યક્ષતામાં યોજાનારી BRICS સમિટ માત્ર નેતાઓની બેઠક કરતાં વિશેષ છે. તે ભારત માટે તેના રાજદ્વારી કદ અને 'ગ્લોબલ સાઉથ' (વિકાસશીલ દેશોના સમૂહ)માં તેની ભૂમિકાને મજબૂત કરવાની એક મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. ભારતની અધ્યક્ષતા "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું માટે નિર્માણ" (Building for Resilience, Innovation, Cooperation, and Sustainability) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વેપાર, રોકાણ, ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી, પુરવઠા શૃંખલા અને વિકાસ જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બ્રિક્સ (BRICS)માં હવે ૧૧ સભ્ય દેશોનો સમાવેશ થાય છે અને આ જૂથ વિશ્વની લગભગ અડધી વસ્તી તથા વૈશ્વિક જીડીપી (GDP)ના આશરે ૪૦ ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.

Read Full Story arrow_forward