android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujaratમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી, 8થી વધુ જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ
calendar_today September 12, 2026

Gujaratમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી, 8થી વધુ જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેરબાન થઈને રાજ્યના અનેક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકો અને સુકાઈ રહેલા પાકને લઈને ચિંતિત ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ અને માલપુરમાં એક મહિનાના વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. મહિસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, ખાનપુર અને કડાણામાં પણ મુસળધાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે હાઇવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને પાર્કિંગ લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી. દાહોદ શહેર સહિત ઝાલોદ, લીમખેડા, લીમડી અને દેવગઢ બારીઆમાં કાળાડિબંગ વાદળો અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટાં પડ્યા હતા.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આહવા, વઘઈ, સાપુતારા અને સુબીર (સૌથી વધુ 44મિમી) ખાતે વરસાદી માહોલ જામ્યો હતો. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વેહલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ (ઉના, ગીર ગઢડા અને શાણા વાકીયા) તથા અમરેલીના જાફરાબાદ (ટીંબી, હેમાળ, છેલણા) પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું હતું. શાણા વાકીયા ગામમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.ધરતીપુત્રોમાં ખુશીની લહેર એક માસ કરતા વધુ સમયના લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદથી મગફળી, સોયાબીન, મકાઈ, ડાંગર, તુવર અને અડદ જેવા સુકાઈ રહેલા ખરીફ પાકોને નવજીવન મળ્યું છે. વરસાદ પડતાં જ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીમાંથી મોટી રાહત મળતા ખેડૂતો સહિત તમામ નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : ગુજરાતમાં એક વર્ષમાં 62 સિંહોના મોત, આ બીમારીએ વનરાજને જકડ્યા
calendar_today September 12, 2026

Gandhinagar : ગુજરાતમાં એક વર્ષમાં 62 સિંહોના મોત, આ બીમારીએ વનરાજને જકડ્યા

ગુજરાતમાં એક વર્ષ દરમિયાન વિવિધ બીમારીઓના કારણે કુલ 62 સિંહોના મોત થયા હોવાનું વિધાનસભામાં જણાવાયું છે. 31 જુલાઈ 2025ની સ્થિતિના આંકડા મુજબ મૃત્યુ પામેલા સિંહોમાં સૌથી વધુ 28 બાળ સિંહોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 17 નર અને 17 માદા સિંહોના પણ મોત થયા છે.કયા રોગોના કારણે સિંહોના મોત થયા?મૃત્યુ પામેલા સિંહોના પોસ્ટમોર્ટમ દરમિયાન વિવિધ ગંભીર બીમારીઓ સામે આવી હતી. તેમાં ન્યુમોનિયા, એનિમિયા, કિડની ફેલ્યોર, મલ્ટી ઓર્ગન ડિસફંક્શન, પેરાલિસિસ, એન્સેફાલિટિસ, નેફ્રોટિક એન્ટેરાઇટિસ, એન્ટેરાઇટિસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર અને સેપ્ટિક શોક જેવા રોગોનો સમાવેશ થાય છે.સિંહોના રક્ષણ માટે વન વિભાગની કામગીરીસિંહોમાં રોગચાળો અટકાવવા માટે ડી-વોર્મિંગ અને ડી-ટિકિંગની કામગીરી કરવામાં આવે છે. નર્સિંગ ટ્રીટમેન્ટ ગામો તથા આસપાસના રેવન્યુ ગામોના નાળાઓને સેનિટાઇઝ કરવામાં આવે છે. સિંહોના બ્લડ સેમ્પલ લઇ લેબોરેટરીમાં પરીક્ષણ પણ કરવામાં આવે છે.ક્વોરેન્ટાઇનથી લાયન એમ્બ્યુલન્સ સુધીની વ્યવસ્થાબીમાર સિંહોને સારવાર માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે અને રેસ્ક્યુ સેન્ટરમાં તબીબી સારવાર આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ લાયન એમ્બ્યુલન્સની સુવિધા પણ કાર્યરત છે. સાબર, જામવાળા, જશાધાર, સક્કરબાગ અને સાસણગીર સહિતના વિસ્તારોમાં વન્યપ્રાણી સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે.ટ્રેકર્સ દ્વારા સતત નજરસિંહોના સ્વાસ્થ્ય અને હલનચલન પર નજર રાખવા માટે ટ્રેકર્સ તથા વન વિભાગનો સ્ટાફ સતત અવલોકન કરે છે. જોકે, એક વર્ષમાં 62 સિંહોના મોત અને તેમાં 28 બાળ સિંહોના સમાવેશથી સિંહોના આરોગ્ય તથા રોગ નિયંત્રણની વ્યવસ્થા અંગે ચર્ચા તેજ બની છે.  આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં હવે 24 કલાક ધંધો કરી શકાશે, સ્વ-ઘોષણાથી ઓનલાઇન મંજૂરી, જાણો કાયદામાં શું થયો ફેરફારઆ પણ વાંચો  :  Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ

Read Full Story arrow_forward
Surat: વરાછામાં માતા-પિતા કામ પર ગયા ને ધોરણ 5 માં ભણતી 11 વર્ષની દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાધો
calendar_today September 12, 2026

Surat: વરાછામાં માતા-પિતા કામ પર ગયા ને ધોરણ 5 માં ભણતી 11 વર્ષની દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાધો

સુરત શહેરના ગીચ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા વિજય કુશવાહના પરિવારની ધોરણ 5 માં અભ્યાસ કરતી માસૂમ દીકરીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે.સુરતના વરાછામાં અત્યંત દુઃખદ ઘટનાબનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વિજય કુશવાહને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. રોજિંદા ક્રમ મુજબ વિજયભાઈ અને તેમના પત્ની પોતાના કામ અર્થે બહાર ગયા હતા અને ચારેય બાળકો ઘરે જ હાજર હતા. સાંજના સમયે બાળકોને ટ્યુશન જવાનો સમય થયો હોવાથી માતા તેઓને મૂકવા માટે ઘરે આવ્યા હતા. પરંતુ ઘરે આવીને જોતાં ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. માતાએ વારંવાર બૂમો પાડવા છતાં અને દરવાજો ખટખટાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં આસપાસના પાડોશીઓને ભેગા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાડોશીઓની મદદથી દરવાજો તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો.ધોરણ 5 માં ભણતી 11 વર્ષની બાળકીએ કર્યો આપઘાતઅંદર જઈને જોતાં જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. માસૂમ દીકરી ઘરમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક નીચે ઉતારીને સારવાર અર્થે લઈ જવાની તજવીજ કરાઈ હતી, પરંતુ તે પહેલાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આટલી નાની પબ્લિક અને કૂમળી વયની બાળકીએ કયા સંજોગોમાં કે શા માટે આટલું આકરું અને અંતિમ પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.માસૂમ દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાધો!ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકીના આપઘાત પાછળ કોઈ માનસિક તણાવ, અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં વરાછા પોલીસ પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.આ પણ વાંચો: Gir Somnath: શ્રાવણમાં સોમનાથ તીર્થે દર્શનાર્થીઓનો નવો કીર્તિમાન, 22.61 લાખથી વધુ ભક્તોએ કર્યા મહાદેવના દર્શન

Read Full Story arrow_forward