android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : સુરતમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ
calendar_today September 12, 2026

Surat : સુરતમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ

સુરતમાં અચાનક વરસાદ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારોમાં સામાન્યથી લઈને ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદ સાથે પવન ફૂંકાતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ વધી છે.ઉધના દરવાજાથી દિલ્હી ગેટ સુધી વરસાદનો જોરસુરતના ઉધના દરવાજા, સુરત રેલવે સ્ટેશન વિસ્તાર અને દિલ્હી ગેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.મજૂરાગેટ, અડાજણ અને રાંદેર પણ વરસાદથી તરબતરમજૂરાગેટ, અડાજણ, રાંદેર, અઠવાલાઇન્સ, વરાછા અને કતારગામ સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી.સુરત સહિત જિલ્લામાં યલો એલર્ટહવામાન વિભાગે સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી સમયમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર અને નાગરિકોને સાવચેતી રાખવાની જરૂર છે.   આ પણ વાંચો  :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
Rajkot : એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવતી પાસેથી રૂ.1.95 લાખ પડાવ્યા,વિંગ કમાન્ડર બની બેઠેલો આરોપી ઝડપાયો
calendar_today September 12, 2026

Rajkot : એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવતી પાસેથી રૂ.1.95 લાખ પડાવ્યા,વિંગ કમાન્ડર બની બેઠેલો આરોપી ઝડપાયો

રાજકોટમાં ઇન્ડિયન એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને યુવતી સાથે રૂ.1.95 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપીએ Instagram પર પોતાની ઓળખ એરફોર્સના વિંગ કમાન્ડર તરીકે આપી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. નોકરી અપાવવાની ખાતરી આપી અલગ-અલગ રીતે પૈસા પડાવ્યા બાદ નોકરી ન મળતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના ગણતરીના દિવસોમાં જ યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.Instagram પર એરફોર્સ અધિકારી હોવાનો દાવોજામનગર રોડ વિસ્તારમાં રહેતી અને ગાંધીનગરની ખાનગી કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર તરીકે નોકરી કરતી યુવતી Instagram પર ‘પ્રતિક 7539’ નામની IDને ફોલો કરતી હતી. ગત 17 મેના રોજ પ્રતિકે યુવતીને મેસેજ કર્યો હતો.સૂર્યકિરણ ટીમની ફ્લાઈંગ બ્રાન્ચમાં વિંગ કમાન્ડરમેસેજ દરમિયાન આરોપીએ પોતાની ઓળખ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમની ફ્લાઈંગ બ્રાન્ચમાં વિંગ કમાન્ડર તરીકે કર્ણાટકમાં ફરજ બજાવતા હોવાની આપી હતી. યુવતીને એરફોર્સમાં નોકરી કરવાની ઈચ્છા હોવાનું જાણી આરોપીએ નોકરી અપાવવાની ખાતરી આપી હતી.નોકરીના નામે રૂ.1.95 લાખની વસૂલાતઆરોપીએ પૈસાની લેવડદેવડથી નોકરી અપાવી શકાય તેમ જણાવી યુવતી પાસેથી અલગ-અલગ રીતે કુલ રૂ.1.95 લાખ પડાવી લીધા હતા. જોકે, રકમ મેળવ્યા બાદ પણ નોકરી અપાવવામાં આવી નહોતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બે મોબાઇલ ફોન કબજે, વધુ તપાસ શરૂફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી શાંતિનિકેતન પાર્ક-4, મેઈન રોડ પર ભાડાના મકાનમાં રહેતા પ્રતિક મહેશભાઈ ભારદ્વાજની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે.પોલીસની ઉંડી તપાસ શરુહાલ પોલીસ આરોપીએ મેળવેલી રકમનો ઉપયોગ ક્યાં કર્યો, Instagram મારફતે અન્ય યુવતીઓ કે લોકોનો સંપર્ક કર્યો હતો કે કેમ અને નોકરીના નામે અન્ય કોઈ સાથે પણ આવી જ છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.  આ પણ વાંચો  :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
Khandwa : 24 વર્ષે કરેલી યુવતીની છેડતીના ગુનામાં આરોપી હવે 64ની ઉંમરે પોલીસના હાથે ઝડપાયો
calendar_today September 12, 2026

Khandwa : 24 વર્ષે કરેલી યુવતીની છેડતીના ગુનામાં આરોપી હવે 64ની ઉંમરે પોલીસના હાથે ઝડપાયો

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં પોલીસને એક ચોંકાવનારી સફળતા મળી છે. વર્ષ 1986માં યુવતી સાથે છેડતીના કેસમાં ઝડપાયેલા આરોપીને લગભગ 40 વર્ષ બાદ ફરીથી ધરપકડ કરવામાં આવી છે. તે સમયે આરોપીની ઉંમર 24 વર્ષ હતી, જ્યારે હવે તે 64 વર્ષનો થઈ ચૂક્યો છે.જામીન મળ્યા બાદ કોર્ટમાં હાજર જ ન થયોપોલીસના જણાવ્યા અનુસાર, અશોક કુમાર વિરુદ્ધ વર્ષ 1986માં એક મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ તેને જામીન મળ્યા, પરંતુ તે નિયમિત કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યો નહીં.કાયમી વોરંટ જાહેરલાંબા સમય સુધી ગેરહાજર રહેતાં કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ કાયમી વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.દુકાન બંધ, ઘરને પણ તાળુંપોલીસે આરોપીના જૂના સરનામાંઓ પર તપાસ હાથ ધરી હતી. જલેબી ચોક ખાતે તેની હેર કટિંગની દુકાન હતી, પરંતુ તે બંધ મળી આવી. ત્યારબાદ સંજયનગર સ્થિત તેના ઘરે તપાસ કરતાં ત્યાં પણ તાળું જોવા મળ્યું.બાતમીના આધારે ઝડપાયોઆ દરમિયાનપોલીસને બાતમી મળી કે અશોક બસ સ્ટેન્ડ નજીક આવેલી શેરડીના રસની ચરખી પર રહે છે. પોલીસે ત્યાં પહોંચી તેને ઝડપી લીધો હતો.ઓળખ બાતમીથી થઈ40 વર્ષના લાંબા સમયગાળામાં આરોપીનો ચહેરો અને હુલિયો ઘણો બદલાઈ ગયો હતો. જોકે, પોલીસને મળેલી બાતમી અને પરિવારજનો પાસેથી મળેલી માહિતીના આધારે તેની ઓળખની પુષ્ટિ કરવામાં આવી હતી.આરોપીએ જૂનો કેસ યાદ ન હોવાનો દાવો કર્યો પૂછપરછ દરમિયાન આરોપીએ જૂનો કેસ યાદ ન હોવાનો દાવો કર્યો હતો. તેણે કઈ યુવતી સાથે છેડતી કરી હતી તે પણ યાદ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટના આદેશ બાદ જેલમાં મોકલી દેવાયો હતો.  આ પણ વાંચો :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward