android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: અમદાવાદના નરોડામાંથી કારમાં લવાતું 4.5 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, MP ના 3 આરોપી જેલભેગા
calendar_today September 12, 2026

Gujarat Latest News Live: અમદાવાદના નરોડામાંથી કારમાં લવાતું 4.5 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, MP ના 3 આરોપી જેલભેગા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar : ‘હર ઘર નળ’ યોજના પૂર્ણ થયાની સરકારની જાહેરાત પર કેગનો ધડાકો, 15 લાખ પરિવારોને પાણી મળ્યું જ નથી
calendar_today September 12, 2026

Gandhinagar : ‘હર ઘર નળ’ યોજના પૂર્ણ થયાની સરકારની જાહેરાત પર કેગનો ધડાકો, 15 લાખ પરિવારોને પાણી મળ્યું જ નથી

ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર 2022માં ‘હર ઘર નળ’ યોજના 100 ટકા પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, વિધાનસભામાં રજૂ થયેલા કેગના અહેવાલે આ દાવા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અહેવાલ મુજબ એપ્રિલ 2024 સુધી રાજ્યના આશરે 15 લાખ પરિવારોને નળથી પાણી પહોંચાડવાનું કામ બાકી હતું.100 ટકા પૂર્ણતાના દાવા વચ્ચે 15 લાખ પરિવારો વંચિત‘હર ઘર નળ’ યોજના હેઠળ રાજ્યના 91.18 લાખ ગ્રામીણ પરિવારોના ઘરો સુધી પાઇપલાઇન મારફતે પીવાનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય હતું. અગાઉના વર્ષોમાં 65.16 લાખ પરિવારોને નળ દ્વારા પાણી મળ્યું હતું, એટલે કે 26.02 લાખ પરિવારોને હજુ જોડવાના બાકી હતા. તેમ છતાં ઓક્ટોબર 2022માં તમામ કામ પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી. 27 જિલ્લાના 14.84 લાખ પરિવારો બાકીકેગના જણાવ્યા મુજબ એપ્રિલ 2024ની સ્થિતિએ 27 જિલ્લાના 14.84 લાખ પરિવારોને હજુ યોજનામાં આવરી લેવાના બાકી હતા. પાંચ વર્ષમાં માત્ર 11.18 લાખ પરિવારોના ઘરોમાં નળ લગાવવામાં આવ્યા હોવાનું પણ અહેવાલમાં નોંધાયું છે.કોન્ટ્રાક્ટરો સાથેની સાંઠગાંઠથી સરકારી તિજોરીને નુકસાનઅહેવાલમાં GWSSB અને GWIL દ્વારા કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવામાં આવ્યો હોવાના ગંભીર મુદ્દા સામે આવ્યા છે. અયોગ્ય GST દર લાગુ કરવાના કારણે કોન્ટ્રાક્ટરોને રૂ.18.65 કરોડની વધારાની ચૂકવણી થઈ હોવાનું કેગે નોંધ્યું છે. સમગ્ર પ્રક્રિયામાં સરકારને આશરે રૂ.98.62 કરોડથી રૂ.99 કરોડનું નુકસાન થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.38 ગામોના કામમાં પણ ગંભીર ગેરરીતિઅમરેલીના 13, આણંદના 14 અને પાટણના 11 ગામો મળીને કુલ 38 ગામોમાં રાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેમાંથી માત્ર 19 ગામોમાં કામ શરૂ થયું હતું અને કામ શરૂ થયેલા ગામોમાં પણ માત્ર 9 ગામોમાં, એટલે કે લગભગ 50 ટકા ગામોમાં જ કામ પૂર્ણ થયું હતું.કોન્ટ્રાક્ટરોને 18.65 કરોડની વધારે ચૂકવણીGWSSB અને GWILના કોન્ટ્રાક્ટરો સાથેની સાંઠગાંઠના કારણે સરકારને 99 કરોડનું નુકશાન થયું છે. હર ઘર નળ યોજનામાં 91.18 લાખ ગ્રામીણ પરિવારોના ઘર સુધી પાઇપ લાઇન નાખી પીવાનું પાણી પહોંચાડવાનું હતું આગળના વર્ષોમાં 65.16 લાખ પરિવારોને ઘરમાં નળ દ્વારા પાણી અપાઇ ચુક્યું હતું. જેથી 26.02 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી આપવાનું હતું. જો કે ઓક્ટોબર 2022માં જ ગુજરાત સરકારે બાકી તમામ કામ પુરુ કરીને 100 ટકા કામ પુરુ થઇ ગયું હોવાનું જાહેર કર્યું હતું. કેગ દ્વારા શોધી શકાયું હતું કે જીડબલ્યુઆઇએલ તથા જીડબલ્યુંએસએસબી દ્વારા અયોગ્ય જીએસટી દર અપનાવાના કારણે કોન્ટ્રાક્ટરોને 18.65 કરોડની વધારે ચૂકવણી થઇ હતીજાહેરાત કોણે ચકાસી અને જવાબદારી કોની?યોજના પૂર્ણ ન થઈ હોવા છતાં 100 ટકા પૂર્ણતાની જાહેરાત શા માટે કરવામાં આવી? નળ જોડાણો, પાણી પુરવઠો અને ખર્ચના આંકડાઓની ચકાસણી કોણે કરી હતી? કોન્ટ્રાક્ટરોને વધારાની ચૂકવણી માટે જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે? કેગના અહેવાલ બાદ હવે સરકાર અને સંબંધિત વિભાગોએ આ સવાલોના સ્પષ્ટ જવાબ જનતા સમક્ષ આપવા પડશે.  આ પણ વાંચો   :    Sandesh Digital Explainer : ગુજરાતમાં હવે 24 કલાક ધંધો કરી શકાશે, સ્વ-ઘોષણાથી ઓનલાઇન મંજૂરી, જાણો કાયદામાં શું થયો ફેરફાર     આ પણ વાંચો   :   Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ

Read Full Story arrow_forward
Gujaratમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી, 8થી વધુ જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ
calendar_today September 12, 2026

Gujaratમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી, 8થી વધુ જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેરબાન થઈને રાજ્યના અનેક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકો અને સુકાઈ રહેલા પાકને લઈને ચિંતિત ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ અને માલપુરમાં એક મહિનાના વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. મહિસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, ખાનપુર અને કડાણામાં પણ મુસળધાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે હાઇવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને પાર્કિંગ લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી. દાહોદ શહેર સહિત ઝાલોદ, લીમખેડા, લીમડી અને દેવગઢ બારીઆમાં કાળાડિબંગ વાદળો અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટાં પડ્યા હતા.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આહવા, વઘઈ, સાપુતારા અને સુબીર (સૌથી વધુ 44મિમી) ખાતે વરસાદી માહોલ જામ્યો હતો. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વેહલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ (ઉના, ગીર ગઢડા અને શાણા વાકીયા) તથા અમરેલીના જાફરાબાદ (ટીંબી, હેમાળ, છેલણા) પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું હતું. શાણા વાકીયા ગામમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.ધરતીપુત્રોમાં ખુશીની લહેર એક માસ કરતા વધુ સમયના લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદથી મગફળી, સોયાબીન, મકાઈ, ડાંગર, તુવર અને અડદ જેવા સુકાઈ રહેલા ખરીફ પાકોને નવજીવન મળ્યું છે. વરસાદ પડતાં જ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીમાંથી મોટી રાહત મળતા ખેડૂતો સહિત તમામ નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward